Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

આ યોજના મહિલાઓને સારી કમાણી માટે આપી રહી છે તક, જાણો યોજના વિશે વિગતવાર

બેંક સખી બનવા માટે 10મું પાસ હોવું જરૂરી છે. તેમજ તેઓને ઓનલાઈન કેવી રીતે કામ કરવું તે માહિતી હોવી જોઈએ. બેંકિંગ વિશે પણ જાણકરી જરૂરી છે.

આ યોજના મહિલાઓને સારી કમાણી માટે આપી રહી છે તક, જાણો યોજના વિશે વિગતવાર
Bank Sakhi Yojana
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 18, 2022 | 7:40 AM

કેન્દ્ર સરકાર(Central Government) દેશની મહિલાઓ માટે ઘણી વિશેષ યોજનાઓ ચલાવી રહી છે. આજે અમે તમને સરકારની એક સ્કીમ વિશે જણાવી રહ્યા છીએ જેના દ્વારા સરકાર દેશની મહિલાઓનું સશક્તિકરણ કરી રહી છે. આ સિવાય તે તેમને રોજગારની તકો આપી રહી છે જેથી મહિલાઓ આવક મેળવી શકે અને તેઓ દર મહિને કમાણી કરી શકે.

યોજનાનો શું લાભ મળશે?

જણાવી દઈએ કે આજે સરકાર દ્વારા બિઝનેસ કોરોસ્પોન્ડન્ટ સખી યોજના(Bank Sakhi Yojana) માં નોંધાયેલી મહિલાઓને પ્રથમ માનદ વેતન ટ્રાન્સફર કરવામાં આવે છે.

સરકારે રૂપિયા 4000 ટ્રાન્સફર કર્યા

પીએમ મોદીએ તાજેતરમાં લગભગ 20,000 બિઝનેસ કોરોસ્પોન્ડન્ટ્સ( Sakhi) ના ખાતામાં રકમ જમા કરી હતી. સરકારે થોડા મહિના પહેલા રૂપિયા 4000 ટ્રાન્સફર કર્યા હતા. સરકાર માનદ વેતન તરીકે આ લોકોને 6 મહિના માટે 4000 રૂપિયા આપે છે. આ સિવાય કમિશનનો લાભ પણ મળે છે.

બે પત્નીઓનો પતિ હવે ગર્લફ્રેન્ડ સાથે થયો રોમેન્ટિક! બધા વચ્ચે પકડી લીધો હાથ
બોલિવુડથી દુર છે અમિતાભ બચ્ચનની દીકરી, જુઓ ફોટો
તમારો EPFO ​​પાસવર્ડ ભૂલી ગયા છો? ચિંતા ના કરો... આ રીતે તેનો ઉકેલ લાવો
Jio ફ્રીમાં આપી રહ્યું IPL જોવાનો મોકો ! લોન્ચ કરી અનલિમિટેડ ઓફર
મની પ્લાન્ટનું અચાનક સુકાઈ જવું કઈ વાતનો સંકેત આપે છે? આ જાણી લેજો
Astrology : વર્ષના પહેલા સૂર્યગ્રહણ અને શનિના ગોચરનું અશુભ સંયોજન, આનાથી કોને અસર થશે?

બેંક સખી કોણ બની શકે?

બેંક સખી બનવા માટે 10મું પાસ હોવું જરૂરી છે. તેમજ તેઓને ઓનલાઈન કેવી રીતે કામ કરવું તે માહિતી હોવી જોઈએ. બેંકિંગ વિશે પણ જાણકરી જરૂરી છે. યુપીના રાહબસી હોવું જરૂરી છે.

ગ્રામીણ વિસ્તારોમાં બેંકિંગ સેવાઓ વધશે

મહિલાઓ આ યોજનામાં ભાગ લઈ શકે છે. આ યોજનામાં માત્ર મહિલાઓને જ નોકરી આપવામાં આવશે. આ યોજના હેઠળ લગભગ 58000 મહિલાઓને રોજગાર મળશે. આ યોજનાનો મુખ્ય ઉદ્દેશ્ય ગ્રામીણ મહિલાઓને આગળ વધારવાનો અને ગ્રામ્ય વિસ્તારમાં બેંકિંગ સેવાઓનો વિસ્તાર કરવાનો છે.

કયા દસ્તાવેજોની જરૂર પડશે

આ યોજનામાં ભાગ લેવા માટે તમારે આધાર કાર્ડ, બેંક પાસબુક, ધોરણ 10 ની માર્કશીટ, યોજના પ્રમાણપત્ર, પાસપોર્ટ સાઇઝ ફોટો અને મોબાઇલ નંબરની જરૂર પડશે.

સરકારની આ યોજના પણ સારો કમાણી આપે છે

PMJAY હેઠળ ખોલવામાં આવેલ જન ઔષધિ કેન્દ્રને 12 મહિનાના વેચાણ પર 10% વધારાનું પ્રોત્સાહન આપવામાં આવે છે. જોકે આ રકમ વધુમાં વધુ રૂપિયા 10000 પ્રતિ મહિનો અપાય છે. પૂર્વોત્તર રાજ્યો, નક્સલ પ્રભાવિત વિસ્તારો, આદિવાસી વિસ્તારોમાં આ પ્રોત્સાહન 15% સુધી હોઈ શકે છે. અહીં પણ રૂપિયાના સંદર્ભમાં આ રકમ મહત્તમ 15000 રૂપિયા હોઈ શકે છે.દવાની પ્રિન્ટ કિંમત પર સારો નફો અપાય છે તો રૂપિયા ૨ લાખ સુધીની નાણાકીય સહાય પણ આપવામાં આવે છે.

આ પણ વાંચો : તમારા PAN CARD નો કોઈ દુરુપયોગ તો નથી કરી રહ્યું ને? આ રીતે તપાસો અને જાણો ફરિયાદની પ્રક્રિયા

આ પણ વાંચો : IPO પહેલા LIC અંગે આવ્યા આ માઠા સમાચાર, કોરોનાકાળમાં LIC પોલિસીના વેચાણમાં ઘટાડો નોંધાયો

g clip-path="url(#clip0_868_265)">