AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

UPSC CSE Prelims Exam 2022: સિવિલ સર્વિસ પ્રિલિમ્સની પરીક્ષા 5 જૂને યોજાશે, જાણો કેવી રીતે ભરવી OMR શીટ

OMR શીટ કેવી રીતે ભરવી તે યુનિયન પબ્લિક સર્વિસ કમિશન દ્વારા પ્રિલિમ પરીક્ષામાં (UPSC CSE Prelims Exam 2022) હાજર રહેલા ઉમેદવારો માટે દર્શાવામાં આવ્યું છે.

UPSC CSE Prelims Exam 2022: સિવિલ સર્વિસ પ્રિલિમ્સની પરીક્ષા 5 જૂને યોજાશે, જાણો કેવી રીતે ભરવી OMR શીટ
UPSC Exam NoticeImage Credit source: UPSC Website
TV9 Gujarati
| Edited By: | Updated on: May 22, 2022 | 7:41 PM
Share

UPSC CSE Prelims Exam 2022: યુનિયન પબ્લિક સર્વિસ કમિશન દ્વારા 5મી જૂનના રોજ યુપીએસસી સિવિલ સર્વિસીસ પ્રિલિમ પરીક્ષા લેવામાં આવશે. UPSC દ્વારા સિવિલ સર્વિસીસ પ્રિલિમ્સ પરીક્ષામાં બેસનાર ઉમેદવારો માટે મહત્વપૂર્ણ સૂચના જાહેર કરવામાં આવી છે. UPSC એ ઉમેદવારોને જણાવ્યું છે કે આ પરીક્ષા માટે OMR શીટ (UPSC Prelims OMR Sheet) યોગ્ય કેવી રીતે ભરવી. કમિશને જણાવ્યું કે પરીક્ષા દરમિયાન ઉમેદવારોએ કેવી રીતે OMR શીટ ભરવાની રહેશે. દરેક વર્તુળ કેવી રીતે ભરવું આ ઉપરાંત પરીક્ષા દરમિયાન ઉમેદવારો કોઈ ભૂલ ન કરે તે માટે કમિશને હાજરીપત્રક ભરવાની સાચી પદ્ધતિ પણ આપી છે.

UPSCએ ઉમેદવારોને OMR શીટની છબીઓ શેયર કરીને વર્તુળો ભરવાની સાચી અને ખોટી રીતો સમજવાનો પ્રયાસ કર્યો છે. UPSC સિવિલ સર્વિસીસ પ્રિલિમ પરીક્ષામાં હાજર રહેલા ઉમેદવારોએ વેબસાઈટની મુલાકાત લેવી જોઈએ અને સંપૂર્ણ વિગતો તપાસવી જોઈએ.

UPSC CSE Prelims 2022: OMR શીટ કેવી રીતે ભરવી

જાહેર કરાયેલા નોટિફિકેશનમાં જણાવવામાં આવ્યું છે કે પરીક્ષા દરમિયાન OMR શીટમાં દરેક સર્કલ કેવી રીતે ભરવું. આ સાથે કમિશને હાજરીપત્રક ભરવાની સાચી રીત પણ જણાવી છે. કમિશન દ્વારા ખોટી અને સાચી રીત સમજાવવા માટે આ તસવીર શેયર કરવામાં આવી છે. પરીક્ષા દરમિયાન ઉમેદવારો દ્વારા કોઈપણ રીતે કોઈ ભૂલ ન થાય તે માટે પંચ દ્વારા આ તસવીરો શેયર કરવામાં આવી છે.

મેન્સ પરીક્ષાની તૈયારી

ઉમેદવારોની માહિતી માટે અમે તમને જણાવી દઈએ કે જે ઉમેદવારો UPSC સિવિલ સર્વિસીસ પ્રિલિમ્સ પરીક્ષા 2022 પાસ કરશે તેમને મેન્સ પરીક્ષા માટે શોર્ટલિસ્ટ કરવામાં આવશે. જ્યારે મેન્સ પરીક્ષામાં સફળ થયેલા ઉમેદવારોને ઇન્ટરવ્યુ માટે બોલાવવામાં આવશે. મેન્સ પરીક્ષા અને ઇન્ટરવ્યુ માટે અલગ-અલગ તારીખો જાહેર કરવામાં આવશે. ઉમેદવારોને વધુ વિગતો માટે અધિકૃત વેબસાઇટની નિયમિત મુલાકાત લેતા રહેવાની સલાહ આપવામાં આવે છે.

દર વર્ષે લાખો ઉમેદવારો આ પરીક્ષામાં ભાગ લે છે. આવી સ્થિતિમાં ઉમેદવારોને સત્તાવાર વેબસાઇટની મુલાકાત લેવાની સલાહ આપવામાં આવે છે, જેથી તેઓ નવીનતમ માહિતી મેળવી શકે. તમને જણાવી દઈએ કે UPSC સિવિલ સર્વિસીસ 2022ને દેશની સૌથી અઘરી પરીક્ષાઓમાંની એક ગણવામાં આવે છે. દર વર્ષે લાખો ઉમેદવારો આ પરીક્ષામાં ભાગ લે છે. જેઓ UPSC સિવિલ સર્વિસીસ પ્રિલિમ પરીક્ષા 2022 પાસ કરે છે, તેઓને મુખ્ય પરીક્ષા માટે શોર્ટલિસ્ટ કરવામાં આવશે, જે પછીની તારીખે લેવામાં આવશે.

ભ્રષ્ટાચારનો ભંડાફોડ! CID ક્રાઇમના અધિકારીઓ ACBના ફંદામાં - જુઓ Video
ભ્રષ્ટાચારનો ભંડાફોડ! CID ક્રાઇમના અધિકારીઓ ACBના ફંદામાં - જુઓ Video
સુરત કોંગ્રેસમાં ભડકો, નવા વરાયેલા હોદ્દેદારોએ ધરી દીધા રાજીનામા
સુરત કોંગ્રેસમાં ભડકો, નવા વરાયેલા હોદ્દેદારોએ ધરી દીધા રાજીનામા
ગામમાં પિધેલો ઝડપાશે તેની સામે પોલીસ કાર્યવાહી અને પંચાયતની સુવિધા બંધ
ગામમાં પિધેલો ઝડપાશે તેની સામે પોલીસ કાર્યવાહી અને પંચાયતની સુવિધા બંધ
આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video
આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video
ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો
થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો
હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ
હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ
આ રાશિના જાતકોનો દિવસ ખૂબ જ ફાયદાકારક સાબિત થશે, જુઓ Video
આ રાશિના જાતકોનો દિવસ ખૂબ જ ફાયદાકારક સાબિત થશે, જુઓ Video
AMC દ્વારા 35 શાળાઓને સીલ કરવાનો મામલો, પ્રિ-સ્કૂલ એસોસિએશન નારાજ
AMC દ્વારા 35 શાળાઓને સીલ કરવાનો મામલો, પ્રિ-સ્કૂલ એસોસિએશન નારાજ
ડંકી રૂટથી વિદેશ જવા ઈચ્છતો મહેસાણાનો પરિવાર લિબિયામાં બન્યો બંધક
ડંકી રૂટથી વિદેશ જવા ઈચ્છતો મહેસાણાનો પરિવાર લિબિયામાં બન્યો બંધક
g clip-path="url(#clip0_868_265)">