Mahindra Group ની આ કંપની મોટી સંખ્યામાં ભરતી કરશે, 1 વર્ષમાં 300 ફ્રેશર્સ સહીત 600 લોકોને રોજગારી અપાશે

કોમવિવા(Comviva) મુખ્યત્વે મોબાઇલ ઉપકરણ આધારિત એપ્સ અને ટેક્નોલોજીઓ માટે આઇટી સોલ્યુશન્સ પ્રદાન કરે છે. કોમવિવાના ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર મનોરંજન મહાપાત્રાએ જણાવ્યું હતું કે હવે કંપનીનું ધ્યાન ટિયર 2 શહેર પર છે

Mahindra Group ની આ કંપની મોટી સંખ્યામાં ભરતી કરશે, 1 વર્ષમાં 300 ફ્રેશર્સ સહીત 600 લોકોને રોજગારી અપાશે
Hiring
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 13, 2021 | 9:29 AM

જો તમે નોકરી શોધી રહ્યા છો તો તમારી પાસે એક સુવર્ણ તક છે. ટેક મહિન્દ્રા ગ્રૂપ(Tech Mahindra)ની કંપની કોમવિવા (Comviva) જુલાઈ 2022 સુધીમાં લગભગ 600 એન્જિનિયરોની ભરતી કરશે. કંપનીના એક ટોચના અધિકારીએ જણાવ્યું હતું કે વૃદ્ધિની જરૂરિયાતોને પહોંચી વળવા અને કર્મચારીઓની એટ્રિશનની અસરને ઘટાડવા માટે આ ભરતી જરૂરી છે.

કોમવિવા મુખ્યત્વે મોબાઇલ ઉપકરણ આધારિત એપ્સ અને ટેક્નોલોજીઓ માટે આઇટી સોલ્યુશન્સ પ્રદાન કરે છે. કોમવિવાના ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર મનોરંજન મહાપાત્રાએ જણાવ્યું હતું કે હવે કંપનીનું ધ્યાન ટિયર 2 શહેર પર છે અને આ ક્રમમાં ભુવનેશ્વર કેન્દ્રનું વિસ્તરણ કરવામાં આવી રહ્યું છે. આ સેન્ટર ત્રણ વર્ષ પહેલા કંપનીની નવી વ્યૂહરચના હેઠળ ખોલવામાં આવ્યું હતું.

કોમવિવાની ટીમમાં લગભગ 2 હજાર સભ્યો છે મહાપાત્રાએ કહ્યું, “અમારી ટીમમાં લગભગ 2,000 સભ્યો છે. અમે વાર્ષિક આશરે 600 લોકોની ભરતી કરીશું. તેમાંથી લગભગ 300 યુનિવર્સિટીઓમાંથી સીધી ભરતી કરવામાં આવશે જ્યારે બાકીના 200 કે 300 અનુભવી હશે.

અદાણી લાંચ કેસમાં માત્ર કાકા-ભત્રીજા જ નહીં, આ 7 લોકો પણ ફસાયા
'કાચા બદામ ગર્લ' અંજલિ અરોરા માટે દિવાળી હતી પીડાદાયક, ખુદ જણાવી ઘટના
IPL Mega Auction : આ ટીમ રૂપિયા ખર્ચવામાં નંબર-1
IPL 2025 Auction : જાણો ક્યાં મફતમાં ઓક્શન લાઈવ જોઈ શકાશે
કાજોલે આ કારણથી શાહરૂખ ખાનની ફિલ્મ કરી હતી રિજેક્ટ, બાદમાં એશ્વર્યાને મળ્યો રોલ
સૌથી સસ્તી Tata Car ની કાર કેટલાની આવે ? જાણો તેની કિંમત

એટ્રિશન રેટ 20-23 ટકા થઈ ગયો છે છેલ્લા કેટલાક ક્વાર્ટરમાં કંપનીમાં એટ્રિશન રેટ વધીને લગભગ 20-23 ટકા થયો છે જે ભૂતકાળમાં 15-16 ટકા હતો. મહાપાત્રાએ જણાવ્યું હતું કે કંપની જુલાઈ 2022 સુધીમાં લગભગ 600 લોકોની ભરતી કરવાની યોજના ધરાવે છે અને તે પછી પણ ભુવનેશ્વર કેન્દ્રમાં માનવ સંસાધનને વધારવા માટે ભરતી ચાલુ રહેશે.

કંપની ચાલુ નાણાકીય વર્ષમાં 10-12 ટકા વૃદ્ધિની અપેક્ષા રાખે છે આવક વૃદ્ધિ અંગે તેમણે જણાવ્યું હતું કે કંપની ચાલુ નાણાકીય વર્ષમાં 10-12 ટકા વૃદ્ધિની અપેક્ષા રાખે છે. નાણાકીય વર્ષ 2020-21માં કોમવિવાની આવક 845.1 કરોડ હતી.

Tech Mahindra ના શેરે ૧ વર્ષમાં 76% રિટર્ન આપ્યું Tech Mahindra કંપનીનો શેર શુક્વારે 1,601 રૂપિયા પર બંધ થયો છે. કંપનીનો શેર ૧૪ ડિસેમ્બર ૨૦૨૦ ના રોજ ૯૦૯ રૂપિયા ઉપર નોંધાયો હતો જેને આજને ૭૬ ટકા રિટર્ન આપ્યું છે. કંપનીની માર્કેટમાં સ્થિત આ મુજબ છે

Mkt cap            1.55LCr P/E ratio          27.83 Div yield          0.94% CDP                 score A 52-wk high    1,638.25 52-wk low     890.00

આ પણ વાંચો : ઈન્ડિયન ઓઈલ કોર્પોરેશન લિમિટેડમાં 300 જગ્યાઓ માટે ભરતી, ITI અને ધોરણ 12 પાસ ઉમેદવાર કરી શકશે અરજી

આ પણ વાંચો : ICAI CA Foundation Exams 2021: સોમવારથી CA ફાઉન્ડેશનની પરીક્ષા શરૂ, આ મહત્વપૂર્ણ બાબતોનું રાખવુ પડશે ધ્યાન

g clip-path="url(#clip0_868_265)">