Surat: એક જ દિવસમાં આટલા વિદ્યાર્થીઓ અને શિક્ષકો કોરોનાના ભરડામાં, છેલ્લા 9 દિવસમાં 126 વિદ્યાર્થીઓને કોરોના
સુરત શહેરમાં છેલ્લા 9 દિવસમાં વિદ્યાર્થીઓના કેસની સંખ્યા વધીને 126 થઈ ગઈ છે. તો 2 જાન્યુઆરીએ નોંધાયેલા કેસની વિગત ચિંતાજનક છે.
Corona in Surat: સુરતની સ્કૂલોમાં (Schools) કોરોનાનું સંક્રમણ વધી રહ્યું છે. ગઈકાલે કોરોનાના નવા 209 કેસ નોંધાયા. જેમાં 19 વિદ્યાર્થીઓ (Students) અને 4 શિક્ષકો (Teachers) પણ સામેલ છે. છેલ્લા 9 દિવસમાં વિદ્યાર્થીઓના કેસની સંખ્યા વધીને 126 થઈ ગઈ છે. જે સ્કૂલોમાં કોરોનાના કેસ નોંધાયા છે તેમાં મહાવીર સ્કૂલ, SD જૈન, લૂડ્સ કોન્વેન્ટ, JH અંબાણી, LP સવાણી વેસુ અને પાલ, LPD સ્કૂલ પુણા, ગુરૂકુળ વિદ્યાલય, GD ગોએન્કા, રિવરડેલ, ગજેરા, લિટર ફ્લાવર સ્કૂલ અને ગુરૂકૃપા વિદ્યાલયનો સમાવેશ થાય છે.
કયા વિસ્તારમાં કેટલા કેસ?
શહેરમાં નોંધાયેલા 209 કેસમાંથી 91 કેસ અઠવા, 30 કેસ રાંદેર અને 26 કેસ કતારગામમાં છે. કુલ એક્ટીવ કેસની સંખ્યા 743 થઇ છે. જેમાંથી 23 દર્દી હોસ્પિટલમાં દાખલ છે. તો બીજીતરફ શહેરમાં કોરોનાના વધતા કેસ વચ્ચે માઇક્રો કન્ટેનમેન્ટની કડક અમલવારી કરવા પાલિકાએ કવાયત હાથ ધરી છે. 1 અઠવાડિયા અગાઉ 143 માઇક્રો કન્ટેઇનમેન્ટ હતા. જે હાલમાં વધીને 264 ઉપર થઈ ગયા છે. તો આતરફ ધન્વંતરી રથ 135થી 200 અને સંજીવની રથ 15થી 40 કરાયા છે.
તો જણાવી દઈએ કે આજથી બાળકોના રસીકરણનો પ્રારંભ થયો છે. રાજ્યમાં આજથી 15થી 18 વયના કિશોરોના રસીકરણનો (Corona Vaccination) પ્રારંભ થઈ ગયો છે. મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે (CM Bhupendra Patel) ગાંધીનગરના કોબામાંથી બાળકોના રસીકરણ મહાભિયાનનો શુભારંભ કરાવી દીધો છે. ગાંધીનગર નજીક કોબાની જી ડી કોબાવાલા હાઈસ્કૂલથી રસીકરણનો આરંભ કરાવ્યો છે. મુખ્યપ્રધાને સ્કૂલમાં પહોંચી 15થી 18 વર્ષના બાળકોને કોરોના સામે સુરક્ષા કવચ રૂપી વેક્સિનેશન ડ્રાઈવની રાજ્યમાં શરૂઆત થવાની કામગીરીનું નિરીક્ષણ કર્યું.
આ પણ વાંચો: બાળકોના વેક્સિનેશન વિશે આરોગ્ય કમિશનરનું મોટું નિવેદન: ઉપલબ્ધ વેક્સિન અને ટીમની કેપેસિટી પર કહી આ વાત