India Corona Update : સપ્ટેમ્બરમાં 20 ટકા ઘટ્યા કોરોના કેસ, કેરળની સ્થિતિ ચિંતાજનક, જાણો શું છે ઓક્ટોબરના આંકડા

Corona Cases Down: દેશમાં કોરોનાના દરરોજ નોંધાતા કેસની સંખ્યા ઘણી ઘટી છે. 7 મે ના 24 કલાકમાં 4.14 લાખ નવા કેસ નોધાયા હતા જે કોરોનાની બીજી લહેરમાં ચરમસીમાએ હતા. પરંતુ વર્તમાનમાં કોરોનાના દૈનિક કેસ 20 હજારથી ઓછા છે.

India Corona Update : સપ્ટેમ્બરમાં 20 ટકા ઘટ્યા કોરોના કેસ, કેરળની સ્થિતિ ચિંતાજનક, જાણો શું છે ઓક્ટોબરના આંકડા
Corona cases Down in India
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 23, 2021 | 2:52 PM

ભારતમાં કોરોના વાયરસની (Corona Virus) સ્થિતિ છેલ્લા થોડા મહિનાથી ઘણી સુધરી છે અને તેમાં વેક્સિનેશને મોટી ભૂમિકા નિભાવી છે. વેક્સિનેશનનો આંક 100 કરોડ પાર થયા બાદ હવે નિષ્ણાંતોને આશા છે કે ત્રીજી લહેરની અસર બીજી લહેરની જેમ ઘાતક નહી હોય. જોકે, તેમ છતાં નિષ્ણાંતો લોકોને સતર્ક કરી રહ્યા છે કે તેઓ તહેવારોની સિઝન પહેલા અને તહેવારો દરમિયાન કોરોનાથી બચવાના ઉપાય ચાલુ રાખે.

દેશમાં કોરોનાના દરરોજ નોંધાતા કેસની સંખ્યા ઘણી ઘટી છે. 7 મે ના 24 કલાકમાં 4.14 લાખ નવા કેસ નોધાયા હતા જે કોરોનાની બીજી લહેરમાં ચરમસીમાએ હતા. પરંતુ વર્તમાનમાં કોરોનાના દૈનિક કેસ 20 હજારથી ઓછા છે. અમુક રાજ્યને બાદ કરતાં મોટાભાગના રાજ્યમાં કોરોનાની સ્થિતિ ઘણી હદ સુધી નિયંત્રણમાં છે.

સપ્ટેમ્બર અને ઓક્ટોબરના આંકડાની સરખામણી વર્તમાનના આંકડા સાથે કરીએ તો તેમા દૈનિક કોરોના કેસનો ઘટતો ક્રમ જોવા મળે છે. આ બાબતની જાણકારી વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન (WHO) એ આપી છે.

ગુજરાતની ટીમમાં રમતી મહિલા ખેલાડીએ ગર્લફ્રેન્ડ સાથે કરી સગાઈ, તસવીરો આવી સામે
SBI પાસેથી 25 વર્ષ માટે 50 લાખની હોમ લોન પર EMI કેટલી આવે?
પ્રાઇવેટ જેટ.. દુબઈમાં વિલા મુકેશ અંબાણી છે આ 10 મોંઘી વસ્તુઓના માલિક
મુકેશ અંબાણી રિલાયન્સ ગુપ સાથે ક્યારે જોડાયા?
સલમાન ખાનની 'ગર્લફ્રેન્ડ' લુલિયા છે ખુબ સુંદર, જુઓ ફોટો
ઐશ્વર્યા રાય બચ્ચન તેના પતિ અભિષેક કરતાં કેટલી મોટી?

સતત ઘટી રહ્યા છે આંકડા

WHO અનુસાર સપ્ટેમ્બરના પહેલા સપ્તાહમાં, ભારતમાં પ્રતિ દિવસ કોરોનાના 30,000 થી 40,000 કેસ નોંધાતા હતા. કેન્દ્રીય ગૃહ મંત્રાલયના આંકડા અનુસાર 7 સપ્ટેમ્બરના દૈનિક કેસ 31,222 નોંધાયા હતા. જે આગામી સપ્તાહ 9-15 સપ્ટેમ્બરમાં ઘટ્યા છે. 14 સપ્ટેમ્બરના આ સંખ્યા 25,404 થી અને 20 ઓક્ટોબર સુધી ઘટીને 14,623 પર આવી ગઈ છે.

WHO એ જણાવ્યું કે, બે અઠવાડિયામાં 1 થી 7 સપ્ટેમ્બર અને 9 થી 14 સપ્ટેમ્બરના આંકડા પર નજર કરીએ તો સમગ્ર ભારતમાં કોવિડ-19 કેસની કુલ સંખ્યામાં 20 ટકાનો ઘટાડો નોંધાયો છે. આ સિલસિલો ત્યારથી હાલ સુધી યથાવત છે.

કેરળની સ્થિતિ ચિંતાજનક

કેરળની સ્થિતિ વધારે ચિંતાજનક છે. જેમાં WHO (World Health Organization) ના રિપોર્ટમાં જોવા મળે છે કે, 30 ટકા જિલ્લા એવા છે જ્યાં 6-12 ઓક્ટોબર વચ્ચે નોંધાયેલા કેસની સરખામણીએ આગામી સપ્તાહ એટલે કે, 13-19 ઓક્ટોબર વચ્ચે નોંધાયેલ કેસમાં વૃદ્ધિ જોવા મળી છે. ગત અઠવાડિયા દરમિયાન સૌથી વધુ કેસ નોંધાતા મુખ્ય 10 જિલ્લામાં પણ ઘટાડો જોવા મળ્યો છે. રિપોર્ટ અનુસાર, મહારાષ્ટ્ર, કેરળ, કર્ણાટક, તમિલનાડુ અને આંધ્ર પ્રદેશ મુખ્ય 5 રાજ્ય છે. જેમાં કુલ કેસમાં 56 ટાકા છે. એટલે કે દેશભરના 56 ટકા નવા કેસ આ રાજ્યોમાં નોંધાઈ રહ્યા છે.

ઓક્ટોબરમાં નવા કેસમાં ઘટાડો

સપ્ટેમ્બરના પહેલા અઠવાડીયા 1-7 માં, 14 રાજ્યોએ છેલ્લા અઠવાડીયા 25-31 ઓગસ્ટની સરખામણીએ કેસમાં વૃદ્ધિ નોંધાવી હતી. નવા રિપોર્ટમાં, WHO એ જણાવ્યું કે, 13-19 ઓક્ટોબરના અઠવાડીયામાં ચાર રાજ્યોના કેસમાં વૃદ્ધિ નોંધાય છે. જ્યારે 31 રાજ્યોમાં છેલ્લું અઠવાડીયું 6-12 ઓક્ટોબરના આંકડાઓની સરખામણીએ કેસમાં ઘટાડો જોવા મળ્યો છે.

કેરલમાં 40 લાખથી વધુ કેસ નોંધવામાં આવ્યા છે. કર્ણાટક, તમિલનાડુ અને આંધ્ર પ્રદેશમાં 20 લાખથી વધુ કેસ નોંધવામાં આવ્યા છે. ભારતે 21 ઓક્ટોબરે એક મહત્વપૂર્ણ સિદ્ધિ હાસિલ કરી છે. જ્યારે દેશ એ 100 કરોડ વેક્સિનના ડોઝનો આંક પાર કર્યો છે. જણાવી દઈએ કે, રાષ્ટ્રવ્યાપી વેક્સિનેશન અભિયાન 16 જાન્યુઆરીએ શરૂ કરવામાં આવ્યું હતું અને 202 દિવસમાં પહેલા 50 કરોડ વેક્સિનેશનનો આંક પૂરો કર્યો અને આગામી 50 કરોડ માત્ર 76 દિવસમાં પૂર્ણ કર્યા છે.

આ પણ વાંચો: હાઇટેક ડ્રોન, સ્નાઈપર્સ અને 15 વિસ્તારમાં મોબાઈલ ઇન્ટરનેટ પર પ્રતિબંધ, અમિતશાહની જમ્મુ કાશ્મીર મુલાકાત પર ચુસ્ત સુરક્ષા

આ પણ વાંચો: BIG B નો ગજબનો ફેન્સ ! આ વ્યક્તિએ પોતાની ગાડી બચ્ચનના ડાયલોગથી પેઈન્ટ કરી, આ ક્રેઝી ફેન્સને જોઈને અમિતાભ પણ દંગ રહી ગયા

Latest News Updates

માતા રૂક્ષ્મણી અને ભગવાન દ્વારકાધીશનો ત્રીદિવસીય લગ્ન મનોરથ પૂર્ણ
માતા રૂક્ષ્મણી અને ભગવાન દ્વારકાધીશનો ત્રીદિવસીય લગ્ન મનોરથ પૂર્ણ
ટ્રકમાં ચોર ખાનું બનાવી દારૂની હેરાફેરીનો પર્દાફાશ
ટ્રકમાં ચોર ખાનું બનાવી દારૂની હેરાફેરીનો પર્દાફાશ
કોંગ્રેસના ઉમેદવારો ભૂવાના શરણે, માંડવામાં ધૂણ્યા, જુઓ VIDEO
કોંગ્રેસના ઉમેદવારો ભૂવાના શરણે, માંડવામાં ધૂણ્યા, જુઓ VIDEO
મહિલાઓને સાથે રાખીને ભાજપ સરકાર આગળ વધી રહી છે - નિર્મલા સિતારમણ
મહિલાઓને સાથે રાખીને ભાજપ સરકાર આગળ વધી રહી છે - નિર્મલા સિતારમણ
હાલ દેશમાં લોકશાહીની હત્યા થઇ રહી છે - નૈષદ દેસાઇ
હાલ દેશમાં લોકશાહીની હત્યા થઇ રહી છે - નૈષદ દેસાઇ
Surendranagar : પાણીના પ્રશ્ને વઢવાણના બાળા ગામે મહિલાઓ બની રણચંડી
Surendranagar : પાણીના પ્રશ્ને વઢવાણના બાળા ગામે મહિલાઓ બની રણચંડી
ધોરાજી પંથકમાં પાણી માટે વલખા, મહિલાઓએ ડોલો,તગારા લઇને કર્યો વિરોધ
ધોરાજી પંથકમાં પાણી માટે વલખા, મહિલાઓએ ડોલો,તગારા લઇને કર્યો વિરોધ
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે મળશે આકસ્મિક ધનલાભ
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે મળશે આકસ્મિક ધનલાભ
મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
g clip-path="url(#clip0_868_265)">