AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Ahmedabad : વેક્સિન બાબતે પોલીસનું જાગૃતિ અભિયાન, AMCએ પોલીસને સોંપી નવી જવાબદારી

AMC દ્વારા વેકસીનને લઈને લોકોને જાગૃત કર્યા હોવા છતાં લોકો વેક્સિન લેવામાં બેદરકાર બન્યા છે. જેથી હવે AMCએ પોલીસની મદદ લીધી છે. કોરોના સંક્રમણને અટકાવવા પોલીસે માસ્ક અને સોસીયલ ડિસ્ટન્સને લઈને જે રીતે કડક બની હતી.

Ahmedabad : વેક્સિન બાબતે પોલીસનું જાગૃતિ અભિયાન, AMCએ પોલીસને સોંપી નવી જવાબદારી
Ahmedabad: Police awareness campaign on vaccine (file)
Mihir Soni
| Edited By: | Updated on: Jan 05, 2022 | 5:43 PM
Share

કોરોનાનું (Corona) સક્રમણ વધતા શહેર પોલીસે (Police) શરૂ કર્યું અભિયાન. વેકસીન (Vaccine) નહિ લેનાર લોકોને પોલીસ ફોન કરીને વેકસીન લેવાની સૂચના આપી રહી છે. વેકસીન ન લેનારા નામનું લિસ્ટ AMCએ પોલીસને સોંપ્યું. શહેર પોલીસના માથે વધુ એક જવાબદારી સામે આવી. જોકે એક જ દિવસમાં પોલીસ હજારો લોકો ફોન કર્યા અને ખૂબ સારો પ્રતિસાદ મળ્યો.

કોરાના (Corona) અને ઑમિક્રૉનના (Omicron) કેસો વધતા ફરી તંત્રમાં ચિંતા વધતા હવે શહેર પોલીસ મેદાનમાં આવી છે. AMC દ્વારા વેકસીનને લઈને લોકોને જાગૃત કર્યા હોવા છતાં લોકો વેક્સિન લેવામાં બેદરકાર બન્યા છે. જેથી હવે AMCએ પોલીસની મદદ લીધી છે. કોરોના સંક્રમણને અટકાવવા પોલીસે માસ્ક અને સોસીયલ ડિસ્ટન્સને લઈને જે રીતે કડક બની હતી. તેવી જ રીતે હવે વેકસીન નહિ લેનાર લોકો સામે કડક બની છે. જો તમે વેકસીનનો બીજો ડોઝ નથી લીધો તો ચેતી જજો. તમને સ્થાનિક પોલીસનો ફોન આવશે. અને પછી વેક્સીન લેવાની એક અપીલ કરશે. જોકે શહેરમાં 5 લાખથી વધુ લોકોએ વેકીસનનો બીજો ડોઝ નથી લીધો. જેમાં સૌથી વધુ પુર્વ વિસ્તારના લોકો વેક્સીન લેવામાં નિષ્કાળજી જોવા મળી છે. જેથી પોલીસે ફોન કરીને વેકસીન લેવાની સૂચના આપી રહી છે.

વેક્સીન ન લેનારા નામનું લિસ્ટ મ્યુનિસિપલકોર્પોરેશનએ શહેર પોલીસને સોંપ્યું છે. પોલીસ દ્વારા 40 હજારથી વધુ લોકોને ફોન કરી વેક્સીન લેવા અપીલ કરવામાં આવી છે. સૌથી વધુ પુર્વ વિસ્તારમાં કોરોનાનો બીજો ડોઝ નથી લીધો. જેથી કોર્પોરેશન ફોન કરીને જાણ કરતું પણ લોકો માનતા નથી. પણ પોલીસ દ્વારા લોકોને કડક બનીને વેક્સીન લેવાનો પ્રયાસ શરૂ કરવામાં આવ્યો છે. શહેર પોલીસ વેક્સીન અભિયાન સારો પ્રતિસાદ મળી રહ્યો છે. સાથે પોલીસે સ્પીકર અને સોસાયટીમાં જઈને પણ લોકોને વેકસીન માટે જાગૃત કરવાનું શરૂ કર્યું છે.

AMC અને પોલીસે સંયુક્ત રીતે કોરોનાનું સક્રમણ અટકાવવા અને લોકોને સુરક્ષિત રાખવા માટેનું અભિયાન શરૂ કર્યું. ત્યારે હવે પોલીસની કડક કાર્યવાહીથી લોકો વેકસીન લેશે તેવી આશા છે.

આ પણ વાંચો : Ahmedabad : ઇલેક્ટ્રોથર્મના ડાયરેકટર શૈલેષ ભંડારીને ત્યાં CBIની રેડ, વિદેશી દારૂ અને રદ્દ ચલણી નોટો જપ્ત

આ પણ વાંચો : Fraud: વિદેશમાં નોકરી અપાવવાની લાલચ આપી ચેન્નાઈના ઠગબાજે સુરતના વ્યક્તિ પાસે 16 લાખ પડાવી લીધા

g clip-path="url(#clip0_868_265)">