કોરોના કાળમાં વધુ એક મોટી સમસ્યા, બાયો મેડિકલ વેસ્ટને કારણે 23 રાજ્યોમાં સંક્રમણ ફેલાવવાનો ભય
કરોડોની સંખ્યામાં લોકો કોરોના સંક્રમિત થયા અને તેમના ઇલાજ પાછળ મોટા પ્રમાણમાં મેડિકલ વેસ્ટ ઉત્પન્ન થઇ રહ્યો છે. કોરોના સંક્રમિત દર્દી માટે ઉપયોગમાં લેવાયેલી વસ્તુઓને ગમે ત્યાં ફેકી દેવાય છે.
કોરોનાના કારણે દુનિયામાં લાખો લોકો પોતાનો જીવ ગુમાવી ચૂક્યા છે. દુનિયાના બધા જ દેશો કોરોનાથી બચવા માટે કડક નિયંત્રણો લાગુ કરી રહ્યા છે. કોરોનાની બીજી લહેરે કેટલાક દેશોમાં તબાહી મચીવી દીધી. ભારત પણ તેમાંથી બાકાત નથી. ડૉકટર્સ અને આરોગ્યકર્મીઓ સામે હાલ કેટલાક પડકારો છે તેવામાં હવે એક નવી સમસ્યા સામે આવી રહી છે
જેટલી ઝડપથી કોરોનાના કેસો વધી રહ્યા છે તેટલી જ ઝડપથી બાયો મેડિકલ વેસ્ટ પણ ઉત્પન્ન થઇ રહ્યો છે. કરોડોની સંખ્યામાં લોકો કોરોના સંક્રમિત થયા અને તેમના ઇલાજ પાછળ મોટા પ્રમાણમાં મેડિકલ વેસ્ટ ઉત્પન્ન થઇ રહ્યો છે. કોરોના સંક્રમિત દર્દી માટે ઉપયોગમાં લેવાયેલી વસ્તુઓને ગમે ત્યાં ફેકી દેવાય છે. આ વસ્તુઓમાં ખતરનાક રસાયણો હોય છે. ગમે ત્યાં ફેકાયેલા આ કચરાને કારણે સંક્રમણ વધવાની શક્યતા વધી જાય છે
ઇન્ટરનેશનલ ઇન્સ્ટીટ્યુટ ઓફ પોપ્યુલેશન સાયન્સ પ્રમાણે, બાયો મેડિકલ વેસ્ટનું યોગ્ય નિકાલ ન થવાને કારણે 23 જેટલા રાજ્યોમાં સંક્રમણ વધવાનું જોખમ છે. આ સ્ટડીને હાલમાં જ એક વેસ્ટ મેનેજમેન્ટ એન્ડ રિસર્ચ જર્નલમાં પ્રકાશિત કરવામાં આવી છે. આ રિસર્ચમાં જાણવા મળ્યુ છે કે, લગભગ 70 ટકા જેટલા રાજ્યોમાં બાયો મેડિકલ વેસ્ટના નિકાલ માટેની યોગ્ય વ્યવસ્થા નથી. ફક્ત 12 જ એવા રાજ્યો છે જે આ વેસ્ટના નિકાલ માટે નિયમોનું પાલન કરે છે.
જો આંકડાઓની વાત કરવામાં આવે તો ભારતમાં ગત વર્ષે જૂનથી ડિસેમ્બર વચ્ચે 32996 મેટ્રીક ટન જેટલો બાયો મેડિકલ વેસ્ટ ઉત્પન્ન થયો હતો. આ મામલે મહારાષ્ટ્રની હાલત સૌથી ખરાબ છે. મહારાષ્ટ્રમાં આ સમય દરમિયાન 989 મેટ્રિક ટન બાયોમેડિકલ વેસ્ટ ઉત્પન્ન થયો હતો
આ પણ વાંચો – Michael Jackson Death Anniversary: પોપસ્ટારની જીંદગી સાથે જોડાયેલી આ 10 રસપ્રદ વાત તમને ખબર છે?