AHMEDABAD : કોરોનાના મોતના આંકડામાં ગોલમાલ, ટીવી9નું સ્મશાન ગૃહમાં રિયાલીટી ચેક

હાલમાં માહોલ એવો સર્જાયો છે કે એક તરફ ટેસ્ટિંગમાં લાઈન. સારવારમાં લાઇન. વેકસીનેશનમાં લાઈન. ઇન્જેક્શન લેવામાં લાઈન અને અંતિમવિધિમાં પણ લાઈન જોવા મળી રહી છે.

AHMEDABAD : કોરોનાના મોતના આંકડામાં ગોલમાલ, ટીવી9નું સ્મશાન ગૃહમાં રિયાલીટી ચેક
Follow Us:
Darshal Raval
| Edited By: | Updated on: Apr 09, 2021 | 9:14 PM

ગુજરાત અને અમદાવાદમાં હાઇટાઇમ કોરોના કેસ. કોરોના કેસ સામે મોતના આંકડા પણ હાઇટાઇમ. જોકે બે સરકારી ચોપડે મોતના અલગ અલગ આંકડા સામે આવ્યા છે. સાથે જ અમદાવાદ સ્મશાનમાં સુરત સ્મશાન જેવી પરિસ્થિતિ બની રહી હોવાના પણ શહેરીજનોના આક્ષેપ છે.

મૃતકના પરિવારજનોનો આક્ષેપ છે કે સ્મશાનમાં 2 થી 3 કલાક મૃતદેહને અંતિમ વિધિ માટે રાહ જોવી પડે છે. કેટલાક લોકો તો વિવિધ સ્મશાન ફર્યા બાદ મૃતદેહ ની અંતિમ વિધિ થઈ રહી છે.

હાલમાં માહોલ એવો સર્જાયો છે કે એક તરફ ટેસ્ટિંગમાં લાઈન. સારવારમાં લાઇન. વેકસીનેશનમાં લાઈન. ઇન્જેક્શન લેવામાં લાઈન અને અંતિમવિધિમાં પણ લાઈન જોવા મળી રહી છે.

IPL 2024 : આઈપીએલની મિસ્ટ્રી ગર્લ કોણ જાણો , જુઓ ફોટો
યુઝ કરેલા વેટ વાઈપ્સને ફેકવાની જગ્યાએ આ રીતે કરો ઉપયોગ
લસણ ભલે ઔષધિ હોય, પણ વધારે ખાવાથી થાય છે નુકસાન, જાણો કેટલી માત્રામાં ખાવું
કેળા સાથે ભૂલથી પણ ના ખાતા આ વસ્તુઓ, ફાયદાને બદલે થશે નુકસાન
આજનું રાશિફળ તારીખ 26-04-2024
લાલ લહેંગો, હાથમાં ચૂડો અને હેવી જ્વેલરી..લગ્નમાં પરી જેવી લાગી આરતી સિંહ

વેઇટિંગને લઈને મૃતકના પરિજનોએ વ્યવસ્થામાં વધારો કરવા માંગ કરી છે. તો કોંગ્રેસના પૂર્વ વિપક્ષ નેતા અને કોંગ્રેસ નેતાએ સરકાર આંકડા છુપાવતી હોવાના આક્ષેપ કર્યા. સાથે જ ભઠી વધારવા માંગ કરી. તો હાલ કેટલાક સ્થળે એક જ ભઠીમાં નોર્મલ અને કોરોના મૃતદેહના નિકાલ કરતા સ્થાનિકોમાં નારાજગી પણ વ્યાપી છે. તેમજ મૃતદેહ જોડે આવતા પરિજનોમાં પણ કોરોના સંક્રમણ ફેલાવવાનો ભય સતાવી રહ્યો છે.

સુરત જેવી સ્થિતિ અમદાવાદમાં બની રહી હોવાના મૃતકના પરિજનોના આક્ષેપ છે. જેને લઈને પરિજનોએ સરકારે વિશેષ ધ્યાન આપવાની માંગ કરી છે. તેમજ આરોગ્ય વિભાગની અવ્યવસ્થાને કારણે પણ વેઇટિંગ ચાલતા હોવાના આક્ષેપ કર્યા છે.

એટલું જ નહીં પણ અંતિમવિધિ પ્રક્રિયામાં શબવાહીની ચાલકોને શબ વાહીની સેનેટાઇઝ નહિ કરી આપતા હોવાથી તેમજ ppe કીટ પણ નહિ આપતા હોવાથી મૃતદેહ લેવા બાબતે પરિજન સાથે ઘર્ષણ થતા હોવાના પણ પ્રશ્નો ઉભા થયા છે. ફાયર વિભાગ દ્વારા ઘર્ષણ મામલે યોગ્ય ધ્યાન આપવા પણ માંગ ઉઠી છે.

8 એપ્રિલે સરકારી આંકડા પ્રમાણે 8 લોકોના અમદાવાદમાં મોત બતાવ્યા છે.

જોકે અન્ય સરકારી ચોપડે મૃતદેહનો આંકડો વધુ પ્રમાણમાં છે. જેમાં કુલ 20 વર્ધિ નોંધાઈ. જેમાં 6 વર્ધિ વેઇટિંગના કારણે કેન્સલ થયાની વાત છે. એટલે જે સરકારી આંકડા 8 મોત સામે 20 કોલ વર્ધિના નોંધાયા છે. જે મોત ના આંકડાની પોલ ખુલી પાડે છે.

8 એપ્રિલ સમય અને સ્મશાન પ્રમાણે કોલ જોઈએ તો, 6.20 ચામુંડા 1 6.40 એલિસબ્રિજ 1 કેન્સલ 6.52 અચેર 1 કેન્સલ 6.57 નરોડા 1 કેન્સલ 10.00 વાડજ 1 10.45 ઘુમા 1 કેન્સલ 11.38 થલતેજ 1 12.08 એલિસબ્રિજ 1 14.08 એલિસબ્રિજ 1 14.40 એલિસબ્રિજ 1 14.42 બિલાલ નગર 1 ઓઢવ 17.55 અચેર 1 18.45 જમાલપુર 1 કેન્સલ 19.00 થલતેજ 1 કેન્સલ 19.00 ઇસનપુર 1 19.32 એલિસબ્રિજ 1

14.05 એલિસબ્રિજ 1 16.16 થલતેજ 1 20.00 એલિસબ્રિજ 1 22.19 વાડજ 1

9 એપ્રિલે સ્મશાનમાં મૃતદેહના અગ્નિસંસ્કાર માટે 23 કોલ આવ્યા

અમાદવાદ શહેરમાં ૮ એપ્રિલની મધ્યરાત્રીથી 9 એપ્રિલ સાંજે સાત વાગ્યા સુધીમાં કોરોનાથી મૃત્યુ પામેલા મૃતકોના અગ્નિસંસ્કાર માટે વિવિધ સ્મશાનગૃહમાં 23 કોલ આવ્યા છે, જેની માહિતી આ પ્રમાણે છે- 9 એપ્રિલ સ્મશાન પ્રમાણે કોલ જોઈએ તો…

3.45 સમય, પ્રહલાદનગર, 1

5. 08 સમય, થલતેજ, 1

5. 30 સમય, થલતેજ, 1

6. 05 સમય, વેજલપુર, 1

8. 08 સમય, પ્રહલાદનગર, 1

8. 56 સમય, જમાલપુર, 1

9.26 સમય, ઇસનપુર,1

9.31 સમય, ઘંટી ટેકરા, 1

10.20 સમય, જમાલપુર, 1

10.55 સમય, હાટકેશ્વર, 1

11.00 સમય, એલિસબ્રિજ, 1

11.15 સમય, બિલોલનગર, 1

11.25 સમય, જમાલપુર, 1

11.56 સમય, વાડજ, 1

12.50 સમય, એલિસબ્રિજ, 1

13.00 સમયે, લીલાનગર, 1

15.30 સમય, લીલા નગર 1

16.20 સમય, ઓઢવ 1

16.40 સમય, મકરબા 1

17.35 સમય, થલતેજ 1

18.00 સમય, જમાલપુર, 1

18.00 સમય, જમાલપુર, 1

19.00 સમય, એલિસબ્રિજ, 1

આ રીતે અમદવાદના વિવિધ સ્મશાનગૃહમાં કોરોના મૃતકોની અંતિમવિધિ માટે કુલ 23 કોલ આવેલા છે, જયારે સરકારી ચોપડે આનાથી અડધા આંકડા બતાવવામાં આવ્યા છે.

તો બીજી તરફ સ્મશાનની વાસ્તવિક પરિસ્થિતિ જાણવા ટીવી 9ની ટીમે ત્રણ સ્મશાન ગૃહનું રિયાલિટી ચેક કર્યું. જેમાં એલિસબ્રિજ. થલતેજ અને જમાલપુર સ્મશાન ગૃહ પર ટીવી 9 ની ટીમ સવારે 8 વાગ્યા થી 11 વાગ્યા સુધી હાજર રહી. જે સમયના મૃતદેહના આંકડા ચોંકાવનારા હતા. જે આંકડાની વાત કરીએ તો,

એલિસબ્રિજ સ્મશાનમાં, 9.02 વાગે icu ઓન વહીલમાં કોરોના બોડી આવી 9.12 વાગે એક શબવાહીની કોરોના બોડી સાથે એલિસબ્રિજ સ્મશાન પાસેથી નીકળી 10.30 વાગે એક નોર્મલ મૃતદેહ આવ્યો 10.45 વાગે બે કોરોના બોડી એક એમ્બ્યુલન્સમાં લઈને આવ્યા 11.15 વાગે બીજી એક કોરોના બોડી શબ વાહીનીમાં આવી 11.35 વાગે બે નોર્મલ મૃતદેહ આવ્યા 11.50 વાગે બીજી એક કોરોના બોડી આવી 12.00 વાગે નોર્મલ મૃતદેહ આવ્યો

થલતેજ સ્મશાનમાં જોઈએ તો, 10.06 વાગે કોરોના મૃતદેહ 9.30 વાગે નોર્મલ મૃતદેહ 8.30 વાગે કોરોના મૃતદેહ 9.10 વાગે નોર્મલ મૃતદેહ 9.37 વાગે નોર્મલ મૃતદેહ 10.18 વાગે એક એમ્બ્યુલન્સમાં બે મૃતદેહ લવાયા

જમાલપુર સ્મશાન જોઈએ તો, 9 :04 વાગે કોરોના મૃતદેહ 9: 30 વાગે બે કોરોના મૃતદેહ 10:04 વાગે બે કોરોમાં મૃતદેહ એક એમ્બ્યુલન્સમાં લવાયા

તો અન્ય સ્મશાનના આંકડા ગણીએ તેમજ ખાનગી વાહનમાં આવતા મૃતદેહ ગણીએ તો આંકડો ખૂબ વધી જાય. તેમજ વાડજ સ્મશાનમાં નોર્મલ અને કોરોનાના મળી 8 મૃતદેહ અંતિમ વિધિ માટે વેટિંગમાં હતા. બીજી તરફ સાબરમતી અચેર સ્મશાનમાં પણ વેઇટિંગની સ્થિતિ હતી. તો અન્ય સ્મશાનમાં પણ આવી જ હાલત જોવા મળી. જેણે તંત્રની કામગીરી પર સવાલો ઉભા કર્યા. આ તો સવારે 8 વાગ્યાથી બપોરે 12 વાગ્યા સુધીના આંકડા હતા. જે બાદના આંકડા અને પરિસ્થિતિની કલ્પના કરવી અઘરી છે.

Latest News Updates

મુસલમાનો પરના નિવેદન પર એક જ વીડિયોથી કોંગ્રેસના જુઠાણાનો પર્દાફાશ
મુસલમાનો પરના નિવેદન પર એક જ વીડિયોથી કોંગ્રેસના જુઠાણાનો પર્દાફાશ
મુકુલ વાસનિકનો દાવો, ઈન્ડિયા ગઠબંધન ગુજરાતની 10થી વધુ બેઠકો જીતશે
મુકુલ વાસનિકનો દાવો, ઈન્ડિયા ગઠબંધન ગુજરાતની 10થી વધુ બેઠકો જીતશે
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
વડોદરાના સાવલી નજીક ગામમાં ગમખ્વાર અકસ્માત, 5ના મોત 30 વધુ ઘાયલ
વડોદરાના સાવલી નજીક ગામમાં ગમખ્વાર અકસ્માત, 5ના મોત 30 વધુ ઘાયલ
g clip-path="url(#clip0_868_265)">