રસીકરણ અભિયાનમાં આવશે ગતિ : જૂન મહિનામાં Serum institute કેન્દ્ર સરકારને Covishield ના 10 કરોડ ડોઝ આપશે

સીરમ ઇન્સ્ટીટયુટ (Serum institute) એ ગૃહપ્રધાન અમિત શાહને તાજેતરમાં લખેલા પત્રમાં જણાવ્યું છે કે કોરોના મહામારીને કારણે વિવિધ પડકારો હોવા છતાં તેના કર્મચારીઓ 24 કલાક કામ કરી રહ્યા છે.

રસીકરણ અભિયાનમાં આવશે ગતિ : જૂન મહિનામાં Serum institute કેન્દ્ર સરકારને Covishield ના 10 કરોડ ડોઝ આપશે
FILE PHOTO
Follow Us:
| Updated on: May 30, 2021 | 9:01 PM

દેશમાં કોરોના મહામારી સામે રરસીકરણ અભિયાન પુરજોશમાં શરૂ છે. દેશમાં અત્યાર સુધીમાં 22 કરોડથી વધુ લોકોને કોરોના વેક્સિન અપાઈ છે. હવે રસીકરણ અભિયાન અંગે મોટા સમાચાર સામે આવ્યા છે. કોરોના વેક્સિન ઉત્પાદક પુણેની સીરમ ઇન્સ્ટીટયુટ (Serum institute) એ મોટી જાહેરાત કરી છે. સીરમ  જૂન મહિનામાં કેન્દ્ર સરકારને કોવીશિલ્ડ (Covishield) ના 10 કરોડ ડોઝ આપશે.

સીરમમાં 24 કલાક કામ શરૂ છે સીરમ ઇન્સ્ટીટયુટ (Serum institute) એ કેન્દ્ર સરકારને કહ્યું છે કે તે જૂન મહિનામાં 10 કરોડ કોવિશિલ્ડ ડોઝનું ઉત્પાદન અને સપ્લાય કરશે. કંપનીનું આ નિવેદન એવા સમયે આવ્યું છે કે જયારે દેશમાં કોરોના વાયરસની રસીની અછત વર્તાઈ રહી છે. સીરમ ઇન્સ્ટીટયુટે ગૃહપ્રધાન અમિત શાહને તાજેતરમાં લખેલા પત્રમાં જણાવ્યું છે કે, કોરોના મહામારીને કારણે વિવિધ પડકારો હોવા છતાં તેના કર્મચારીઓ 24 કલાક કામ કરી રહ્યા છે.

ઉત્પાદન ક્ષમતા કરતા વધુ ઉત્પાદન કરશે સીરમ ઇન્સ્ટીટયુટ (Serum institute)ના સરકારી અને નિયમનકારી બાબતોના નિયામક પ્રકાશ કુમારસિંહે પત્રમાં જણાવ્યું હતું કે,

આજનું રાશિફળ તારીખ 26-04-2024
ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
વિરાટ કોહલીએ ફટકારી અડધી સદી, છતાં આ મામલે કર્યા નિરાશ
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?

“અમને એ જણાવતાં આનંદ થાય છે કે અમે જૂન મહિનામાં કોવીશિલ્ડ (Covishield) વેક્સિનના 9 થી 10 કરોડ ડોઝનું ઉત્પાદન અને સપ્લાય કરીશું, જે અમારી મે મહિનાની 6.5 કરોડ ડોઝની ઉત્પાદન ક્ષમતા કરતા પણ વધારે હશે. અમે તમને ખાતરી આપીએ છીએ કે ભારત સરકારના સમર્થન અને માર્ગદર્શન હેઠળ, અમે આવતા મહિનામાં વેક્સિન ઉત્પાદનની ક્ષમતા વધારવા માટે અમારા સંસાધનોનો શ્રેષ્ઠ ઉપયોગ કરવાનો પ્રયાસ કરી રહ્યા છીએ.”

કેન્દ્ર રાજ્યોને 12 કરોડ ડોઝ આપશે સીરમ ઇન્સ્ટીટયુટ (Serum institute) ની કોવીશિલ્ડ (Covishield) વેક્સિન સહીત કેન્દ્ર સરકાર જૂન મહિનામાં રાજ્યોને વેક્સિનના 12 કરોડ ડોઝ આપશે. કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે જૂન મહિનામાં રાજ્યોને કોરોના વેક્સિનના 12 કરોડ ડોઝ આપવાનો દાવો કર્યો અને રાજ્યોને તેનું સપ્લાય શેડ્યૂલ પણ મોકલ્યું છે.

રાજ્યો-કેન્દ્રશાસિત પ્રદેશો પાસે હાલ 1.82 કરોડ ડોઝ ભારત સરકારે અત્યાર સુધીમાં વિનામૂલ્યે તેમજ સીધી ખરીદીમાં રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને 22.77 કરોડ ડોઝ ઉપલબ્ધ કરાવ્યા છે. આમાંથી વેસ્ટેજ સહીત કુલ 20,80,09,397 ડોઝનો ઉપયોગ કરવામાં આવ્યો છે. રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશો પાસે હાલ કોરોના વેક્સીનના 1.82 કરોડ ડોઝ ઉપલબ્ધ છે.

આ પણ  વાંચો : વિપક્ષ પર BJP ના પ્રહાર : પહેલા ‘મોદી વેક્સિન’ કહીને મજાક ઉડાવ્યો, હવે એ જ વેક્સિનના ડોઝ માટે બુમો પાડી રહ્યાં છો !

Latest News Updates

નવસારીની કેસર કેરીના શોખીનો માટે માઠા સમાચાર
નવસારીની કેસર કેરીના શોખીનો માટે માઠા સમાચાર
તાપીના વાલોડ, વ્યારા, ડોલવણમાં વરસ્યો વરસાદ, માવઠું થતા જગતનો તાત ચિંત
તાપીના વાલોડ, વ્યારા, ડોલવણમાં વરસ્યો વરસાદ, માવઠું થતા જગતનો તાત ચિંત
આકરા ઉનાળા વચ્ચે વલસાડ શહેર અને આસપાસના વિસ્તારમાં કમોસમી વરસાદ
આકરા ઉનાળા વચ્ચે વલસાડ શહેર અને આસપાસના વિસ્તારમાં કમોસમી વરસાદ
આ રાશિના જાતકોને થશે ધનલાભ, જાણો તમારુ રાશિફળ
આ રાશિના જાતકોને થશે ધનલાભ, જાણો તમારુ રાશિફળ
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
g clip-path="url(#clip0_868_265)">