AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

UPSC Mains Result 2022 થયું જાહેર, ચેક કરો મેરિટ લિસ્ટ, જાણો ક્યારે છે ઈન્ટરવ્યૂ

UPSC Civil Services Main Result 2022 : યુપીએસસી મેન્સનું રિઝલ્ટ જાહેર થઈ ગયું છે. તમે upsc.gov.in પર સિવિલ સર્વિસનું મુખ્ય પરિણામ, મેરિટ લિસ્ટ, માર્ક્સ, કટઓફ જોઈ શકો છો.

UPSC Mains Result 2022 થયું જાહેર, ચેક કરો મેરિટ લિસ્ટ, જાણો ક્યારે છે ઈન્ટરવ્યૂ
UPSC Results 2022
TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 07, 2022 | 7:03 AM
Share

UPSC Mains Result 2022 Declared Link : યુનિયન પબ્લિક સર્વિસ કમિશને સિવિલ સર્વિસ મેઈન 2022નું રિઝલ્ટ જાહેર કર્યું છે. પરિણામ UPSCની વેબસાઇટ upsc.gov.in પર જાહેર કરવામાં આવ્યું છે. જે ઉમેદવારોએ UPSC મેન્સ 2022ની પરીક્ષા આપી હતી તેઓ હવે તેમનું રિઝલ્ટ ચેક કરી શકે છે. આ સમાચારમાં UPSC સિવિલ સર્વિસ મેન્સ પરિણામ 2022ની સીધી લિંક પણ આપવામાં આવી છે. તેના પર ક્લિક કરીને, તમે તરત જ તમારું પરિણામ ચકાસી શકો છો.

જેઓ UPSC મેન્સ ક્વોલિફાય છે, તેઓએ હવે ઇન્ટરવ્યૂમાં હાજર રહેવું પડશે. પંચે જણાવ્યું છે કે, UPSC Interview વર્ષ 2023ની શરૂઆતમાં લેવામાં આવશે. ઇન્ટરવ્યુનું સંપૂર્ણ શિડ્યુલ થોડાં દિવસો પછી જાહેર કરવામાં આવશે. તે પહેલાં તમારે એક મહત્વપૂર્ણ કાર્ય પૂર્ણ કરવું પડશે, જેના વિના તમે IAS ઇન્ટરવ્યૂનો ભાગ બની શકશો નહીં.

UPSC CSE Mains Result આ રીતે કરો ડાઉનલોડ

  1. UPSC વેબસાઇટ upsc.gov.in પર જાઓ.
  2. હોમ પેજની ટોચ પર, તમને UPSC સિવિલ સર્વિસ મુખ્ય પરિણામ 2022 લિંક મળશે. તેને ક્લિક કરો.
  3. સ્ક્રીન પર પીડીએફ ખુલશે. આમાં, UPSC મેન્સ કટ ઑફની સાથે, પરીક્ષા પાસ કરનારા તમામ ઉમેદવારોના રોલ નંબર આપવામાં આવશે.
  4. સર્ચ ઓપ્શનમાં તમારો UPSC સિવિલ સર્વિસ પરીક્ષાનો મુખ્ય રોલ નંબર દાખલ કરો.
  5. જો તમારો રોલ નંબર યાદીમાં હશે, તો તે પ્રકાશિત થશે એટલે કે તમે પરીક્ષા પાસ કરી છે. સ્ક્રીન પર આપેલા ડાઉનલોડ બટનથી કોપી સેવ કરો અને પ્રિન્ટ કાઢી લો.

UPSC IAS Mains Result 2022 આ ડાયરેક્ટ લિન્કથી કરો ચેક

Name Wise UPSC Mains Result 2022 નામ પ્રમાણે અહીં કરો ચેક

પરીક્ષામાં તમને કેટલા માર્કસ મળ્યા તેની માહિતી આ PDFમાં આપવામાં આવી નથી. UPSC માર્કસ અપલોડ કરશે કે તરત જ તમે તમારા ઉમેદવાર લૉગિન દ્વારા તેને ચેક કરી શકશો. તમામ લેટેસ્ટ અપડેટ્સ માટે વેબસાઇટ પર નજર રાખો.

UPSC DAF 2 ફોર્મ ભરો

સિવિલ સર્વિસીસ મેન્સ પરિણામ 2022 પછી, હવે વિગતવાર એપ્લિકેશન ફોર્મ જાહેર કરવામાં આવશે. ટૂંક સમયમાં તેની લિંક upsc.gov.in પર સક્રિય થઈ જશે. તમે ઉમેદવાર લોગીન દ્વારા આ ફોર્મ ભરો. તમે મુખ્ય પરીક્ષા પહેલાં DAF 1 ભરેલું હોવું જોઈએ. હવે તમારે UPSC DAF 2 ફોર્મ ભરવાનું રહેશે. આ ઇન્ટરવ્યુ માટે હશે.

આમાં તમારે થોડી વધુ વિગત ભરવાની રહેશે. DAF ફોર્મ ખૂબ જ કાળજીપૂર્વક ભરો, કારણ કે તેના આધારે તમને ઇન્ટરવ્યુ દરમિયાન પ્રશ્નો પૂછવામાં આવશે. એક બીજી વાત ધ્યાનમાં રાખો, જો તમે નિર્ધારિત સમયની અંદર આ ફોર્મ નહીં ભરો, તો તમે UPSC IAS ઇન્ટરવ્યૂ આપી શકશો નહીં. તમારી ઉમેદવારી રદ કરવામાં આવશે.

આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video
આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video
ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો
થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો
હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ
હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ
આ રાશિના જાતકોનો દિવસ ખૂબ જ ફાયદાકારક સાબિત થશે, જુઓ Video
આ રાશિના જાતકોનો દિવસ ખૂબ જ ફાયદાકારક સાબિત થશે, જુઓ Video
AMC દ્વારા 35 શાળાઓને સીલ કરવાનો મામલો, પ્રિ-સ્કૂલ એસોસિએશન નારાજ
AMC દ્વારા 35 શાળાઓને સીલ કરવાનો મામલો, પ્રિ-સ્કૂલ એસોસિએશન નારાજ
ડંકી રૂટથી વિદેશ જવા ઈચ્છતો મહેસાણાનો પરિવાર લિબિયામાં બન્યો બંધક
ડંકી રૂટથી વિદેશ જવા ઈચ્છતો મહેસાણાનો પરિવાર લિબિયામાં બન્યો બંધક
દાહોદના જંગલ બાદ હવે છોટા ઉદેપુરના જંગલમાં જોવા મળ્યો વાઘ
દાહોદના જંગલ બાદ હવે છોટા ઉદેપુરના જંગલમાં જોવા મળ્યો વાઘ
SOGએ ઝડપેલા હાઈબ્રીડ ગાંજાનો મુખ્ય સપ્લાયર ઝડપાયો
SOGએ ઝડપેલા હાઈબ્રીડ ગાંજાનો મુખ્ય સપ્લાયર ઝડપાયો
ચંડીસર GIDCમાંથી 35 લાખનો શંકાસ્પદ ઘીનો જથ્થો જપ્ત
ચંડીસર GIDCમાંથી 35 લાખનો શંકાસ્પદ ઘીનો જથ્થો જપ્ત
g clip-path="url(#clip0_868_265)">