UGC NET પરીક્ષાની તારીખો જાહેર કરવામાં આવી છે. આ વખતે ડિસેમ્બર 2020 અને જૂન 2021 સત્રની પરીક્ષા એક સાથે લેવામાં આવશે. પરીક્ષા 6 ઓક્ટોબરથી 11 ઓક્ટોબર દરમિયાન લેવામાં આવશે. નેશનલ ટેસ્ટિંગ એજન્સી દ્વારા બહાર પાડવામાં આવેલી નોટિસ અનુસાર વિદ્યાર્થીઓને UGC NET પરીક્ષા માટે અરજી કરવાની વધુ એક તક આપવામાં આવી રહી છે.
જે વિદ્યાર્થીઓ અગાઉ નોંધણી કરાવી શક્યા નથી તેઓ 5 સપ્ટેમ્બર સુધી નોંધણી કરાવી શકે છે. તમામ રસ ધરાવતા ઉમેદવારો માટે આ તારીખ સુધી અરજી વિન્ડો ખુલ્લી રહેશે. અરજી ફી જમા કરવાની છેલ્લી તારીખ 6 સપ્ટેમ્બર 2021 છે. તે જ સમયે, એપ્લિકેશનમાં સુધારણા કરવા માટે 7થી 12 સપ્ટેમ્બર સુધી વિન્ડો ખોલવામાં આવશે.
અરજી કરવા માટે જનરલ કેટેગરીના ઉમેદવારોને 1000 રૂપિયા અને ઓબીસી, ઇડબલ્યુએસ જેવા અનામત કેટેગરીના ઉમેદવારોને 500 રૂપિયા ચૂકવવા પડશે. આ સિવાય એસસી, એસટી અને ટ્રાન્સજેન્ડર કેટેગરીના ઉમેદવારોએ 250 રૂપિયાની અરજી ફી ચૂકવવી પડશે.