AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Success Story: 600 ઈમેલ્સ…80 કોલ્સ, ડ્રીમ જોબ માટે કરી આટલી મહેનત, જાણીને તમે કહેશો ભાઈ વાહ..!

Success Story : વત્સલ નહાતાની (Vatsal Nahata) પ્રેરણાદાયી સફર કોવિડ-19 રોગચાળા દરમિયાન શરૂ થઈ હતી. 2020માં તે અમેરિકાની યેલ યુનિવર્સિટીમાં પોતાનો અભ્યાસ પૂર્ણ કરવાનો હતો.

Success Story: 600 ઈમેલ્સ…80 કોલ્સ, ડ્રીમ જોબ માટે કરી આટલી મહેનત, જાણીને તમે કહેશો ભાઈ વાહ..!
Vatsal Nahata
TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 25, 2022 | 12:06 PM
Share

Success Story : જેઓ સખત મહેનત કરવામાં માને છે અને ક્યારેય હાર માનતા નથી તેમના માટે જીવન આશ્ચર્યથી ભરેલું છે. વત્સલ નહાતા આવા જ એક લોકો છે. શ્રી રામ કોલેજ ઓફ કોમર્સ ગ્રેજ્યુએટ વત્સલ નહાતાની (Vatsal Nahata) કહાની જાણીને તમને પણ નવાઈ લાગશે. ખરેખર તો World Bankમાં નોકરી એ વત્સલનું સપનું હતું. આવી સ્થિતિમાં તેણે પોતાનું સપનું પૂરું કરવા માટે ઘણી મહેનત કરી. 600 કોલ્ડ ઈમેલ અને 80 કોલ્સ પછી આખરે વત્સલ નહાતાને તેની ડ્રીમ જોબ મળી ગઈ. ચાલો જાણીએ વત્સલની આ પ્રેરણાદાયી વાર્તા વિશે.

અમેરિકાની યેલ યુનિવર્સિટીમાં પોતાનો અભ્યાસ કર્યો પૂર્ણ

વત્સલની પ્રેરણાત્મક યાત્રા કોવિડ-19 રોગચાળા દરમિયાન શરૂ થઈ હતી. વાસ્તવમાં 2020માં તે અમેરિકાની યેલ યુનિવર્સિટીમાં પોતાનો અભ્યાસ પૂર્ણ કરવાનો હતો. જો કે, તે સમયે મંદીનું વાતાવરણ હતું અને કંપનીઓ લોકોને નોકરીમાંથી કાઢી મુકવામાં વ્યસ્ત હતી. તે જ સમયે, અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પનું ઈમિગ્રેશન પર વલણ પણ કડક હતું. તેમણે કહ્યું કે નોકરી પર માત્ર અમેરિકન નાગરિકોને જ રાખવા જોઈએ. વત્સલ નહાતા કહે છે, ‘મારી પાસે નોકરી નહોતી અને બે મહિનામાં હું ગ્રેજ્યુએટ થવાનો હતો અને હું યેલમાં વિદ્યાર્થી હતો.

મજબુત ઈરાદાથી મળી નોકરી

વત્સલએ પોતે કહ્યું કે જો તે અમેરિકામાં નોકરી મેળવી શકતી નથી તો યેલ આવવાનો શું ફાયદો છે. તેણે કહ્યું ‘જ્યારે મારા માતા-પિતાએ ફોન કરીને મને પૂછ્યું કે હું કેવો છું, ત્યારે મારા માટે માતા-પિતાને સાચી વાત કહેવી મુશ્કેલ બની ગઈ.’ તેણે કહ્યું, ‘પરંતુ હું ભારત પરત ફરવા માટે મક્કમ હતો. ત્યાં કોઈ વિકલ્પ નથી અને મારો પહેલો પગાર ડોલરમાં હોવો જોઈએ.’ જો કે, વત્સલનો સંકલ્પ સ્ટીલ જેવો મજબૂત હતો. બે મહિના દરમિયાન, તેણે 1500થી વધુ કનેક્શન રિકવેસ્ટ મોકલી, 600 કોલ્ડ-ઈમેલ લખ્યા અને 80 લોકોને વિવિધ કોલ્સ કર્યા.

તે આગળ જણાવે છે કે, ‘મને અત્યાર સુધીના સૌથી વધુ રિજેક્શનનો સામનો કરવો પડ્યો હતો પણ જરૂરિયાત સમજીને મેં મારી જાતને મજબૂત કરી લીધી હતી અને હું ક્યાંય જતો નહોતો. તેણે કહ્યું ‘મેના પહેલા અઠવાડિયા સુધી મારી પાસે 4 નોકરીની ઓફર હતી અને મેં વર્લ્ડ બેંકમાં કામ કરવાનું પસંદ કર્યું. મારા ઓપીટી પછી કંપની મારા વિઝાને સ્પોન્સર કરવા તૈયાર હતી. મારા મેનેજરે મને વિશ્વ બેંકના વર્તમાન ડિરેક્ટર ઓફ રિસર્ચ સાથે મશીન લર્નિંગ પેપરના સહ-લેખકની ઓફર કરી.’

સંઘર્ષમાં શીખી આ બાબતો

  • વત્સલ હાલમાં ઈન્ટરનેશનલ મોનેટરી ફંડ (IMF)માં કામ કરે છે. તે કહે છે કે બે મહિનાની આ યાત્રાએ કેટલીક મહત્વપૂર્ણ બાબતો શીખવી છે.
  • તેણે મને નેટવર્કિંગની વાસ્તવિક શક્તિ બતાવી છે અને તે હવે મારો સ્વભાવ બની ગયો છે.
  • તેનાથી મને આત્મવિશ્વાસ મળ્યો કે, હું કોઈ પણ પરિસ્થિતિમાં ટકી શકીશ અને અમેરિકામાં એક અપ્રવાસી તરીકે માર્ગ શોધી શકું છું.
  • મારી આઈવી લીગની ડીગ્રી મને અહીં સુધી જ લાવી શકે છે.
  • સંકટનો સમય (COVID-19 અને ટ્રમ્પની ઇમિગ્રેશન નીતિ) વધુ વિકસિત વ્યક્તિ તરીકે તૈયાર કરવા માટે આદર્શ છે.

g clip-path="url(#clip0_868_265)">