એન્જિનિયરિંગ સ્નાતકો માટે ભારત સરકારમાં નોકરી મેળવવાની તક, જાણો ભરતીની સમગ્ર વિગતો
NHAI માં ડેપ્યુટી મેનેજરની જગ્યાઓ માટે ભરતી જાહેર કરવામાં આવી છે. આ ભરતી હેઠળ એન્જિનિયરિંગ ગ્રેજ્યુએટને 7મા પગારપંચ મુજબ પગાર આપવામાં આવશે.
NHAI Recruitment 2021: એન્જિનિયરિંગ સ્નાતકો માટે ભારત સરકારમાં નોકરી મેળવવાની તક છે. રોડ ટ્રાન્સપોર્ટ અને હાઈવે મંત્રાલય હેઠળની નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઈન્ડિયા (NHAI) એ એન્જિનિયરોની ખાલી જગ્યાઓની જાહેરાત કરી છે. આ ભરતીઓ NHAI ના ટેકનિકલ વિભાગમાં ડેપ્યુટી મેનેજરના પદ માટે આ ભરતી કરવામાં આવશે. આ પદો પર જે લોકોની નિમણૂક કરવામાં આવશે, તેમને કેન્દ્ર સરકારના 7મા પગાર પંચ હેઠળ પગાર આપવામાં આવશે. જાણો આ ભરતીની સમગ્ર વિગતો.
ખાલી જગ્યાની વિગતો
પોસ્ટનું નામ – ડેપ્યુટી મેનેજર કુલ પોસ્ટની સંખ્યા – 73 સામાન્ય કેટેગરી – 27 જગ્યાઓ OBC (NCL) – 21 જગ્યાઓ SC – 13 જગ્યાઓ ST – 05 જગ્યાઓ અન્ય – 07 જગ્યાઓ NHAI એ જોબ નોટિફિકેશનમાં કહ્યું છે કે જરૂરિયાત મુજબ પોસ્ટની સંખ્યા વધારી કે ઘટાડી શકાય છે.
પગાર-ધોરણ
7મા પગાર પંચના સ્તર મુજબ ડેપ્યુટી મેનેજરને (Deputy Manager) પગાર મળશે. આ સિવાય એચઆરએ, ડીએ સહિતના અન્ય ભથ્થા પણ આપવામાં આવશે.
ભરતીની લાયકાત
તમારી પાસે ભારતમાં માન્યતા પ્રાપ્ત સંસ્થામાંથી સિવિલ એન્જિનિયરિંગની (Civil Engineering)ડિગ્રી હોવી આવશ્યક છે. તમારી ઉંમર 30 વર્ષથી વધુ ન હોવી જોઈએ. જો કે, ભારત સરકારના નિયમો અનુસાર અનામત વર્ગોને છૂટછાટ આપવામાં આવશે.
આ રીતે અરજી કરો
લાયક ઉમેદવારોએ NHAI વેબસાઇટ nhai.gov.in પર જઈને આ ભરતી માટે ઓનલાઇન અરજી કરવાની રહેશે. હોમ પેજ પર ભરતી વિભાગ હેઠળ, ડેપ્યુટી મેનેજર નોટિફિકેશન લિંક પર ક્લિક કરો. અહીં તમે ઓનલાઇન અરજી કરી શકશો. અરજીની પ્રક્રિયા 01 નવેમ્બર 2021થી શરૂ થઈ ગઈ છે. ઉમેદવારો 30 નવેમ્બર 2021 સુધી અરજી કરી શકે છે.
આ પણ વાંચો: ઉમેદવારો માટે ખુશખર : રેલવેમાં 10 પાસ માટે બમ્પર ભરતી જાહેર, પરીક્ષા વિના જ મળશે નોકરી !
આ પણ વાંચો: QS Asia Ranking 2022 માં આ યુનિવર્સિટીએ મારી બાજી, જાણો આ રેન્કિંગમાં ભારતની કેટલી સંસ્થાનો થયો સમાવેશ