Corona Research : સર્વેનું ચોકાવનારુ તારણ, પ્રદુષણને કારણે કોરોના વધુ ઘાતક બન્યો

ભારતના 721 જેટલા જિલ્લાઓમાં સર્વે કરવામાં આવ્યો હતો. સર્વેના તારણમાં સામે આવ્યું છે કે, જે શહેરોમાં પીએમ 2.5નું લેવલ વધારે હતું તે શહેરોમાં કોરોના સંક્રમણના વધારે કેસો સામે આવ્યા હતા.

TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 04, 2021 | 1:00 PM

કોરોનાનો કહેર દુનિયાભરમાં જોવા મળી રહ્યો છે, ત્યારે કોરોનાનું સંક્રમણ અટકાવવા માટે અનેક રિચર્સ (Research) પણ કરવામાં આવી રહ્યા છે. ભારતના 721 જિલ્લામાંં કરવામાં આવેલ એક સર્વેમાં સામે આવ્યું છે કે, પ્રદુષણના કારણે કોરોના વધુ ઘાતક બને છે.

આ અભ્યાસ માટે ગુજરાતના બે જિલ્લાની (District) પસંદગી કરવામાં આવી હતી, જેમાં અમદાવાદ(Ahmedabad) અને સુરતમાં(Surat) કરવામાં આવેલ રિચર્સમાં સામે આવ્યું કે, હવામાં પીએમ (Particulate Matter) 2.5નું સ્તર વધુ હોવાથી ફેફસા અને શ્વાસનળીમાં સોજો આવે છે. જેને કારણે રોગપ્રતિકારક શક્તિમાં ઘટાડો થતા કોરોના વધુ ઘાતક બને છે. મહત્વનું છે કે, પીએમ એ હવામાંનું સુક્ષ્મ કણ(Micro Particle) છે, જે હવામાં પ્રદુષણ (Pollution) વધતા પીએમનું લેવલ પણ વધે છે.

નિષ્ણાંત ડોક્ટરોનું (Specialist Doctor)  કહેવું છે કે,”આ અભ્યાસ માટે ભારતના 721 જેટલા જિલ્લાઓની પસંદગી કરવામાં આવી હતી, આ સર્વમાં (Survey) સામે આવ્યું છે કે, જે શહેરોમાં પીએમ 2.5નું લેવલ વધારે હતું તે શહેરોમાં કોરોના સંક્રમણના વધારે કેસો સામે આવ્યા હતા.પરંતુ, પ્રાથમિક ધોરણે આ તારણને માનવું થોડું અઘરું છે, કારણ કે પ્રદુષણએ એક માત્ર પરિબળ કોરોના સંંક્રમણ (Corona) માટે  જવાબદાર હોઈ શકે નહિ.”

પ્રદુષણને કારણે લોકોના સ્વાસ્થય પર અસર પડે છે અને રોગપ્રતિકારક શક્તિ (Immunity) નબળી પડે છે, જેને કારણે કોરોનાનું સંક્રમણ વધુ ઘાતક બની શકે છે. વિશ્વ સ્તરે (World) પણ પ્રદુષણને લઈને અભ્યાસ કરવામાં આવ્યો હતો. જેમાં સામે આવ્યુુું છે કે,  15%  કોરોના મુત્યુ કેસમાં પ્રદુષણે સહાયક ભુમિકા ભજવી હતી.

એક અભ્યાસ મુજબ, પુર્વ એશિયા, ઉતર અમેરિકા અને યુરોપના કોરોના મુત્યુઆંકમાં પ્રદુષણ 15 %, 27 %  અને 19 % રહ્યો હતો. બીજી તરફ ભારતમાં દિલ્હીના (Delhi)  તબીબોએ 13% કેસોને પ્રદુષણ સાથે જોડ્યા હતા. કોરોના સંક્રમણ માટે જે-તે સ્થળની હવા, તાપમાન અને ભેજની પણ અસર થાય છે.

Follow Us:
આકરા ઉનાળા વચ્ચે વલસાડ શહેર અને આસપાસના વિસ્તારમાં કમોસમી વરસાદ
આકરા ઉનાળા વચ્ચે વલસાડ શહેર અને આસપાસના વિસ્તારમાં કમોસમી વરસાદ
આ રાશિના જાતકોને થશે ધનલાભ, જાણો તમારુ રાશિફળ
આ રાશિના જાતકોને થશે ધનલાભ, જાણો તમારુ રાશિફળ
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
g clip-path="url(#clip0_868_265)">