Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Padma Awards 2022: રાધેશ્યામ ખેમકાનું જીવન ગીતાપ્રેસને સમર્પિત હતું, પદ્મ વિભૂષણથી થશે સન્માનિત

Padma Awards 2022: રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે મંગળવારે પદ્મ પુરસ્કારો (Padma Awards 2022) 2022ની જાહેરાત કરી. આ વખતે ચાર લોકોને પદ્મ વિભૂષણ, 17 લોકોને પદ્મ ભૂષણ, 107 લોકોને પદ્મશ્રી આપવામાં આવશે.

Padma Awards 2022: રાધેશ્યામ ખેમકાનું જીવન ગીતાપ્રેસને સમર્પિત હતું, પદ્મ વિભૂષણથી થશે સન્માનિત
Radheshyak Khemka was the president of Gita Press of Gorakhpur
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 26, 2022 | 4:44 PM

Padma Awards 2022: રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે મંગળવારે પદ્મ પુરસ્કારો (Padma Awards 2022) 2022ની જાહેરાત કરી. આ વખતે ચાર લોકોને પદ્મ વિભૂષણ, 17 લોકોને પદ્મ ભૂષણ, 107 લોકોને પદ્મશ્રી આપવામાં આવશે. જેમાં યુપીના પૂર્વ મુખ્યમંત્રી કલ્યાણ સિંહ, સીડીએસ બિપિન રાવત, શાસ્ત્રીય ગાયિકા પ્રભા અત્રે અને રાધેશ્યામ ખેમકાને (Radheshyam Khemka) પદ્મ વિભૂષણથી સન્માનિત કરવામાં આવશે. આ એવોર્ડ (Padma Vibhushan) રાધેશ્યામ ખેમકાને મરણોત્તર આપવામાં આવી રહ્યો છે. તેમના નામની ચર્ચા સર્વત્ર થઈ રહી છે. રાધેશ્યામ ખેમકાને સાહિત્ય અને શિક્ષણ ક્ષેત્રે તેમના ઉત્કૃષ્ટ યોગદાન બદલ સન્માનિત કરવામાં આવી રહ્યા છે. આવી સ્થિતિમાં, આપડે અહીં તેમના જીવન પર એક નજર કરીશું.

રાધેશ્યામ ખેમકા (Radheshyam Khemka honored with Padma Vibhushan) એ ગીતા પ્રેસમાં 40 વર્ષ સુધી તેમની ભૂમિકા નિભાવતી વખતે ઘણા ધાર્મિક સામયિકોનું સંપાદન કર્યું છે. બિહારના મુંગેરમાં 1935માં જન્મેલા રાધેશ્યામ ખેમકા પ્રાથમિક શિક્ષણ મેળવ્યા બાદ વારાણસીમાં સ્થાયી થયા હતા. તેણે ગોરખપુરની ગીતા પ્રેસને પોતાની કાર્યભૂમિ બનાવી.

BHUમાંથી શિક્ષણ પૂર્ણ કર્યું

રાધેશ્યામ ખેમકાએ બનારસ હિન્દુ યુનિવર્સિટી (BHU)માંથી એમએ કર્યું છે. રાધેશ્યામ ખેમકાએ સૌપ્રથમ વર્ષ 1982માં ગીતા પ્રેસમાંથી પ્રકાશિત થનારા કલ્યાણ સામયિકના વિશેષ અંકનું સંપાદન કર્યું હતું. તે પછી, માર્ચ 1983 થી, તેમણે કલ્યાણનું સંપાદન કાર્ય સંભાળવાનું ચાલુ રાખ્યું. તેઓ લાંબા સમય સુધી સનાતન ધર્મના પ્રખ્યાત સામયિક ‘કલ્યાણ’ના સંપાદક હતા.

AAdhaar Update : આધાર કાર્ડમાં ફક્ત આટલી વાર બદલી શકશો નામ, જાણો નિયમ
Enhance cognitive skills : દરરોજ કરો આ 5 કામ, તમારું મગજ બનશે તેજ
કથાકાર જયા કિશોરીના સૌથી 'મોડર્ન લુક' ની તસવીરો વાયરલ
શરીરના આત્માનું વજન કેટલું હોય છે? આ પ્રશ્ન UPSC માં પૂછવામાં આવ્યો
ઉનાળામાં આપણે અજમા ખાવા જોઈએ કે નહીં?
આજનું રાશિફળ તારીખ : 06-04-2025

સંતો સાથે જીવન

રાધેશ્યામે સ્વામી કરપત્રી જી, શંકરાચાર્ય સ્વામી સ્વરૂપાનંદ સરસ્વતી, પુરીના શંકરાચાર્ય સ્વામી નિરંજન દેવ તીર્થ અને હાલના પીતાધીશ્વર સ્વામી નિશ્ચલાનંદ, કથા વ્યાસ રામચંદ્ર ડોંગરે જેવા ઋષિઓ સાથે સંપર્ક રાખ્યો હતો. કહેવાય છે કે રાધેશ્યામ ખેમકા ધાર્મિક અને સાત્વિક સ્વભાવના હતા. તે હંમેશા પત્તરમાં ભોજન લેતા હતા. કુલહાડમાં પાણી પીતા હતા. તેમણે ક્યારેય ચામડાની બનેલી વસ્તુઓનો ઉપયોગ કર્યો નથી.

રાધેશ્યામ ખેમકાનું મૃત્યુ એપ્રિલ 2021 માં કેદારઘાટ સ્થિત તેમના નિવાસસ્થાને થયું હતું. તેઓ મારવાડી સેવા સંઘ, મુમુક્ષુ ભવન, શ્રી રામ લક્ષ્મી મારવાડી હોસ્પિટલ ગોદૌલિયા, બિરલા હોસ્પિટલ મછોદ્રી, વારાણસીમાં કાશી ગૌશાળા ટ્રસ્ટ જેવી સંસ્થાઓ સાથે સંકળાયેલા હતા.

આ પણ વાંચો: DRDO Apprentice Recruitment 2022: DRDOમાં એપ્રેન્ટિસની પોસ્ટ માટે બમ્પર ભરતી, જુઓ કેવી રીતે કરવી અરજી

આ પણ વાંચો: CBSE Result: CBSE ટર્મ 1નું પરિણામ આજે જાહેર થશે! બોર્ડે ટ્વિટર પર આપી આ માહિતી

g clip-path="url(#clip0_868_265)">