AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Fraud: વિદેશમાં નોકરી અપાવવાની લાલચ આપી ચેન્નાઈના ઠગબાજે સુરતના વ્યક્તિ પાસે 16 લાખ પડાવી લીધા

વિદેશમાં નોકરી મળવાની લાલચમાં આવીને લાખો રૂપિયા ગુમાવવાનો વારો આવ્યો છે. જેમાં નોકરી તો ન મળી પણ ઘરના રૂપિયા પણ જતા રહ્યા. ચેન્નાઈના આ શખ્સની તપાસ કરવા સુરત પોલીસ દ્વારા ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે. 

Fraud: વિદેશમાં નોકરી અપાવવાની લાલચ આપી ચેન્નાઈના ઠગબાજે સુરતના વ્યક્તિ પાસે 16 લાખ પડાવી લીધા
File Image
TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 05, 2022 | 5:22 PM
Share

સુરત શહેરના બેગમપુરા વિસ્તારમાં રહેતા આધેડને ચેન્નાઈનો (Chennai) ઠગબાજ ભેટી ગયો હતો. પાંચ વર્ષ અગાઉ ટેલિફોનિક સંપર્કમાં આવેલા ઠગબાજ ઈસમે ન્યુઝીલેન્ડમાં (New Zealand) મોકલી ત્યાં નોકરી(Job ) અપાવવાની લાલચ આપી હતી. બાદમાં આધેડ તેની વાતોમાં આવી જતા તેની પાસેથી અલગ અલગ ચાર્જ પેટે અને વિઝા અપાવવાના બહાને તેણે રૂપિયા 16.22 લાખ પડાવી લીધા હતા.

ત્યારબાદ ન્યુઝીલેન્ડમાં નોકરી નહીં અપાવી તેની સાથે ઠગાઈ કરી હતી. આધેડે જ્યારે તેની પાસે પૈસા પરત માંગ્યા ત્યારે તેમને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. જેથી ભોગ બનનારે પોલીસ ફરિયાદ નોંધાવી હતી.

શું છે આખી હકીકત?

બનાવની વિગત એવી છે કે બેગમપુરા હુસાબી બિલ્ડીંગ કુતબીવાડી આમખાસમાં રહેતા 43 વર્ષીય હાબીલ શબ્બીરભાઈ મીઠાઈવાલા નોકરી કરી પરિવારનું ગુજરાન ચલાવે છે. 2016માં ઓક્ટોબર મહિનામાં તેમણે એક વ્યક્તિનો ફોન આવ્યો હતો અને તેને ન્યૂઝીલેન્ડના વિઝા અપાવી ન્યુઝીલેન્ડ મોકલી ત્યાં નોકરી અપાવવાની લાલચ આપી હતી.

જેથી હાબીલ તેની વાતોમાં ભોળવાઈ ગયા હતા અને વાતોમાં આવી હા પાડી દીધી હતી. બાદમાં આ ઈસમે તેમને વિઝા પ્રોસેસ, ડોક્યુમેન્ટ સહીત વિવિધ પ્રોસેસના નામે પૈસા મંગાવ્યા હતા. છેલ્લા પાંચ વર્ષના સમયગાળા દરમિયાન હાબીલે ટુકડે ટુકડે રૂપિયા 16.22 લાખ ચૂકવી દીધા હતા. ત્યારબાદ પણ આ ઈસમે ન્યુઝીલેન્ડમાં નોકરી નહીં અપાવી વધુ પૈસાની માંગણીઓ ચાલુ રાખી હતી. બાદમાં હાબીલને પોતાની સાથે ઠગાઈ થઈ હોવાનું માલુમ પડતા તેમને રૂપિયા પરત માંગ્યા હતા.

જેથી ઠગબાજ ઈસમે પૈસા પરત આપવાના બદલે જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. જેથી આખરે આ મામલે તેઓએ પોલીસ ફરિયાદ નોંધાવી હતી. પોલીસે ચેન્નાઈમાં રહેતા આ આરોપી સામે રૂપિયા 16,22,500ની ઠગાઈનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

આમ, વિદેશમાં નોકરી મળવાની લાલચમાં આવીને લાખો રૂપિયા ગુમાવવાનો વારો આવ્યો છે. જેમાં નોકરી તો ન મળી પણ ઘરના રૂપિયા પણ જતા રહ્યા. ચેન્નાઈના આ શખ્સની તપાસ કરવા સુરત પોલીસ દ્વારા ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે.

આ પણ વાંચો : Surat : કોરોનાની રીવ્યુ બેઠકમાં કલેકટર, ડોક્ટર સાથે હાજર સિવિલના આરએમઓ જ કોરોના પોઝિટિવ આવતા ચિંતા

આ પણ વાંચો : SURAT : એસબીઆઇ બેંકના કર્મચારીએ યુવતી પર દુષ્કર્મ આચર્યું, ગર્ભ રહી જતા બળજબરીથી ગર્ભપાતની ગોળીઓ પીવડાવી

g clip-path="url(#clip0_868_265)">