AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

પહેલા જ દિવસે બાળકોના રસીકરણમાં ઝડપ આવી, 15-18 વર્ષના 37,84,212 બાળકોને કોરોનાની પ્રથમ રસી મળી

દેશમાં કોરોના રસીકરણ અભિયાનને વેગ આપતા 3 જાન્યુઆરીથી, 15-18 વર્ષના બાળકો માટે રસી શરૂ કરવામાં આવી હતી. આ સ્થિતિમાં પહેલા જ દિવસે એટલે કે સોમવારે 37 લાખથી વધુ બાળકોને કોરોનાની રસી આપવામાં આવી હતી.

પહેલા જ દિવસે બાળકોના રસીકરણમાં ઝડપ આવી, 15-18 વર્ષના 37,84,212 બાળકોને કોરોનાની પ્રથમ રસી મળી
Corona Children Vaccination
TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 03, 2022 | 8:51 PM
Share

દેશભરમાં આજથી 15 થી 18 વર્ષના બાળકોનું કોવિડ-19 વિરોધી રસીકરણ (Corona Vaccination of Children) શરૂ થઈ ગયું છે. આ સ્થિતિમાં પહેલા જ દિવસે એટલે કે સોમવારે 37 લાખથી વધુ બાળકોને કોરોનાની રસી (Corona Vaccine) આપવામાં આવી હતી. માહિતી અનુસાર, સોમવારે સાંજે 7 વાગ્યા સુધી 37,84,212 બાળકોને કોરોનાની રસી આપવામાં આવી હતી. તે જ સમયે, રસી માટે નોંધણી કરાવનારા લોકોની સંખ્યા 50 લાખને વટાવી ગઈ છે.

અગાઉ સોમવાર બપોર સુધીમાં 13 લાખ બાળકોને કોરોના રસીનો પ્રથમ ડોઝ આપવામાં આવ્યો હતો જ્યારે 34 લાખ બાળકોએ તેના માટે નોંધણી કરાવી હતી. જો કે, સાંજ સુધીમાં રસીકરણનો આંકડો 37 લાખ પર પહોંચી ગયો છે, જ્યારે 50 લાખથી વધુ બાળકોએ રસીકરણ માટે નોંધણી કરાવી છે.

સોમવારે વાલીઓ તેમના બાળકો સાથે રસીકરણ કેન્દ્ર (Vaccination Centre) પર પહોંચ્યા અને આ દરમિયાન કિશોરો રસીકરણને લઈને ખૂબ જ ખુશ અને ઉત્સાહિત દેખાયા. દરેક કેન્દ્ર પર હાજર ‘કોવાક્સીન’નો ડોઝ ઓનલાઈન નોંધાયેલા બાળકો અને નોંધણી વગર મુલાકાત લેતા બાળકો માટે ઉપલબ્ધ છે.

ડિસેમ્બરમાં ગ્રીન સિગ્નલ મળ્યું હતું

જણાવી દઈએ કે ભારતના ડ્રગ કંટ્રોલર જનરલે 24 ડિસેમ્બરના રોજ અમુક શરતો સાથે 12 વર્ષથી વધુ ઉંમરના બાળકો માટે સ્વદેશી રીતે વિકસિત ભારત બાયોટેકની એન્ટિ-કોવિડ-19 રસી ‘કોવેક્સિન’ના ઈમરજન્સી ઉપયોગને મંજૂરી આપી હતી. કેન્દ્રીય આરોગ્ય પ્રધાન મનસુખ માંડવિયાએ ટ્વિટર પર લોકોને રસીકરણ માટે તેમના પરિવારોમાંથી પાત્ર કિશોરોની નોંધણી કરાવવા વિનંતી કરી હતી.

તેમણે ટ્વીટ કર્યું, નવા વર્ષ નિમિત્તે, આજથી (શનિવાર) કોવિન પોર્ટલ પર 15 વર્ષથી 18 વર્ષની વયના બાળકોના કોવિડ-19 વિરોધી રસીકરણ માટે નોંધણી શરૂ કરવામાં આવી રહી છે. હું કુટુંબના સભ્યોને રસીકરણ માટે પાત્ર બાળકોને નોંધણી કરાવવા વિનંતી કરું છું.

11 રાજ્યોમાં 100 ટકા લોકોને પ્રથમ રસી મળી

કેન્દ્રીય આરોગ્ય પ્રધાન મનસુખ માંડવિયાએ રવિવારે જણાવ્યું હતું કે, રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોએ 15 થી 18 વર્ષની વય જૂથના કિશોરોના રસીકરણ દરમિયાન કોવિડ-19 વિરોધી રસીનું મિશ્રણ ટાળવા માટે અલગ રસીકરણ કેન્દ્રો સ્થાપવા સહિતના જરૂરી પગલાં લેવા જોઈએ. સત્તાવાર માહિતી અનુસાર, છેલ્લા એક સપ્તાહમાં દેશભરમાં કોવિડ-19ના દૈનિક કેસોમાં નોંધપાત્ર વધારો નોંધાયો છે.

સોમવારે દેશમાં લગભગ 34 હજાર નવા કેસ નોંધાયા હતા. દેશના 11 થી વધુ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોએ પહેલાથી જ 100 ટકા પ્રથમ ડોઝ રસીકરણ પ્રાપ્ત કર્યું છે, જ્યારે ત્રણ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોએ 100 ટકા સંપૂર્ણ રસીકરણ પ્રાપ્ત કર્યું છે. આ સિવાય ઘણા રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશો ટૂંક સમયમાં 100 ટકા રસીકરણ પ્રાપ્ત કરે તેવી અપેક્ષા છે.

આ પણ વાંચો : ચીને ફરી ગાલવાન ખીણ પર કર્યો દાવો કર્યો, ચીની સૈનિકોએ ફરકાવ્યો ધ્વજ, રાહુલ ગાંધીએ કહ્યું- ‘મોદીજી, મૌન તોડો’

આ પણ વાંચો : દિલ્લીમાં ડરાવી રહ્યો છે કોરોના, બે દિવસમાં ઓમિક્રોનના 84 ટકા કેસ

g clip-path="url(#clip0_868_265)">