Pariksha Pe Charcha 2022: ‘પરીક્ષા પે ચર્ચા’ માટે નોંધણીની છેલ્લી તારીખ લંબાવવામાં આવી , અહીં જુઓ વિગતો

Pariksha Pe Charcha 2022: PM નરેન્દ્ર મોદીની (PM Modi) પરિક્ષા પે ચર્ચા 2022 માટે નોંધણી કરાવવાની છેલ્લી તારીખ લંબાવવામાં આવી છે. અગાઉ છેલ્લી તારીખ 20 જાન્યુઆરી હતી.

Pariksha Pe Charcha 2022: 'પરીક્ષા પે ચર્ચા' માટે નોંધણીની છેલ્લી તારીખ લંબાવવામાં આવી , અહીં જુઓ વિગતો
PM Modi file photo
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 23, 2022 | 12:06 PM

Pariksha Pe Charcha 2022: PM નરેન્દ્ર મોદીની (PM Modi) પરિક્ષા પે ચર્ચા 2022 માટે નોંધણી કરાવવાની છેલ્લી તારીખ લંબાવવામાં આવી છે. અગાઉ છેલ્લી તારીખ 20 જાન્યુઆરી હતી. દર વર્ષે યોજાતી PPCમાં PM નરેન્દ્ર મોદી બોર્ડની પરીક્ષા 2022 પહેલા વિદ્યાર્થીઓ સાથે વાતચીત કરે છે. તે પરીક્ષાને લગતા મુદ્દાઓ પર બાળકોના પ્રશ્નોના જવાબ આપે છે. પીએમના પરિક્ષા પે ચર્ચા કાર્યક્રમમાં ધોરણ 9 થી 12ના વિદ્યાર્થીઓની સાથે વાલીઓ અને શિક્ષકોને પણ લેવામાં આવે છે. વિદ્યાર્થીઓ, શિક્ષકો (teachers) અને માતા-પિતા (parents) પરીક્ષા પે ચર્ચા 2022માં ભાગ લેવા mygov.in પર નોંધણી કરાવી શકે છે. PM નરેન્દ્ર મોદી વિદ્યાર્થીઓ સાથે પરીક્ષા અંગે ચર્ચા કરશે, જેની જાહેરાત તેમણે મન કી બાતમાં કરી હતી.

આવી સ્થિતિમાં, 9મીથી 12મી સુધી, જે વિદ્યાર્થીઓ આ કાર્યક્રમમાં ભાગ લેવા માગે છે તેઓ સત્તાવાર વેબસાઇટ- mygov.in પર જઈને (Pariksha Pe Charcha 2022) નોંધણી કરાવી શકે છે.

મંત્રાલયના જણાવ્યા અનુસાર, આ કાર્યક્રમમાં ભાગ લેવા માટે, વિદ્યાર્થીઓ, શિક્ષકો અને માતા-પિતા MyGov વેબસાઇટ પર ‘પરીક્ષા પે ચર્ચા 2022’ વિભાગમાં નોંધણી કરાવી શકે છે. તેના પર સ્પર્ધાના આધારે 2050 વિદ્યાર્થીઓ, શિક્ષકો અને વાલીઓને પસંદ કરવામાં આવશે અને તેમને ‘પરીક્ષા પે ચર્ચા’ કીટ પણ આપવામાં આવશે. આમાં ધોરણ IX થી XII ના વિદ્યાર્થીઓ ભાગ લઈ શકશે અને વધુમાં વધુ 500 શબ્દોમાં પ્રશ્નો દાખલ કરી શકશે.

આજનું રાશિફળ તારીખ 26-04-2024
ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
વિરાટ કોહલીએ ફટકારી અડધી સદી, છતાં આ મામલે કર્યા નિરાશ
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?

વિદ્યાર્થીઓ માટે સ્પર્ધાને લઈને કેટલાક વિષયો નક્કી કરવામાં આવ્યા છે, જેમાં કોવિડ-19 દરમિયાન પરીક્ષાના તણાવ વ્યવસ્થાપન વ્યૂહરચના, તમારા ગામ અને શહેરનો ઈતિહાસ, આત્મનિર્ભર ભારત માટે આત્મનિર્ભર શાળા, સ્વચ્છ ભારત ગ્રીન ઈન્ડિયા, પર્યાવરણ સંરક્ષણનો સમાવેશ થાય છે.

શિક્ષકો માટેના વિષયોમાં ‘નવા ભારત માટે નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ’, ‘કોવિડ રોગચાળો: તકો અને પડકારો’નો સમાવેશ થાય છે. સાથે જ વાલીઓ માટે ‘બેટી પઢાવો દેશ બચાવો’, ‘લોકલ ટુ ગ્લોબલઃ વોકલ ફોર લોકલ’ અને ‘લાઇફલોંગ સ્ટુડન્ટ’ જેવા વિષયો રાખવામાં આવ્યા છે. આ માટે રજીસ્ટ્રેશન 20 જાન્યુઆરી સુધી કરાવી શકાશે.

ગયા વર્ષે આટલા લાખ વિદ્યાર્થીઓએ કરાવ્યું હતું રજીસ્ટ્રેશન

રિપોર્ટ અનુસાર, ગયા વર્ષે ‘પરીક્ષા પે ચર્ચા’ કાર્યક્રમ માટે 2.62 લાખ શિક્ષકો અને 93,000 વાલીઓએ પણ નોંધણી કરાવી હતી. કોરોના રોગચાળાને ધ્યાનમાં રાખીને, ગયા વર્ષે પરીક્ષા પે ચર્ચા કાર્યક્રમ ઓનલાઈન કરવામાં આવ્યો હતો. દર વર્ષે પીએમ મોદી ‘પરીક્ષા પે ચર્ચા’ કાર્યક્રમ દ્વારા વિદ્યાર્થીઓ, વાલીઓ અને શિક્ષકો સાથે વાર્તાલાપ કરે છે.

આ પણ વાંચો: NTPC : જનરલ સર્જન અને સ્પેશિયાલિસ્ટની જગ્યાઓ માટે ભરતી, અરજી કરવાની છેલ્લી તારીખ 27 જાન્યુઆરી

આ પણ વાંચો: UPSC Success Story: પિતા મારુતિની ફેક્ટરીમાં હતા કામદાર, દીકરી મોહિતા શર્મા આવી રીતે બની IPS ઓફિસર

Latest News Updates

આકરા ઉનાળા વચ્ચે વલસાડ શહેર અને આસપાસના વિસ્તારમાં કમોસમી વરસાદ
આકરા ઉનાળા વચ્ચે વલસાડ શહેર અને આસપાસના વિસ્તારમાં કમોસમી વરસાદ
આ રાશિના જાતકોને થશે ધનલાભ, જાણો તમારુ રાશિફળ
આ રાશિના જાતકોને થશે ધનલાભ, જાણો તમારુ રાશિફળ
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
g clip-path="url(#clip0_868_265)">