AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

TCS Recruitment 2021: દેશની સૌથી મોટી IT કંપની મહિલાઓને આપી રહી છે પગભર બનવાની તક , જાણો વિગતવાર

ટાટા કન્સલ્ટિંગ સર્વિસિઝે (Tata Consultancy Services) એવી મહિલાઓ માટે ભરતી અભિયાન (TCS Recruitment 2021 for Women) શરૂ કર્યું છે જેઓ કરિયરમાં ગેપ બાદ નોકરીની શોધમાં છે.

TCS Recruitment 2021: દેશની સૌથી મોટી IT કંપની મહિલાઓને આપી રહી છે પગભર બનવાની તક , જાણો વિગતવાર
TCS Recruitment 2021
TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 10, 2021 | 2:41 PM
Share

TCS Recruitment 2021: IT સર્વિસ ક્ષેત્રે અગ્રણી ટાટા કન્સલ્ટન્સી સર્વિસિસ (TCS) એ નોકરી શોધી રહેલી મહિલા વ્યાવસાયિકો માટે તેની સૌથી મોટી રિક્રુટમેન્ટ ડ્રાઇવ( recruitment drive) ‘Rebegin’ શરૂ કરી છે. જો તમે નોકરીની શોધમાં (Job Search) છો તો તમારા સમાચાર તમને સારી તક માટે માહિતી પુરી પાડી રહ્યા છે.

ટાટા કન્સલ્ટિંગ સર્વિસિઝે (Tata Consultancy Services) એવી મહિલાઓ માટે ભરતી અભિયાન (TCS Recruitment 2021 for Women) શરૂ કર્યું છે જેઓ કરિયરમાં ગેપ બાદ નોકરીની શોધમાં છે. IT ફર્મનું કહેવું છે કે પ્રતિભા અને ક્ષમતા હંમેશા જળવાઇ રહેશે અને ફરી શરૂઆત કરવા ઇચ્છુક મહિલાઓ માટે અવસર છે કે તેઓ પોતાને પ્રેરિત કરે અને ફરી શરૂઆત કરીને નવી ઓળખ બનાવે.

મહિલાઓ માટે અવસર કંપની તેવી મહિલાઓને અવસર પ્રદાન કરી રહી છે જેમને કરિયરમાં ગેપ આવી જતા નવી શરૂઆત માટે તકની જરૂર છે. દેશની પ્રમુખ આઇટી ફર્મે જણાવ્યું કે, “ટીસીએસ (TCS) તેવા લોકોની શોધમાં છે જેઓ પોતાની કુશળતા અને દૃષ્ટિકોણ દ્વારા વિશ્વમાં પરિવર્તન લાવવાની ક્ષમતા રાખે છે. જો તમે પણ તેમાંથી એક છો તો અમે ભરતી કરવા ઉત્સાહિત છીએ.”

કંપનીએ વધુમાં જણાવ્યું કે અહીં તમને ઉપલબ્ધ રોજગારીના ઘણા અવસરો શોધવા માટે પ્લેટફોર્મ મળશે. આ પહેલ તમને માત્ર તમારી કુશળતા ખીલવવાનો જ નહીં પરંતુ તમારા મહત્વકાંક્ષી ક્ષેત્રમાં કરિયર બનાવવાનો પણ અવસર પ્રદાન કરે છે.

કોણ અરજી કરી શકે? જે પણ ઉમેદવાર ઇચ્છુક છે અને તેમની પાસે 2થી 5 વર્ષનો અનુભવ છે તો તે અરજી કરી શકે છે. આ ભરતી દેશભરમાં કરવામાં આવશે. જે માટેની શૈક્ષણિક લાયકાત ગ્રેજ્યુએટ કે પોસ્ટ ગ્રેજ્યુએટ હોવી જોઇએ. રસ ધરાવતા ઉમેદવારો પોતાના કરિયરને ધ્યાનમાં રાખીને અરજી કરી શકે છે. લાયક ઉમેદવારને ઇન્ટરવ્યુ અંગેની માહિતી રજીસ્ટર્ડ મેઇલ આઇડી દ્વારા મોકલવામાં આવશે.

આ skill આવશ્યક છે SQL Server DBA, Linux Administrator, Network Admin, Mainframe Admin, Automation Testing, Performance Testing Consultant, Angular JS, Oracle DBA, Citrix Administrator, Java Developer, Dotnet Developer, Android Developerની સ્કીલ હોવી અનિવાર્ય છે.

ટીસીએસે જણાવ્યુ કે, “નવીનતા અને સામૂહિક જ્ઞાન દ્વારા વધુ સારું ભવિષ્ય બનાવવું તે જ અમારો ઉદ્દેશ્ય છે. તેથી અમે તમારા અનુભવ, તમારા વિચારો અને ભાવિ પેઢીઓ માટે નવા રસ્તાઓ બનાવવાની તમારી ક્ષમતાનું સંપૂર્ણ સન્માન કરીએ છીએ. ગૌરવપૂર્ણ સફળતાઓ અને પડકારરૂપ ભૂમિકાઓ સાથે તમે એક અલગ સફરનો અનુભવ કરો તેવી અમારી ઇચ્છા છે. જેમાં માત્ર એક સરળ સિંગલ સ્ટેજ ઇન્ટરવ્યૂ પ્રોસેસ બોનસ પોઇન્ટ છે.”

અરજી કરવા અને વધુ વિગતો માટે આ https://www.tcs.com/careers/rebegin-jobs લિંક ઉપર ક્લિક કરો

આ પણ વાંચો :  શું છે IPO, FPO અને OFS ? શેરબજારમાં શું છે તેમની ભૂમિકા ? જાણો અહેવાલ દ્વારા

આ પણ વાંચો :  કોઈ ફાટેલી ચલણી નોટ પધરાવી ગયું છે ? ચિંતા ન કરશો આ અહેવાલની માહિતી તમને ફાટેલી નોટના 100% રિટર્ન અપાવશે

Follow Us
પાલનપુરમાં વીજ કેબલમાં ભયાવહ આગ
પાલનપુરમાં વીજ કેબલમાં ભયાવહ આગ
₹18,518 કરોડનું બજેટ પણ કામગીરી 'ઝીરો', અમદાવાદીઓના હાલ 'બેહાલ' થયા
₹18,518 કરોડનું બજેટ પણ કામગીરી 'ઝીરો', અમદાવાદીઓના હાલ 'બેહાલ' થયા
ગુજરાતમાં જળબંબાકારની સ્થિતિમાં 5,500થી વધુ લોકોનું 'રેસ્ક્યુ'
ગુજરાતમાં જળબંબાકારની સ્થિતિમાં 5,500થી વધુ લોકોનું 'રેસ્ક્યુ'
આકાશી આફત સામે એક્શન મોડમાં AMC, 79 સ્થળોએથી પાણી ઓસર્યા
આકાશી આફત સામે એક્શન મોડમાં AMC, 79 સ્થળોએથી પાણી ઓસર્યા
સૌરાષ્ટ્ર પર મેઘરાજાએ વરસાવ્યુ હેત, સાર્વત્રિક વરસાદથી ખેડૂતો ખુશખુશાલ
સૌરાષ્ટ્ર પર મેઘરાજાએ વરસાવ્યુ હેત, સાર્વત્રિક વરસાદથી ખેડૂતો ખુશખુશાલ
શ્રીનંદનગરમાં બેઝમેન્ટમાં પાણી ભરાઈ જતા લોકોના વાહનો ડૂૂબ્યા- Video
શ્રીનંદનગરમાં બેઝમેન્ટમાં પાણી ભરાઈ જતા લોકોના વાહનો ડૂૂબ્યા- Video
ગુજરાતમાં ભારે વરસાદની ચેતવણી, રાહત કમિશનરે આપ્યું મહત્ત્વપૂર્ણ નિવેદન
ગુજરાતમાં ભારે વરસાદની ચેતવણી, રાહત કમિશનરે આપ્યું મહત્ત્વપૂર્ણ નિવેદન
બાઇક પર 'ટોઇલેટ સીટ'! સોશિયલ મીડિયા પર વાયરલ થયો અજબ-ગજબનો 'Video'
બાઇક પર 'ટોઇલેટ સીટ'! સોશિયલ મીડિયા પર વાયરલ થયો અજબ-ગજબનો 'Video'
અમરેલીમાં મુશળધાર વરસાદથી શેત્રુંજી નદીમાં આવ્યુ ઘોડાપૂર- Video
અમરેલીમાં મુશળધાર વરસાદથી શેત્રુંજી નદીમાં આવ્યુ ઘોડાપૂર- Video
અમદાવાદના નવા રોડની ચોંકાવનારી હકીકત
અમદાવાદના નવા રોડની ચોંકાવનારી હકીકત
g clip-path="url(#clip0_868_265)">