AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

University Jobs 2022: કેન્દ્રીય યુનિવર્સિટીઓમાં 21 હજારથી વધુ જગ્યાઓ ભરવામાં આવશે! શિક્ષણ મંત્રીએ ટીચિંગ અને નોન ટીચિંગ ભરતી મુદ્દે કરી આ વાત

કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને કેન્દ્રીય યુનિવર્સિટીઓમાં ટીચિંગ અને નોન-ટીચિંગ સ્ટાફની ખાલી પડેલી જગ્યાઓ અંગે મહત્વની જાહેરાત કરી છે. ધર્મેન્દ્ર પ્રધાને કહ્યું છે કે, આવનારા 6 થી 8 મહિનામાં ખાલી પડેલી જગ્યાઓ પર ભરતી કરવામાં આવશે.

University Jobs 2022: કેન્દ્રીય યુનિવર્સિટીઓમાં 21 હજારથી વધુ જગ્યાઓ ભરવામાં આવશે! શિક્ષણ મંત્રીએ ટીચિંગ અને નોન ટીચિંગ ભરતી મુદ્દે કરી આ વાત
Union Education Minister Dharmendra Pradhan (File photo)
TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 18, 2022 | 2:32 PM
Share

Central University Recruitment 2022: કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને (Education Minister Dharmendra Pradhan) કેન્દ્રીય યુનિવર્સિટીઓમાં ટીચિંગ અને નોન-ટીચિંગ સ્ટાફની ખાલી પડેલી જગ્યાઓ અંગે મહત્વની જાહેરાત કરી છે. ધર્મેન્દ્ર પ્રધાને કહ્યું છે કે, આવનારા 6 થી 8 મહિનામાં ખાલી પડેલી જગ્યાઓ પર ભરતી કરવામાં આવશે. આ જગ્યાઓ ભરવા માટે એક ખાસ ભરતી પ્રક્રિયા ચલાવવામાં આવી રહી છે, જે અંતર્ગત આ ખાલી જગ્યાઓ ભરવાની કામગીરી છથી આઠ મહિનામાં પૂર્ણ કરવામાં આવશે. તાજેતરમાં પ્રધાને રાજ્યસભામાં એક લેખિત જવાબમાં જણાવ્યું હતું કે, દેશની કેન્દ્રીય યુનિવર્સિટીઓમાં (Central University) 6,558 અધ્યાપન અને 15,227 બિન-શૈક્ષણિક પદો ખાલી છે. 4,000 થી વધુ ટીચિંગ પોસ્ટ્સની ભરતી માટે પહેલેથી જ બહાર પાડવામાં આવી છે.

યુનિવર્સિટીઓમાં સરકારી નોકરીઓ (Government Job 2022) માટે તૈયારી કરી રહેલા યુવાનોની રાહ ટૂંક સમયમાં સમાપ્ત થશે. કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને તમામ કેન્દ્રીય યુનિવર્સિટીઓમાં ખાલી પડેલી તમામ જગ્યાઓ ભરવાની માહિતી શેર કરી છે. ધર્મેન્દ્ર પ્રધાને કહ્યું છે કે, શિક્ષકની ભરતીમાં કોઈ બેદરકારી ન થવી જોઈએ. રાજ્ય શિક્ષક ભરતી નિયમોથી વાકેફ રહો.

શિક્ષણ મંત્રીએ આપી માહિતી

શિક્ષણ અને બિનશૈક્ષણિક ભરતી અંગે માહિતી આપતા ધર્મેન્દ્ર પ્રધાને જણાવ્યું છે કે, ભવિષ્યની પેઢી ઘડનારા શિક્ષકોની નિમણૂકમાં કોઈ બેદરકારી ન થવી જોઈએ. જે પણ આવું કરે છે તેને સજા મળવી જોઈએ. તેમજ શિક્ષકોની નિમણૂંકમાં પણ બેદરકારી થતી હોય તો રાજ્ય સરકારે તેની ચિંતા કરવી જોઈએ.

સંસદમાં વ્યક્ત કરી ચિંતા

સંસદના કેટલાક સભ્યોએ કેન્દ્રીય યુનિવર્સિટીઓમાં ખાલી પડેલી જગ્યાઓ અંગે ચિંતા વ્યક્ત કરી છે. 6 એપ્રિલના રોજ રાજ્યસભામાં બીજુ જનતા દળના સાંસદ સુજીત કુમારે કોરાપુટ, ઓડિશાની કેન્દ્રીય યુનિવર્સિટીઓમાં શિક્ષકોની ભરતી અંગે ચિંતા વ્યક્ત કરી હતી.

સુજીત કુમારે કહ્યું કે, ઓડિશાની કેન્દ્રીય યુનિવર્સિટીઓમાં શિક્ષકોની 154 જગ્યાઓમાંથી 137 જગ્યાઓ ખાલી છે. શિક્ષણ મંત્રાલયના અહેવાલ મુજબ, આ યુનિવર્સિટીઓમાં શિક્ષકોની લગભગ 89 ટકા જગ્યાઓ પર નિમણૂક કરવામાં આવી નથી. તેમણે કહ્યું કે, કોરાપુટ સ્થિત ઓડિશાની કેન્દ્રીય યુનિવર્સિટીઓમાં કોઈ પૂર્ણ-સમયના વાઇસ ચાન્સેલર નથી. યુનિવર્સિટીમાં કુલ 14 વિભાગો છે જેમાંથી માત્ર 17 જ નિયમિત શિક્ષકો છે. આ કિસ્સામાં 950 વિદ્યાર્થીઓની સંખ્યા માટે, દરેક વિભાગ દીઠ માત્ર એક શિક્ષક છે.

આ પણ વાંચો: RBI Assistant Manager Recruitment: આવતીકાલે, રિઝર્વ બેંક આસિસ્ટન્ટ મેનેજરની જગ્યાઓ માટે અરજી કરવાની છેલ્લી તારીખ, અહીં કરો અરજી

આ પણ વાંચો: IB ACIO Recruitment 2022: આસિસ્ટન્ટ સેન્ટ્રલ ઈન્ટેલિજન્સ ઓફિસરની જગ્યાઓ પર ભરતી માટે અરજી પ્રક્રિયા શરૂ, 7 મે સુધીમાં કરો અરજી

વધુ સમાચાર વાંચવા માટે અમારી ટ્વીટર કોમ્યુનિટીમાં જોડાવા અહીં ક્લિક કરો

અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
ગુજરાતમાં કડકડતી ઠંડી સાથે કમોસમી વરસાદની આગાહી
ગુજરાતમાં કડકડતી ઠંડી સાથે કમોસમી વરસાદની આગાહી
અમદાવાદનો સૌથી વ્યસ્ત સુભાષ બ્રિજ 5 દિવસ માટે બંધ
અમદાવાદનો સૌથી વ્યસ્ત સુભાષ બ્રિજ 5 દિવસ માટે બંધ
પાલનપુરમાં જાહેર માર્ગ પર લારી-ગલ્લા ધારક, પાથરણાવાળાઓનો અડીંગો !
પાલનપુરમાં જાહેર માર્ગ પર લારી-ગલ્લા ધારક, પાથરણાવાળાઓનો અડીંગો !
g clip-path="url(#clip0_868_265)">