RRB Group D સ્કોરકાર્ડ થયું જાહેર, અહીં દરેક ક્ષેત્ર માટે છે સીધી લિંક, ડાઉનલોડ કરો
RRB Group D રિઝલ્ટ 2022નું સ્કોરકાર્ડ બહાર પાડ્યું છે. તમે rrbcdg.gov.in સહિત અન્ય RRB પ્રાદેશિક વેબસાઇટની મુલાકાત લઈને ગ્રુપ ડી સ્કોરકાર્ડ ડાઉનલોડ કરી શકો છો.

રેલવે ભરતી બોર્ડે ગ્રુપ ડી રિઝલ્ટ 2022નું સ્કોર કાર્ડ બહાર પાડ્યું છે. જો તમે RRB ગ્રુપ Dની પરીક્ષા આપી હતી તો હવે તમે તમારું સ્કોર કાર્ડ ડાઉનલોડ કરીને તમારા ગુણ ચકાસી શકો છો. આરઆરબીએ Group D Result 2022ની જાહેરાત પહેલાથી કરી દીધી હતી. હવે RRB ગ્રુપ ડી સ્કોર કાર્ડની લિંક રેલવે ભરતી બોર્ડની વિવિધ પ્રાદેશિક વેબસાઇટ્સ પર અપલોડ કરવામાં આવી છે. આ સમાચારમાં તમામ પ્રાદેશિક વેબસાઈટ અને તેના પર હાજર સ્કોરકાર્ડની લિંક આપવામાં આવી છે.
તમે RRB અલ્હાબાદ, પટના, ભોપાલ, ચંદીગઢ, બિલાસપુર અથવા અન્ય જેવી પ્રાદેશિક વેબસાઇટ પરથી પણ RRB સ્કોરકાર્ડ ડાઉનલોડ કરી શકશો. તમે નીચે આપેલી સંબંધિત લિંક પર ક્લિક કરીને ગ્રુપ ડી સ્કોર કાર્ડ 2022 સરળતાથી ડાઉનલોડ કરી શકો છો. તમારે ફક્ત તમારો એપ્લિકેશન નંબર અને પાસવર્ડ અથવા જન્મ તારીખની માહિતી દાખલ કરવાની જરૂર છે.
Group D Scorecard Download Links અહીં ક્લિક કરો
આ સ્કોરકાર્ડ તમને તમારા રેલવે ગ્રુપ ડી પર્સેન્ટાઈલ સ્કોર, સામાન્ય ગુણ, અંતિમ ગુણ અને તમને RRB ગ્રુપ D PET માટે શોર્ટલિસ્ટ કરવામાં આવ્યા છે કે નહીં તેની સ્થિતિ જણાવશે. આ સ્કોર કાર્ડ્સ 01 જાન્યુઆરી 2023 સુધી તમામ RRB ઓફિશિયલ વેબસાઇટ્સ પર ઉપલબ્ધ રહેશે. તે પહેલાં તેમને ડાઉનલોડ કરો. સોફ્ટ કોપી સેવ કરવાની સાથે તેની પ્રિન્ટ આઉટ પણ લો. આ આગળની RRB ગ્રુપ ડી ભરતી પ્રક્રિયામાં ઉપયોગી થશે.
રેલવે ભરતી બોર્ડે 17 ઓગસ્ટ 2022થી 11 ઓક્ટોબર 2022 દરમિયાન ગ્રુપ ડી ભરતી પરીક્ષાનું આયોજન કર્યું હતું. પરીક્ષાઓ વિવિધ તબક્કામાં લેવામાં આવી હતી. પરિણામ શનિવારે, 24 ડિસેમ્બર 2022ના રોજ જાહેર કરવામાં આવ્યું હતું. આ કોમ્પ્યુટર આધારિત લેખિત પરીક્ષા પાસ કરનારા ઉમેદવારોએ શારીરિક કાર્યક્ષમતા કસોટીમાં હાજર રહેવાનું રહેશે.
ફેબ્રુઆરી 2019માં જ રેલવેમાં ગ્રુપ ડીની જગ્યાઓ પર ભરતી માટે 1 લાખથી વધુ ખાલી જગ્યાઓની જાહેરાત કરવામાં આવી હતી પરંતુ કોરોના પીરિયડ સહિતના અન્ય કારણોસર પરીક્ષાઓ સ્થગિત થતી રહી અને 3 વર્ષ પછી પરીક્ષાઓ યોજાઈ. આ માટે દેશભરમાંથી એક કરોડથી વધુ ઉમેદવારોએ અરજી કરી હતી.