Corona Warrior : ગર્ભવતી હોવા છતાં ફરજ બજાવતી રહી નર્સ, નવજાત સંગ થઈ કોરોના સંક્રમિત અને ગુમાવ્યો જીવ

પતિએ જણાવ્યુ કે તેને કેટલીયવાર પ્રભાને રજા લેવાની વાત કરી હતી. પરંતુ આ માટે થઈને તે તૈયાર જ ન થઈ. તેને કહ્યું કે બંધ ઓરડામાં બેસીને શું કરીશ ? તેના કરતાં સારું છે કે દર્દીઓની સેવા કરું.

Corona Warrior : ગર્ભવતી હોવા છતાં ફરજ બજાવતી રહી નર્સ, નવજાત સંગ થઈ કોરોના સંક્રમિત અને ગુમાવ્યો જીવ
કોરોના વોરિયર નર્સ પ્રભા અને તેની નવજાત બાળકી
Follow Us:
Rahul Vegda
| Edited By: | Updated on: May 25, 2021 | 7:19 PM

છત્તીસગઢના કવર્ધા બ્લોકના ગામડા લીમોમાં એક નર્સે કોરોના વોરિયર બનીને એવું ઉદાહરણ પૂરું પાડ્યું કે આજે દરેક તેને સલામ કરી રહ્યું છે. જોકે વાત એવી છેકે નર્સ ગર્ભવતી હોવા છતાં લોકોની સેવા કરી રહી હતી. અને જ્યારે તેને બાળકને જન્મ આપ્યો ત્યારે માં-દીકરી બન્ને કોરોના સંક્રમિત હતી. બાળકીને ડોકટરોએ તો કોઈ પણ રીતે બચાવી લીધી. પરંતુ નર્સે પોતાની ફરજ નિભાવતા-નિભાવતા આ દુનિયાથી વિદાય લઈ લીધી.

ગર્ભાવસ્થા દરમ્યાન પણ નિરંતર બજાવી ફરજ નર્સના પતિ ભેશ કુમાર બંજારે જણાવ્યુ કે તેની પત્ની પ્રભા ગર્ભવતી હોવા છતાં કોવિડ હોસ્પીટલમાં ફરજ નિભાવતી રહી હતી. જ્યારે તેનું પોસ્ટિંગ પ્રાથમિક સ્વાસ્થય કેન્દ્ર ખુર્દ લોરમી (મુંગેલી) ખાતે હતું. ગર્ભાવસ્થા દરમ્યાન તે ભાડાના મકાનમાં કાપાદાહમાં એકલી રહેવા લાગી હતી અને ત્યાંથી હોસ્પિટલ આવન-જાવન કરતી હતી.

પતિએ આપી આ જાણકારી ભેશ કુમારે જણાવ્યુ કે 30 એપ્રિલે તેને પ્રસવ પીડા ઉત્પન્ન થઈ તો તેને કવર્ધાની એક પ્રાઈવેટ હોસ્પીટલમાં દાખલ કરવામાં આવી હતી. સિઝેરીયન ઓપરેશનથી તેને એક બાળકીને જન્મ આપ્યો. હોસ્પીટલ દરમ્યાન તેને ઘણીવાર તાવ આવ્યો. જ્યારે તે ડિસ્ચાર્જ થઈ ઘરે પહોચી ત્યારે તેને ઉધરસ પણ શરૂ થઈ ગઈ હતી. તેના એંટીજન રિપોર્ટ પોઝિટિવ આવતા તેને કવર્ધાની એક હોસ્પિટલમાં ભરતી કરવામાં આવી હતી. ઑક્સીજન લેવલ ઓછું હોવાના કારણે તેને રાયપુર રિફર કરવામાં આવી હતી, પરંતુ 21 મે એ તેનું મૃત્યુ નીપજયું હતું.

IPL 2024 : આઈપીએલની મિસ્ટ્રી ગર્લ કોણ જાણો , જુઓ ફોટો
યુઝ કરેલા વેટ વાઈપ્સને ફેકવાની જગ્યાએ આ રીતે કરો ઉપયોગ
લસણ ભલે ઔષધિ હોય, પણ વધારે ખાવાથી થાય છે નુકસાન, જાણો કેટલી માત્રામાં ખાવું
કેળા સાથે ભૂલથી પણ ના ખાતા આ વસ્તુઓ, ફાયદાને બદલે થશે નુકસાન
આજનું રાશિફળ તારીખ 26-04-2024
લાલ લહેંગો, હાથમાં ચૂડો અને હેવી જ્વેલરી..લગ્નમાં પરી જેવી લાગી આરતી સિંહ

રજા લેવા માટે તૈયાર ન થઈ નર્સ પતિએ જણાવ્યુ કે તેને કેટલીય વાર પ્રભાને રજા લેવાની વાત કરી હતી. પરંતુ આ માટે થઈને તે તૈયાર જ ન થઈ. તેને કહ્યું કે બંધ ઓરડામાં બેસીને શું કરીશ ? તેના કરતાં સારું છે કે દર્દીઓની સેવા કરું. ગર્ભાવસ્થાના 9 મહિના પણ તેને હોસ્પીટલમાં પોતાની ફરજ નિભાવી હતી.

એક વર્ષ પહેલા થયા હતા લગન જાણવા મળતી વિગતો મુજબ, રાયપુરના ધરસીવામાં રહેતી પ્રભાના લગ્ન જૂન 2020 દરમ્યાન લીમો નિવાસી ભેશ કુમાર સાથે થયા હતા. તે વખતે લોકડાઉન હતું. જેમાં તેને દરેક પ્રકારના કોરોના નિયમોનું ચુસ્તપણે પાલન પણ કર્યું હતું.

બાળકીનું નામ “યુક્તિ” રાખશે ભેશ કુમારે કહ્યું કે પ્રભા અને નવજાત બાળકી એમ બન્નેના કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યા હતા. બાળકીને બીજી હોસ્પીટલમાં ભરતી કરવામાં આવી હતી. બાળકી હાલ સ્વસ્થ છે ને હાલ તેની નાનીની દેખરેખ હેઠળ છે. જ્યારે પ્રભાના ફેફસામાં 80 ટકા ઇન્ફેકશન ફેલાય ગયું હતું. જેને લઈને તેનો જીવ બચી ન શક્યો. તેને જણાવ્યુ કે બાળકીનું નામકરણ હજુ સુધી નથી થયું. અને પ્રભાને યુક્તિ નામ પસંદ હતું, તેનું બાળકીનું નામ “યુક્તિ” રાખવામાં આવશે.

આ પણ વાંચો : Pakistani Hindu છોકરીએ પૂછ્યું, શું હું તિરંગો લગાવી શકું? પછી મળ્યો કંઈક આવો જવાબ

Latest News Updates

સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
વડોદરાના સાવલી નજીક ગામમાં ગમખ્વાર અકસ્માત, 5ના મોત 30 વધુ ઘાયલ
વડોદરાના સાવલી નજીક ગામમાં ગમખ્વાર અકસ્માત, 5ના મોત 30 વધુ ઘાયલ
ગાયબ હોવાના અહેવાલો વચ્ચે નિલેશ કુંભાણીએ જાહેર કર્યો વીડિયો
ગાયબ હોવાના અહેવાલો વચ્ચે નિલેશ કુંભાણીએ જાહેર કર્યો વીડિયો
અંબાલાલ પટેલની આગાહી, કમોસમી વરસાદ વધારશે ખેડૂતોની ચિંતા- Video
અંબાલાલ પટેલની આગાહી, કમોસમી વરસાદ વધારશે ખેડૂતોની ચિંતા- Video
સાબરકાંઠા બેઠક પર ભાજપે મહિલા સંમેલનની કરી શરુઆત, 'શક્તિ' રણનીતિ, જુઓ
સાબરકાંઠા બેઠક પર ભાજપે મહિલા સંમેલનની કરી શરુઆત, 'શક્તિ' રણનીતિ, જુઓ
સ્ટેચ્યુ ઓફ યુનિટીથી ઓમકારેશ્વર સુધી ચાલશે ક્રુઝ
સ્ટેચ્યુ ઓફ યુનિટીથી ઓમકારેશ્વર સુધી ચાલશે ક્રુઝ
લખતર પંથકમાં પ્રાથમિક સુવિધાઓનો અભાવ, સમસ્યાનો ઉકેલ નહીં તો મતદાન નહીં
લખતર પંથકમાં પ્રાથમિક સુવિધાઓનો અભાવ, સમસ્યાનો ઉકેલ નહીં તો મતદાન નહીં
વડગામના ભાજપ કાર્યાલય પર ક્ષત્રિય સમાજનું વિરોધ પ્રદર્શન
વડગામના ભાજપ કાર્યાલય પર ક્ષત્રિય સમાજનું વિરોધ પ્રદર્શન
EVM અને VVPATને લઈને સુપ્રીમ કોર્ટનો મોટો ચુકાદો, જુઓ વીડિયો
EVM અને VVPATને લઈને સુપ્રીમ કોર્ટનો મોટો ચુકાદો, જુઓ વીડિયો
g clip-path="url(#clip0_868_265)">