Corona Update: કોરોના કેસમાં આંશિક વધારો, છેલ્લા 24 કલાકમાં 2451 નવા કેસ સામે આવ્યા

|

Apr 22, 2022 | 10:26 AM

કોવિડ સામે રાષ્ટ્રવ્યાપી રસીકરણ(Vaccination) અભિયાન હેઠળ અત્યાર સુધીમાં 1,87,26,26,515 કરોડ ડોઝ આપવામાં આવ્યા છે, જેમાં છેલ્લા 24 કલાક દરમિયાન આપવામાં આવેલા 18,03,558 ડોઝનો સમાવેશ થાય છે.

Corona Update: કોરોના કેસમાં આંશિક વધારો, છેલ્લા 24 કલાકમાં 2451 નવા કેસ સામે આવ્યા
Corona Update

Follow us on

છેલ્લા કેટલાક દિવસોથી દેશમાં કોરોના વાયરસના (CoronaVirus) કેસમાં વધારો થઈ રહ્યો છે. શુક્રવાર સવારે આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય (MoHFW) દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડા અનુસાર, છેલ્લા 24 કલાક દરમિયાન નવા કોરોના કેસોમાં 2.98 ટકાનો વધારો નોંધાયો છે. છેલ્લા 24 કલાકમાં કોરોનાના 2,451 નવા કેસ નોંધાયા છે, જેનાથી દેશમાં દર્દીઓની કુલ સંખ્યા 4,30,52,425 થઈ ગઈ છે. જ્યારે દેશભરમાં કોરોનાના 1,589 દર્દીઓએ કોરોનાને  (Recovery Rate)મ્હાત આપી છે, જે સહિત ભારતમાં અત્યાર સુધીમાં સાજા થયેલા લોકોની સંખ્યા વધીને 4,25,16,068 થઈ ગઈ છે. છેલ્લા 24 કલાકમાં દેશમાં કોવિડના કારણે 54 લોકોના મોત (Covid deaths) પણ થયા છે.

કોવિડ સામે રાષ્ટ્રવ્યાપી રસીકરણ (Vaccination) અભિયાન હેઠળ અત્યાર સુધીમાં 1,87,26,26,515 કરોડ ડોઝ આપવામાં આવ્યા છે, જેમાં છેલ્લા 24 કલાક દરમિયાન આપવામાં આવેલા 18,03,558 ડોઝનો સમાવેશ થાય છે. શુક્રવાર સુધી દેશમાં સક્રિય કેસની (Corona Active case) સંખ્યા વધીને 14,241 હતી,જ્યારે રિકવરી રેટ 98.75 ટકા પર પહોંચ્યો હતો.

કોરોના કેસમાં ફરી વધારો

ગુરુવારે 2380 નવા સંક્રમિત મળી આવ્યા હતા અને 56 કોરોના દર્દીઓના મોત થયા હતા. શુક્રવારે 2451 નવા કેસ નોંધાતા દેશમાં સંક્રમિત દર્દીઓની કુલ સંખ્યા વધીને 4,30,52,425 થઈ ગઈ છે. તેમજ વધુ 54 મૃત્યુ સાથે કુલ મૃત્યુઆંક 5,22,116 પર પહોંચી ગયો છે.

બાળકોને You Tube ચલાવવા માટે આપી રહ્યા છો ફોન? પહેલા સેટિંગ કરી દો
આજનું રાશિફળ તારીખ : 27-04-2024
IPL 2024 : આઈપીએલની મિસ્ટ્રી ગર્લ કોણ જાણો , જુઓ ફોટો
લસણ ભલે ઔષધિ હોય, પણ વધારે ખાવાથી થાય છે નુકસાન, જાણો કેટલી માત્રામાં ખાવું
કેળા સાથે ભૂલથી પણ ના ખાતા આ વસ્તુઓ, ફાયદાને બદલે થશે નુકસાન
યુઝ કરેલા વેટ વાઈપ્સને ફેકવાની જગ્યાએ આ રીતે કરો ઉપયોગ

દિલ્હીમાં ઓમિક્રોનનું નવુ સ્વરૂપ જોવા મળ્યું

દેશના કેટલાક રાજ્યોમાં વધતા ચેપ વચ્ચે ઓમિક્રોનના બે નહીં પરંતુ આઠ નવા વેરિઅન્ટ મળી આવ્યા છે. આમાંથી એક પ્રકાર દેશની રાજધાનીમાં પણ મળી આવ્યો છે, જેની તપાસ INSACOG અને નેશનલ સેન્ટર ફોર ડિસીઝ કંટ્રોલ (NCDC) ના વૈજ્ઞાનિકો દ્વારા કરવામાં આવી રહી છે.

 

વધુ સમાચાર વાંચવા માટે અમારી ટ્વીટર કોમ્યુનિટીમાં જોડાવા અહીં ક્લિક કરો-

આ પણ વાંચો : Delhi : ઓમિક્રોનના 8 નવા વેરિઅન્ટ સામે આવ્યા,એક સંક્રમિત વ્યક્તિમાં નવુ સ્વરૂપ જોવા મળતા આરોગ્ય વિભાગની વધી ચિંતા

 

આ પણ વાંચો : Weather Update: દરરોજ બદલાઈ રહ્યો છે હવામાનનો મિજાજ, ક્યાંક થશે વરસાદ તો ક્યાંક તાપમાનમાં ચમકારો,જાણો તમારા રાજ્યની સ્થિતિ

Next Article