ઉમેદવારો માટે ખુશખર : રેલવેમાં 10 પાસ માટે બમ્પર ભરતી જાહેર, પરીક્ષા વિના જ મળશે નોકરી !
વેસ્ટ સેન્ટ્રલ રેલ્વે દ્વારા બમ્પર ભરતી જાહેર કરવામાં આવી છે. ઈચ્છુક ઉમેદવારો વેસ્ટ સેન્ટ્રલ રેલવેની સતાવાર વેબસાઈટ પર જઈને ઓનલાઈન અરજી કરી શકે છે.
Railway Apprentice Recruitment 2021: વેસ્ટ સેન્ટ્રલ રેલ્વે દ્વારા એપ્રેન્ટીસની જગ્યાઓ પર બમ્પર ભરતી કરવામાં આવી રહી છે. સરકારી નોકરી શોધી રહેલા યુવાનો માટે આ એક મોટી તક છે. એપ્રેન્ટિસની 2,226 જગ્યાઓ પર આ ભરતી કરવામાં આવશે. આ જગ્યાઓ માટે અરજી કરવાની છેલ્લી તારીખ 11 નવેમ્બર છે. ઉલ્લેખનીય છે કે, 10 પાસ ઉમેદવારોને કોઈ પણ પ્રકારની પરીક્ષા વગર નોકરી મળશે. રસ ધરાવતા અને લાયક ઉમેદવારો સત્તાવાર વેબસાઇટ wcr.indianrailways.gov.in પર જઈને રજિસ્ટ્રેશન કરાવી શકે છે. ખાલી જગ્યા અંગે વધુ વિગતો નીચે આપેલ છે.
આ રીતે અરજી કરો
Step 1: સૌ પ્રથમ સત્તાવાર વેબસાઇટ wcr.indianrailways.gov.in પર જાઓ
Step 2: વેબસાઈટ પર આપેલ અરજી ફોર્મ પર ક્લિક કરો.
Step 3: હવે જરૂરી માહિતી સબમિટ કરવાની રહેશે.
Step 4: તમારા દસ્તાવેજો સબમિટ કરો.
Step 5: ફોટો અપલોડ કરો અને સહી કરો.
Step 6: બધી પ્રક્રિયા પૂર્ણ કર્યા પછી, એપ્લિકેશનની પ્રિન્ટ આઉટ કાઢી લો.
લાયકાત
ઉમેદવારોએ ઓછામાં ઓછા 50 ટકા ગુણ સાથે ધોરણ 10 પાસ અથવા માન્ય બોર્ડમાંથી સમકક્ષ પ્રમાણપત્ર (Certificate) હોવું જોઈએ. આ ઉપરાંત, તેમની પાસે NCVT અથવા SCVT નું રાષ્ટ્રીય પ્રમાણપત્ર પણ હોવું જોઈએ.
વય મર્યાદા
ઉમેદવારોની ઉંમર 15 વર્ષથી 24 વર્ષની વચ્ચે હોવી જોઈએ.
પસંદગી કેવી રીતે થશે ?
સૂચના અનુસાર, તમામ ઉમેદવારોના હાઇસ્કૂલ અને ITI માર્કસને જોડીને મેરિટ લિસ્ટ તૈયાર કરવામાં આવશે. આ મેરિટ લિસ્ટમાં સ્થાન મેળવનારાઓને ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે બોલાવવામાં આવશે. જેઓ પ્રક્રિયા પૂર્ણ કરશે, તેમની પસંદગી કરવામાં આવશે.
અરજી ફી
SC/ST, વિકલાંગ વ્યક્તિઓ, મહિલાઓ સિવાયના તમામ ઉમેદવારો માટેની અરજી ફી 100 રૂપિયા છે. ઉમેદવારો ડેબિટ કાર્ડ,ક્રેડિટ કાર્ડ,ઈન્ટરનેટ બેંકિંગ,ઈ-વોલેટ વગેરેનો ઉપયોગ કરીને ચુકવણી કરી શકશે.
પૂર્વ રેલવેમાં પણ ભરતીની જાહેરાત
રેલવે રિક્રુટમેન્ટ સેલ તરફથી ઈસ્ટર્ન રિજનમાં પણ એપ્રેન્ટિસની પોસ્ટ માટે બમ્પર ભરતીની જાહેરાત કરવામાં આવી છે.આ ભરતી કુલ 3366 જગ્યાઓ પર થશે. આ જગ્યાઓ માટે ઓનલાઈન અરજીઓ (Application) કરવામાં આવી રહી છે. આ જગ્યા માટે અરજી કરવા ઉમેદવારોએ RRCની સત્તાવાર વેબસાઇટ www.rrcer.com પર જઈને ઓનલાઈન ફોર્મ ભરવાનું રહેશે. આ ખાલી જગ્યા માટે અરજી પ્રક્રિયા 3 નવેમ્બર સાંજે 6:00 વાગ્યા સુધી ચાલુ રહેશે. તેમજ મેરિટ લિસ્ટ 18 નવેમ્બર 2021ના રોજ બહાર પાડવામાં આવશે.
આ પણ વાંચો: QS Asia Ranking 2022 માં આ યુનિવર્સિટીએ મારી બાજી, જાણો આ રેન્કિંગમાં ભારતની કેટલી સંસ્થાનો થયો સમાવેશ
આ પણ વાંચો: IBPS SO Recruitment 2021: સ્પેશિયાલિસ્ટ ઓફિસર પોસ્ટ માટે જાહેર થઈ ભરતી, જાણો સમગ્ર વિગતો