AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

CHINA : કોરોનાના સંકટમાં પણ ચીનની નફ્ફટાઈ, રોકી રહ્યું છે ઓક્સીજન સંબંધી માલ-સામાન

CHINA : ચીનની સરકારી લોજિસ્ટિક્સ કંપનીએ ઝીઆન-દિલ્હી સહિત છ રૂટો પર તેની કાર્ગો સેવા સ્થગિત કરી.

CHINA : કોરોનાના સંકટમાં પણ ચીનની નફ્ફટાઈ, રોકી રહ્યું છે ઓક્સીજન સંબંધી માલ-સામાન
FILE PHOTO
| Updated on: Apr 26, 2021 | 4:27 PM
Share

CHINA : કોરોના સંકટમાં પણ ચીન (CHINA) પોતાની નફ્ફટાઈ રોકી નથી શકતું. ચીનની સરકારી માલિકીની સિચુઆન એરલાઇન્સે તેની તમામ કાર્ગો ફ્લાઇટ્સ આગામી 15 દિવસ ભારત માટે સ્થગિત કરી દીધી છે, જેના કારણે ખાનગી વેપારીઓને ચીનથી જરૂરી ઓક્સિજન સંબંધી સામાન અને અન્ય તબીબી પુરવઠો લઈ જવા માટે એક મોટો થાય છે. કોવિડ -19 ના વધતા જતા કેસોને ધ્યાનમાં રાખીને ચીની સરકારે ભારતને સમર્થન અને સહાયની ઓફર કરવા છતાં કંપનીએ આ પગલું ભર્યું છે.

ઝીઆન-દિલ્હી સહિત છ રૂટો બંધ કર્યા સિચુઆન એરલાઇન્સનો જ એક ભાગ સિચુઆન ચુઆનહાંગ લોજિસ્ટિક્સ કોર્પોરેશન લિમિટેડના એજન્ટ દ્વારા જાહેર કરાયેલા પત્રમાં કહેવામાં આવ્યું છે કે કંપની ઝીઆન-દિલ્હી સહિત છ રૂટો પર તેની કાર્ગો સેવા સ્થગિત કરી રહી છે. CHINA થી ઓક્સિજન રેગ્યુલેટર ખરીદવા માટે બોર્ડરની બંને બાજુ ખાનગી વેપારીઓ દ્વારા કરવામાં આવેલા ગંભીર પ્રયાસો વચ્ચે આ નિર્ણય લેવાયો છે. કંપનીએ કહ્યું છે કે કોરોના મહામારીમાં ભારતની સ્થિતિમાં આવેલા અચાનક પરિવર્તનને કારણે આયાતની સંખ્યામાં ઘટાડો થયો છે. આથી આગામી 15 દિવસ માટે ફ્લાઇટ મુલતવી રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

વ્યાપારીઓ અને એજન્ટોની ચિંતા વધી કંપનીએ પત્રમાં જણાવ્યું છે કે ભારતીય માર્ગ હંમેશાં સિચુઆન એરલાઇન્સનો મુખ્ય વ્યૂહાત્મક માર્ગ રહ્યો છે. આ માર્ગ પર સેવા સ્થગિત કરવાથી અમારી કંપનીને ભારે નુકસાન થશે. આ અનિશ્ચિત પરિસ્થિતિ માટે અમે દિલગીર છીએ. પત્ર મુજબ કંપની આગામી 15 દિવસમાં નિર્ણયની સમીક્ષા કરશે. કાર્ગો ફ્લાઇટ્સ સ્થગિત કરવાથી રાખવું એ એજન્ટો અને CHINA થી ઓક્સીજન રેગ્યુલેટર વગરે સામાન મોકલનારા વ્યાપારીઓની ચિંતા વધી છે.

CHINA માં ઉત્પાદકોએ 40 ટકા સુધી ભાવ વધાર્યો CHINA માં ઉત્પાદકોએ ઓક્સિજન સંબંધિત ઉપકરણોની કિંમત વધારીને 35 થી 40 ટકા કરી દીધી છે. નૂર ખર્ચમાં પણ આશરે 20 ટકાનો વધારો કરાયો છે. શાંઘાઈની કન્સાઈનમેન્ટ કંપની સિનો ગ્લોબલ લોજિસ્ટિક્સના સિદ્ધાર્થ સિંહાએ જણાવ્યું હતું કે સિચુઆન એરલાઇન્સના નિર્ણયથી બંને દેશોના ઉદ્યોગપતિઓ દ્વારા ઓક્સિજન રેગ્યુલેટરની ઝડપી આયાત અને ભારતમાં વહન કરવામાં અવરોધ ઉભો થશે. તેમણે કહ્યું કે હવે આ ઉપકરણો મોકલવાનું વધુ પડકારજનક બનશે અને તેમને સિંગાપોર અને અન્ય દેશો દ્વારા વિવિધ વિમાન કંપનીઓ દ્વારા મોકલવા પડશે જેનાથી આ આવશ્યક સાધનોની સપ્લાયમાં વિલંબ થશે

આ પણ વાંચો : કોરોનાના કપરા સમયમાં સાઉદી અરેબિયાએ આપ્યો સાથ, અદાણી ગૃપના સહયોગથી ભારત આવશે 80 મેટ્રિક ટન ઓક્સિજન

Follow Us
તમારા વજન પર નજર રાખો, અણધાર્યા નફાનો લાભ થશે
તમારા વજન પર નજર રાખો, અણધાર્યા નફાનો લાભ થશે
અમરેલીમાં ભૂકંપના આંચકા પાછળ વરસાદ જવાબદાર?
અમરેલીમાં ભૂકંપના આંચકા પાછળ વરસાદ જવાબદાર?
ગુજરાતમાં ગરમીનો પારો ઉંચકાશે, 40 ડિગ્રીને પાર પહોંચશે તાપમાન
ગુજરાતમાં ગરમીનો પારો ઉંચકાશે, 40 ડિગ્રીને પાર પહોંચશે તાપમાન
પાટણના નવા નજુપુરામાં ચૂંટણી બહિષ્કારની ગુંજ
પાટણના નવા નજુપુરામાં ચૂંટણી બહિષ્કારની ગુંજ
અંબાજીમાં 'નક્કી લેક' જેવો નજારો: ₹53 કરોડનો માસ્ટરપ્લાન
અંબાજીમાં 'નક્કી લેક' જેવો નજારો: ₹53 કરોડનો માસ્ટરપ્લાન
હાર ભાળી ગયેલી ભાજપ વોરંટના જોરે ચૂંટણી જીતવા માંગે છે: ગોપાલ ઇટાલિયા
હાર ભાળી ગયેલી ભાજપ વોરંટના જોરે ચૂંટણી જીતવા માંગે છે: ગોપાલ ઇટાલિયા
સુરેન્દ્રનગરમાં ACBનો સપાટો: નાયબ મામલતદાર લાંચ લેતા ઝડપાયા
સુરેન્દ્રનગરમાં ACBનો સપાટો: નાયબ મામલતદાર લાંચ લેતા ઝડપાયા
કાર્યકર્તાની હત્યાના આરોપીઓને પક્ષમાં સમાવીને ભાજપે કયો સંદેશ આપ્યો?
કાર્યકર્તાની હત્યાના આરોપીઓને પક્ષમાં સમાવીને ભાજપે કયો સંદેશ આપ્યો?
ક્રિષ્ણા ડેરી-ગોતા,રાધે ડેરી-નરોડામાંથી મળ્યુ 244 કિલો શંકાસ્પદ પનીર
ક્રિષ્ણા ડેરી-ગોતા,રાધે ડેરી-નરોડામાંથી મળ્યુ 244 કિલો શંકાસ્પદ પનીર
અમદાવાદના જગન્નાથ મંદિરનુ જમીન કૌંભાડ! દાનમાં મળેલ જમીન મુસ્લિમને વેચી
અમદાવાદના જગન્નાથ મંદિરનુ જમીન કૌંભાડ! દાનમાં મળેલ જમીન મુસ્લિમને વેચી
g clip-path="url(#clip0_868_265)">