TCS Recruitment : ફ્રેશ ગ્રેજ્યુએટ માટે ટાટા કન્સલ્ટન્સીએ બહાર પાડી ભરતી, આ રીતે કરો અરજી

દેશની અગ્રણી આઈટી કંપની ટાટા કન્સલ્ટન્સીમાં નોકરી મેળવવા માંગતા યુવાનો માટે ટાટા કન્સલ્ટન્સી સર્વિસ (TCS) એક મોટી તક લઈને આવી છે. કંપનીએ નવા સ્નાતકો માટે નોકરીઓ બહાર પાડી છે.

TCS Recruitment : ફ્રેશ ગ્રેજ્યુએટ માટે ટાટા કન્સલ્ટન્સીએ બહાર પાડી ભરતી, આ રીતે કરો અરજી
Tata Consultancy Services
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 14, 2022 | 11:49 PM

દેશની અગ્રણી આઈટી કંપની ટાટા કન્સલ્ટન્સીમાં નોકરી મેળવવા માંગતા યુવાનો માટે ટાટા કન્સલ્ટન્સી સર્વિસ (TCS) એક મોટી તક લઈને આવી છે. કંપનીએ નવા સ્નાતકો માટે નોકરીઓ બહાર પાડી છે. 2020 અથવા 2021 માં BTech, MTech, BE, ME, MCA અથવા MSc પરીક્ષા પાસ કરનારા વિદ્યાર્થીઓ માટે TCS ઑફ-કેમ્પસ ભરતી લઈને આવ્યું છે. આ ભરતીઓ ઈન્ફોર્મેશન ટેકનોલોજી અને બિઝનેસ પ્રોસેસ સર્વિસ માટે કરવામાં આવશે. ટાટા કન્સલ્ટન્સીમાં તકો શોધી રહેલા યુવાનો www.tcs.com પર અરજી કરી શકે છે. અમે તમને જણાવી દઈએ કે કંપની ટૂંક સમયમાં 2019 માં પાસ થયેલા વિદ્યાર્થીઓ માટે પણ એપ્લિકેશન બહાર પાડશે, જે વિદ્યાર્થીઓ IT ક્ષેત્ર માટે અરજી કરવા ઇચ્છુક છે તેઓ નીચે આપેલ પાત્રતા અને પસંદગી પ્રક્રિયાને ચકાસી શકે છે.

પસંદગી પ્રક્રિયા

આ જગ્યાઓ માટે અરજી કરનારા ઉમેદવારોએ પસંદગી પ્રક્રિયાના બે રાઉન્ડમાંથી પસાર થવું પડશે. પ્રથમ રાઉન્ડમાં લેખિત પરીક્ષા અને બીજા રાઉન્ડમાં ઈન્ટરવ્યુ લેવામાં આવશે. લેખિત પરીક્ષા પાસ કરનાર ઉમેદવારોને બીજા રાઉન્ડ માટે શોર્ટલિસ્ટ કરવામાં આવશે. કંપનીએ હજુ સુધી લેખિત પરીક્ષાની તારીખ જાહેર કરી નથી.

ઉંમર મર્યાદા

ઉમેદવારની ઉંમર 18 થી 28 વર્ષની વચ્ચે હોવી જોઈએ.

ભારતની એ જેલ, જ્યાં કેદીઓ સામેથી માંગે છે મોત!, ત્યાં જાય છે તે ક્યારેય પાછા નથી આવતા
સવારે ઉઠતાની સાથે દેખાય આ 6 વસ્તુઓ, તો સમજો કિસ્મત ચમકવાની છે !
Darshan Raval Wedding: બોલિવુડની હિરોઈનો કરતા પણ વધારે સુંદર છે દર્શન રાવલની પત્ની ! જુઓ-Photo
Agriculture Tips : ઘરે સરળતાથી બનાવો આ 4 ખાતર, જાણો
આજનું રાશિફળ તારીખ : 19-01-2025
Insomnia Reason : કયા વિટામિનની ઉણપને કારણે ઊંઘ નથી આવતી ? જાણી લો

શૈક્ષણિક લાયકાત

આ પોસ્ટ્સ માટે અરજી કરવા માટે, વિદ્યાર્થીઓ પાસે કુલ 60% અથવા તેથી વધુ હોવું આવશ્યક છે. 10, 12 અને ગ્રેજ્યુએશનમાં મેળવેલા માર્કસ ઉમેરીને માર્કસની ગણતરી કરવામાં આવશે. વર્ષ 2020 અથવા 2021માં પાસ થયેલા વિદ્યાર્થીઓએ જ આ પોસ્ટ માટે અરજી કરવી જોઈએ. BE, BTech, ME, M Tech, MCA અને MSc ધરાવતા વિદ્યાર્થીઓ અરજી કરી શકે છે.

કેવી રીતે અરજી કરવી

સૌ પ્રથમ, ઉમેદવારોએ TCS ની વેબસાઇટ પર જઈને IT શ્રેણી હેઠળ નોંધણી કરો અને સંબંધિત માહિતી દાખલ કરો. અરજી ફોર્મ ભર્યા પછી, તેને તપાસો. વધારે માહીતી TCS હેલ્પડેસ્ક ઈ-મેલ આઈડી: ilp.support@tcs.com પર મેઈલ કરીને તેમજ હેલ્પલાઇન નંબર: 18002093111 પર કોલ કરીને મેળવી શકાશે.

આ પણ વાંચો : TV9 નેટવર્ક ટૂંક સમયમાં લોન્ચ કરશે News9 Plus, વિશ્વમાં સંભવતઃ પ્રથમ વખત શરૂ થશે OTT ન્યૂઝ સર્વિસ પ્લેટફોર્મ

g clip-path="url(#clip0_868_265)">