AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Covid-19: બ્રિટને કોરોનાની સારવાર માટે મર્કની મોલ્નુપીરાવીર ટેબ્લેટને આપી મંજૂરી, આવું કરનાર પ્રથમ દેશ

યુકેના સ્વાસ્થ્ય મંત્રી સાજિદ જાવિદે કહ્યું કે આ અમારા માટે ઐતિહાસિક દિવસ છે. યુકે વિશ્વનો પહેલો દેશ છે જેણે આ દવાને મંજૂરી આપી છે. દર્દીઓ ઘરે બેસીને આ દવા લઈ શકે છે. આ દવા કોરોના મહામારી સામે ગેમ ચેન્જર સાબિત થશે.

Covid-19: બ્રિટને કોરોનાની સારવાર માટે મર્કની મોલ્નુપીરાવીર ટેબ્લેટને આપી મંજૂરી, આવું કરનાર પ્રથમ દેશ
Molnupiravir Tablet
TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 04, 2021 | 8:26 PM
Share

કોરોના મહામારી (Corona Virus)એ સમગ્ર વિશ્વને ભરડામાં લીધું છે, ત્યારે સૌ પહેલા બધાની નજર વેક્સિન પર હતી ત્યારે હવે બધાની નજર કોરોના ટેબલેટ પર છે. એવામાં બ્રિટન એવો પહેલો દેશ છે જેમને મર્કની મોલ્નુપીરાવીર ટેબ્લેટને મંજૂરી આપી છે બ્રિટને(Britain) મર્કની એન્ટિ-વાયરલ ગોળી (Anti-viral tablet)ને મંજૂરી આપી છે, જે કોરોના ચેપની સારવારમાં ઉપયોગી માનવામાં આવે છે.

આ દવાનું નામ મોલ્નુપીરાવીર છે. આ સાથે બ્રિટન પહેલો દેશ છે જેણે કોરોનાની સારવારમાં આ દવાનો ઉપયોગ કરવાની મંજૂરી આપી છે. યુકે સરકાર હાલમાં 18 અને તેથી વધુ ઉંમરના લોકો પર આ દવાનો ઉપયોગ કરવાની મંજૂરી આપી છે. બ્રિટનની મેડિસિન એન્ડ હેલ્થકેર પ્રોડક્ટ્સ રેગ્યુલેટરી ઓથોરિટી (MHRA) અનુસાર આ દવા કોરોનાના લક્ષણોને ઘટાડવામાં અસરકારક સાબિત થઈ છે અને તેના કોઈ નકારાત્મક પરિણામો જોવા મળ્યા નથી. આ દવા કોરોના ચેપના શરૂઆતના દિવસોમાં અસરકારક સાબિત થઈ છે.

આ દવાના આગમનથી યુકેની હોસ્પિટલો પરનો બોજ ઘટશે. જો કે હજુ સુધી એ વાતની પુષ્ટિ થઈ નથી કે આ દવા કેટલા સમય સુધી સામાન્ય લોકો સુધી પહોંચશે. આ પ્રસંગે યુકેના આરોગ્ય મંત્રી સાજિદ જાવિદે કહ્યું કે આ અમારા માટે ઐતિહાસિક દિવસ છે. યુકે વિશ્વનો પહેલો દેશ છે જેણે આ દવાને મંજૂરી આપી છે. દર્દીઓ ઘરે બેસીને આ દવા લઈ શકે છે. આ દવા કોરોના મહામારી સામે ગેમ ચેન્જર સાબિત થશે.

અન્ય દેશો પણ સમીક્ષા કરી રહ્યા છે

યુકેએ ઓક્ટોબરમાં જાહેરાત કરી હતી કે તે મોલ્નુપીરાવીરના 480,000 ડોઝ ખરીદી રહ્યું છે. કોરોના મહામારીની લહેરે બ્રિટનમાં ભારે તબાહી મચાવી છે. અમેરિકા અને યુરોપિયન દેશો પણ આ દવાની સમીક્ષા કરી રહ્યા છે. યુએસ આ દવાના 1.7 મિલિયન ડોઝ ખરીદવાની પણ યોજના બનાવી છે.

આ પણ વાંચો:  ક્રેડિટ કાર્ડથી શોપિંગ થઈ જાય અને વ્યાજ સાથે લેટ ફાઈન પણ ન લાગે તેના માટે અપનાવો આ 4 સરળ રીત

આ પણ વાંચો: Good News: કપાસની માંગમાં જોરદાર વધારો, ભાવ પ્રતિ ક્વિન્ટલ 10 હજાર રૂપિયા સુધી પહોંચી શકે છે, ખેડૂતોમાં ખુશીની લહેર

આ પણ વાંચો: Success Story: યુવા ખેડૂતે ખેતીમાં અજમાવ્યું નસીબ, ખેતી અને પશુપાલનથી કરે છે લાખોની કમાણી

g clip-path="url(#clip0_868_265)">