SSC MTS Admit Card 2021: SSC MTS પરીક્ષાનું એડમિટ કાર્ડ થયુ જાહેર, આ સ્ટેપથી કરો ડાઉનલોડ
ઉમેદવારો SSCની સતાવાર વેબસાઈટ ssc.nic.in પર જઈને MTS પરીક્ષાનું એડમિટ કાર્ડ ડાઉનલોડ કરી શકે છે.
SSC MTS Admit Card 2021: સ્ટાફ સિલેક્શન કમિશને MTS પરીક્ષાનું એડમિટ કાર્ડ 2021 (SSC MTS એડમિટ કાર્ડ 2021) જાહેર કર્યું છે. મલ્ટી ટાસ્કિંગ સ્ટાફ પરીક્ષા માટેનું એડમિટ કાર્ડ SSC ની (Staff Selection Commission) સત્તાવાર વેબસાઇટ પર જઈને ઉમેદવારો ડાઉનલોડ કરી શકે છે.જે ઉમેદવારો એડમિટ કાર્ડ ડાઉનલોડ કરવા ઇચ્છે છે તેઓ સતાવાર વેબસાઈટ (Official Website) પર જઈને તેમના રોલ નંબર અને જન્મ તારીખ સબમિટ કરીને એડમિટ કાર્ડ ડાઉનલોડ કરી શકે છે. MTS પેપર I ની પરીક્ષા 5 ઓક્ટોબરથી 2 નવેમ્બર, 2021 સુધી લેવામાં આવશે.
SSC MTS એડમિટ કાર્ડ 2021 કેવી રીતે ડાઉનલોડ કરવું ?
Step 1: સૌ પ્રથમ SSCની સતાવાર વેબસાઇટ પર જાઓ Step 2: હવે વેબસાઇટ પર આપવામાં આવેલી એડમિટ કાર્ડ લિંક પર ક્લિક કરો. Step 3: હવે તમારો રોલ નંબર અને જન્મ તારીખ સબમિટ કરો. Step 4: તમારું એડમિટ કાર્ડ સ્ક્રીન પર દેખાશે. Step 5: તેને ડાઉનલોડ કરો. Step 6: પરીક્ષા હોલમાં લઈ જવા માટે તેની પ્રિન્ટ આઉટ કાઢી લો.
SSC MTS ની પરીક્ષામાં બે પેપર હશે
SSC MTS ની પરીક્ષામાં પેપર I અને પેપર II બે પેપર હશે. પેપર I કોમ્પ્યુટર આધારિત ટેસ્ટ હશે અને પેપર II વર્ણનાત્મક પેપર હશે. પેપર મારે ઓબ્જેક્ટિવ પ્રકારના પ્રશ્નો હશે અને દરેક ખોટા જવાબ માટે નેગેટિવ માર્કિંગ (Negative Marks) હશે. પ્રશ્નો અંગ્રેજી અને હિન્દી બંનેમાં સેટ કરવામાં આવશે. ગુણના પુન: મૂલ્યાંકન કે પુન: ચકાસણી માટે કોઈ જોગવાઈ રહેશે નહીં. આ અંગે કોઈ પત્રવ્યવહાર પણ કરવામાં આવશે નહીં.
રવિવારે રીટ પરીક્ષા યોજાશે
રાજસ્થાનની સૌથી મોટી REET પરીક્ષા રવિવારે યોજાશે. રાજસ્થાન શિક્ષક યોગ્યતા કસોટી (REET) માં 16 લાખ 51 હજાર 812 ઉમેદવારો પરીક્ષા આપે તેવી શક્યતા છે.બંને પાળીની પરીક્ષા માટે 25 લાખ 25 હજાર 522 નોંધાયેલા છે. રાજ્યના 3 હજાર 993 પરીક્ષા કેન્દ્રો પર આ પરીક્ષા લેવાશે. પરીક્ષાને લઈને શિક્ષણ વિભાગ અને વહીવટીતંત્ર દ્વારા તૈયારીઓ પૂર્ણ કરવામાં આવી છે. રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોતે રાજ્યમાં 26 સપ્ટેમ્બરે ખાનગી બસોમાં યોજાનારી આ પરીક્ષામાં ઉમેદવારોને મફત મુસાફરીની સુવિધા આપવાની જાહેરાત કરી છે.
આ પણ વાંચો: DRDO recruitment 2021: જુનિયર રિસર્ચ ફેલોની પોસ્ટ માટે જાહેર થઈ ભરતી
આ પણ વાંચો: IAS અધિકારી બનવાનું અને વંચિતોની સેવા કરવાનું સ્વપ્ન સાકાર થયું: UPSC ટોપર શુભમ કુમાર