Corona case Update : દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 30,757 નવા કેસ નોંધાયા, 67 હજારથી વધુ સાજા થયા
ગોવા રાજ્યએ કોવિડ-19 વિરોધી રસી માટે પાત્રતા ધરાવતા 18 વર્ષથી વધુ ઉંમરના રાજ્યના તમામ 11.66 લાખ રહેવાસીઓને રસી આપીને 100 % સંપૂર્ણ રસીકરણનો લક્ષ્યાંક હાંસલ કર્યો છે.
દેશમાં કોવિડ-19ના (Covid-19) એક દિવસમાં નવા 30,757 કેસ નોંધાયા છે અને 541 લોકોના મૃત્યુ થયા છે. જ્યારે છેલ્લા 24 કલાકમાં 67,538 લોકો કોરોનાથી (Corona) સાજા થયા છે. અત્યાર સુધીમાં કુલ 4,19,10,984 લોકો કોરોનાથી સાજા થયા છે. ભારતમાં કોરોનાના (Corona Virus) સક્રિય કેસની સંખ્યા 3,32,918 છે. રિકવરી રેટ હાલમાં 98.03 % છે. દૈનિક પોઝિટિવ દર 2.61 % છે. જ્યારે સાપ્તાહિક પોઝિટિવિટી દર 3.04 % છે. છેલ્લા 24 કલાકમાં 34,75,951 રસીકરણ થયુ છે. અત્યાર સુધીમાં કુલ 1,74,24,36,288 રસીકરણ કરવામાં આવ્યું છે.
ગઈકાલ બુધવાર 16મી ફેબ્રુઆરીએ દેશમાં કોરોનાના 30 હજાર 615 કેસ નોંધાયા હતા. એટલે કે ગઈકાલની સરખામણીમાં આજે કેસોમાં થોડો વધારો થયો છે. આજે જાહેર કરાયેલા કોરોનાના નવા આંકડાઓમાં દિલ્હીમાં કોરોના વાયરસના 766 નવા દર્દીઓની પુષ્ટિ થઈ છે અને પાંચ સંક્રમિતોના મોત થયા છે. રાષ્ટ્રીય રાજધાની દિલ્લીમાં કોરોના સંક્રમણનો દર આંશિક રીતે ઘટીને 1.37 ટકા પર આવી ગયો છે. હેલ્થ બુલેટિન અનુસાર, દિલ્હીમાં કોવિડના કુલ કેસ વધીને 18,53,428 થઈ ગયા છે, જ્યારે 26,086 લોકોએ જીવ ગુમાવ્યો છે. દિલ્હીમાં કોરોના સંક્રમણના દૈનિક કેસોમાં ઘટાડો થયો છે. 13 જાન્યુઆરીએ અહીં સૌથી વધુ 28,867 કેસ નોંધાયા હતા. દિલ્લી શહેરમાં 14 જાન્યુઆરીએ 30.6 ટકા ચેપ દર નોંધાયો હતો, જે રોગચાળાના વર્તમાન લહેરમાં સૌથી વધુ છે.
ગોવાએ કોવિડ રસીકરણ લક્ષ્યાંક 100% હાંસલ કર્યું
ગોવાના આરોગ્ય વિભાગના એક અધિકારીએ બુધવારે જણાવ્યું હતું કે ગોવા રાજ્યએ કોવિડ-19 વિરોધી રસી માટે પાત્રતા ધરાવતા 18 વર્ષથી વધુ ઉંમરના રાજ્યના તમામ 11.66 લાખ રહેવાસીઓને રસી આપીને 100 % સંપૂર્ણ રસીકરણનો લક્ષ્યાંક હાંસલ કર્યો છે. અધિકારીએ જણાવ્યું હતું કે લક્ષ્ય હાંસલ કર્યા પછી, રાજ્યના આરોગ્ય સેવા નિદેશાલયે તેના તમામ કોવિડ રસીકરણ કેન્દ્રોને બંધ કરવાનો અને તેને સામાન્ય રસીકરણ કાર્યક્રમમાં સામેલ કરવાનો નિર્ણય લીધો છે.
આ પણ વાંચોઃ
હોંગકોંગમાં વધ્યા કોરોનાના કેસ તો ટેન્શનમાં આવ્યા શી જિનપિંગ, કહ્યુ – કંટ્રોલ કરવા ઝડપથી લો પગલા
આ પણ વાંચોઃ