AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Corona Update: દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 7,350 નવા કેસ સામે આવ્યા, 202 દર્દીઓના મોત

કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે કહ્યું કે દેશમાં કોરોના વાયરસના સક્રિય કેસ હાલમાં 91,456 છે, જે છેલ્લા 561 દિવસમાં સૌથી ઓછા છે. દેશવ્યાપી રસીકરણ અભિયાન અંતર્ગત અત્યાર સુધીમાં 133.17 કરોડ રસીના ડોઝ આપવામાં આવ્યા છે.

Corona Update: દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 7,350 નવા કેસ સામે આવ્યા, 202 દર્દીઓના મોત
Corona Testing
TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 13, 2021 | 11:20 AM
Share

ભારતમાં છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના (Corona Virus) 7,350 નવા કેસ (Corona Cases) નોંધાયા છે, જ્યારે 7,973 દર્દીઓ સાજા પણ થયા છે. આ સાથે જ છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના કારણે 202 લોકોના મોત થયા છે. હાલમાં, દેશમાં કોરોના વાયરસ કેસની કુલ સંખ્યા 3,46,97,860 છે. સક્રિય કેસોની (Active Cases) સંખ્યા 91,456 છે, કુલ રિકવરી 3,41,30,768 છે, કુલ મૃત્યુઆંક 4,75,636 છે.

કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે કહ્યું કે દેશમાં કોરોના વાયરસના સક્રિય કેસ હાલમાં 91,456 છે, જે છેલ્લા 561 દિવસમાં સૌથી ઓછા છે. દેશવ્યાપી રસીકરણ (Vaccination) અભિયાન અંતર્ગત અત્યાર સુધીમાં 133.17 કરોડ રસીના ડોઝ આપવામાં આવ્યા છે. સક્રિય કેસ કુલ કેસના 1 ટકા કરતા ઓછા છે, જે હાલમાં 0.26 ટકા છે. માર્ચ 2020 પછી આ સૌથી નીચો છે. રિકવરી રેટ હાલમાં 98.37 ટકા છે, જે માર્ચ 2020 પછી સૌથી વધુ છે.

દૈનિક હકારાત્મકતા દર 0.86 ટકા છે, સાપ્તાહિક હકારાત્મકતા દર 0.69 ટકા છે, જે છેલ્લા 29 દિવસથી 1 ટકાથી ઓછો છે. અત્યાર સુધીમાં કુલ 65.66 કરોડ ટેસ્ટ કરવામાં આવ્યા છે. રાજ્યો/ કેન્દ્રશાસિત પ્રદેશોને 140.28 કરોડથી વધુ રસીના ડોઝ પૂરા પાડવામાં આવ્યા હતા. 17.83 કરોડથી વધુ બાકી અને બિનઉપયોગી રસીના ડોઝ હજુ પણ રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશો પાસે ઉપલબ્ધ છે. કેન્દ્ર અને રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશો દ્વારા સતત અને સહયોગી પ્રયાસો ચાલુ છે અને છેલ્લા 46 દિવસથી નોંધાયેલા દૈનિક નવા કેસ 15,000 કરતા ઓછા છે.

દેશમાં અત્યાર સુધીમાં 38 ઓમિક્રોન વેરિઅન્ટના કેસ સામે આવ્યા બીજી તરફ, રવિવારે દેશમાં ઓમિક્રોન વેરિઅન્ટના 5 નવા કેસના આગમન સાથે, દેશમાં તેની કુલ સંખ્યા વધીને 38 થઈ ગઈ છે. એક 20 વર્ષીય યુવક જે વિદેશથી તેના સંબંધીઓને મળવા ચંદીગઢ પહોંચ્યો હતો તેને કોરોના વાયરસના ઓમિક્રોન (Omicron) વેરિઅન્ટથી ચેપ લાગ્યો હોવાની પુષ્ટિ થઈ છે, ચંદીગઢમાં કોરોના વાયરસના આ પ્રકારથી કોઈ વ્યક્તિને ચેપ લાગ્યો હોવાનો પ્રથમ કેસ છે.

આ સિવાય રવિવારે મહારાષ્ટ્રના નાગપુરમાં પણ ઓમિક્રોનનો પહેલો કેસ નોંધાયો હતો. એક અધિકારીએ જણાવ્યું કે પશ્ચિમ આફ્રિકન દેશમાંથી પરત ફરેલા 40 વર્ષીય વ્યક્તિ કોરોના વાયરસના આ પ્રકારથી પીડિત હોવાનું જાણવા મળ્યું છે. આ સાથે રાજ્યમાં ઓમિક્રોન કેસની સંખ્યા વધીને 18 થઈ ગઈ છે.

આ પણ વાંચો : FIR Against Sanjay Raut: બીજેપી મહિલા નેતાએ સંજય રાઉત વિરૂદ્ધ એફઆઈઆર નોંધાવી, અપશબ્દોનો ઉપયોગ કરવાનો લગાવ્યો આરોપ

આ પણ વાંચો : Delhi Air Pollution: દિલ્હીનો AQI ફરી 256 પર પહોંચ્યો, વાયુ પ્રદૂષણ મુદ્દે દિલ્હી સરકારની આજે સમીક્ષા બેઠક

આ રાશિના લોકો માટે પ્રોપર્ટી ખરીદવાનો સારો સમય, વ્યાપારમા ઘ્યાન રાખવું
આ રાશિના લોકો માટે પ્રોપર્ટી ખરીદવાનો સારો સમય, વ્યાપારમા ઘ્યાન રાખવું
પંચમહાલમાં અધિકારીઓની જાસુસી કરી રહ્યાં છે ખનિજ માફિયાઓ
પંચમહાલમાં અધિકારીઓની જાસુસી કરી રહ્યાં છે ખનિજ માફિયાઓ
ડભોઈના માંડવામાં જન્મ-મરણના દાખલાને લઈ હોબાળો
ડભોઈના માંડવામાં જન્મ-મરણના દાખલાને લઈ હોબાળો
SOG ક્રાઈમનું ડ્રગ્સ સર્ચ ઓપરેશન, સિંધુ ભવન રોડના કાફેમાં ચેકિંગ
SOG ક્રાઈમનું ડ્રગ્સ સર્ચ ઓપરેશન, સિંધુ ભવન રોડના કાફેમાં ચેકિંગ
વેપારની આડમાં સાયબર ફ્રોડ! SOG ના દરોડામાં 4 સાયબર ગઠિયા ઝડપાયા
વેપારની આડમાં સાયબર ફ્રોડ! SOG ના દરોડામાં 4 સાયબર ગઠિયા ઝડપાયા
રાજકોટના ધોરાજીમાં મગફળી કેન્દ્ર પર મજૂરો અને ખેડૂતો વચ્ચે વિવાદ,
રાજકોટના ધોરાજીમાં મગફળી કેન્દ્ર પર મજૂરો અને ખેડૂતો વચ્ચે વિવાદ,
ખોદકામ દરમિયાન જૈન તિર્થંકરોની પ્રાચીન મૂર્તિઓ મળી આવી
ખોદકામ દરમિયાન જૈન તિર્થંકરોની પ્રાચીન મૂર્તિઓ મળી આવી
અંબાજીમાં રાજવી પરિવારની આઠમની પૂજાનો વિશેષાધિકાર સમાપ્ત
અંબાજીમાં રાજવી પરિવારની આઠમની પૂજાનો વિશેષાધિકાર સમાપ્ત
ભાજપના મહિલા ધારાસભ્યે ટોળાની સાથે રહીને તંત્રને અશાંતધારાની કરી રજૂઆત
ભાજપના મહિલા ધારાસભ્યે ટોળાની સાથે રહીને તંત્રને અશાંતધારાની કરી રજૂઆત
સુરેન્દ્રનગરમાં ભ્રષ્ટાચારનો ભંડાફોડ, કલેક્ટરની બદલી, ફાઇલો જપ્ત
સુરેન્દ્રનગરમાં ભ્રષ્ટાચારનો ભંડાફોડ, કલેક્ટરની બદલી, ફાઇલો જપ્ત
g clip-path="url(#clip0_868_265)">