Weather Update: દરરોજ બદલાઈ રહ્યો છે હવામાનનો મિજાજ, ક્યાંક થશે વરસાદ તો ક્યાંક તાપમાનમાં ચમકારો,જાણો તમારા રાજ્યની સ્થિતિ

IMD તરફથી મળેલી માહિતી અનુસાર, શુક્રવારે શહેરના ઘણા ભાગોમાં વરસાદ થશે, જેના કારણે શહેરના તાપમાનમાં પણ નોંધપાત્ર ઘટાડો થશે.

Weather Update: દરરોજ બદલાઈ રહ્યો છે હવામાનનો મિજાજ, ક્યાંક થશે વરસાદ તો ક્યાંક તાપમાનમાં ચમકારો,જાણો તમારા રાજ્યની સ્થિતિ
weather update
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 09, 2023 | 3:43 PM

દેશના ઘણા રાજ્યોમાં આ દિવસોમાં હવામાનમાં બદલાવ જોવા મળી રહ્યો છે, પરંતુ લોકોને આકરી ગરમીથી રાહત મળી રહી નથી. હવામાન વિભાગના(Weather department)  જણાવ્યા અનુસાર ઉત્તર પ્રદેશ, રાજસ્થાન અને મધ્યપ્રદેશના કેટલાક વિસ્તારોમાં 25 એપ્રિલ સુધી હીટ વેવની સ્થિતિ રહેશે. જ્યારે દિલ્હીમાં (Delhi Weather Update) આજનું લઘુત્તમ તાપમાન 24 ડિગ્રી સેલ્સિયસ રહી શકે છે, જ્યારે મહત્તમ તાપમાન 39 ડિગ્રી સેલ્સિયસ રહેશે. રાજધાનીમાં આજે વાદળછાયું વાતાવરણ રહેવાની સંભાવના છે.

મધ્યપ્રદેશની  (Madhya Pradesh) રાજધાની ભોપાલનું લઘુત્તમ તાપમાન 23 ડિગ્રી સેલ્સિયસ રહેશે જ્યારે મહત્તમ તાપમાન 39 ડિગ્રી સેલ્સિયસ રહેશે. જો કે, આકાશ સંપૂર્ણપણે સ્વચ્છ જોવા મળશે.

ગુજરાતની વાત કરીએ તો અમદાવાદમાં આજે લઘુત્તમ તાપમાન 27 ડિગ્રી સેલ્સિયસ જ્યારે મહત્તમ તાપમાન 41 ડિગ્રી સેલ્સિયસ રહેશે. મળતી માહિતી અનુસાર, ઉત્તરાખંડમાં આજે વરસાદની સંભાવના છે. રાજધાની દેહરાદૂનમાં આજે લઘુત્તમ તાપમાન 22 ડિગ્રી સેલ્સિયસ રહેશે જ્યારે મહત્તમ તાપમાન 36 ડિગ્રી સેલ્સિયસ રહેશે. રાજસ્થાનના જયપુરમાં આજે લઘુત્તમ તાપમાન 28 ડિગ્રી સેલ્સિયસ અને મહત્તમ તાપમાન 40 ડિગ્રી સેલ્સિયસ રહેવાની આશંકા છે.

ભારતની એ જેલ, જ્યાં કેદીઓ સામેથી માંગે છે મોત!, ત્યાં જાય છે તે ક્યારેય પાછા નથી આવતા
સવારે ઉઠતાની સાથે દેખાય આ 6 વસ્તુઓ, તો સમજો કિસ્મત ચમકવાની છે !
Darshan Raval Wedding: બોલિવુડની હિરોઈનો કરતા પણ વધારે સુંદર છે દર્શન રાવલની પત્ની ! જુઓ-Photo
Agriculture Tips : ઘરે સરળતાથી બનાવો આ 4 ખાતર, જાણો
આજનું રાશિફળ તારીખ : 19-01-2025
Insomnia Reason : કયા વિટામિનની ઉણપને કારણે ઊંઘ નથી આવતી ? જાણી લો

રાજસ્થાન સહિત આ રાજ્યોમાં હીટ વેવ

વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરને કારણે ગુરુવારે દેશના અનેક રાજ્યોમાં ગાજવીજ સાથે વરસાદ પડ્યો હતો. જેના કારણે તાપમાનમાં તીવ્ર ઘટાડો નોંધાયો હતો. ઉત્તર ભારતના અનેક રાજ્યોમાં પારો પાંચ ડિગ્રી સુધી નીચે આવી ગયો હતો. જ્યારે હવામાન વિભાગે આગામી 24 કલાકમાં પંજાબ, હરિયાણા, દિલ્હી, રાજસ્થાનના વિવિધ ભાગોમાં વાવાઝોડાની સાથે હીટવેવની આગાહી કરી છે. સ્કાયમેટ અનુસાર, લદ્દાખ અને તેની આસપાસના વિસ્તારોમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ (Western Disturbance) ચાલુ છે, જે પૂર્વ દિશામાં આગળ વધી રહ્યું છે. ઉત્તર પ્રદેશના પૂર્વ ભાગોમાં ચક્રવાતનું પરિભ્રમણ ચાલુ છે.

વધુ સમાચાર વાંચવા માટે અમારી ટ્વીટર કોમ્યુનિટીમાં જોડાવા અહીં ક્લિક કરો-

આ પણ વાંચો : Russia-Ukraine War: યુક્રેનને મળશે 800 મિલિયન ડોલરના શસ્ત્રો, ગુપ્ત માહિતી પણ શેર કરી રહ્યા છીએ: બાઈડેન

g clip-path="url(#clip0_868_265)">