NEET UG 2023: વધી ગઈ ફી, આપવુ પડશે એડ્રેસ પ્રુફ, જાણો રજિસ્ટ્રેશન ફોર્મમાં શું ચેન્જ થયુ
NEET UG Registration 2023: નેશનલ ટેસ્ટિંગ એજન્સી તરફથી જાહેર નોટિફિકેશન મુજબ આ વર્ષે નીટ પરીક્ષાના રજીસ્ટ્રેશન ફોર્મમાં ઘણા ફેરફાર કરવામાં આવ્યા છે. વિદ્યાર્થીઓને સલાહ આપવામાં આવે છે કે અરજી કર્યા પહેલા નવા ફોર્મેટ વિશે સમજી લો.
દેશની ટોપ મેડિકલ કોલેજમાં એડમિશન માટે આયોજિત થનારી NEET Exam માટે રજિસ્ટ્રેશન પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. ત્યારે જે વિદ્યાર્થી આ વર્ષે MBBS, BDS અને Ayush જેવા કોર્સમાં એડમિશન લેવા ઈચ્છે છે તે NTA NEETની વેબસાઈટ neet.nta.nic.in પર જઈને ઓનલાઈન એપ્લાય કરી શકે છે. અરજી પ્રક્રિયા 6 એપ્રિલ 2023 સુધી ચાલશે.
નેશનલ ટેસ્ટિંગ એજન્સી તરફથી જાહેર નોટિફિકેશન મુજબ આ વર્ષે નીટ પરીક્ષાના રજીસ્ટ્રેશન ફોર્મમાં ઘણા ફેરફાર કરવામાં આવ્યા છે. વિદ્યાર્થીઓને સલાહ આપવામાં આવે છે કે અરજી કર્યા પહેલા નવા ફોર્મેટ વિશે સમજી લો.
આ પણ વાંચો: Naukri9 Video: સ્નાતકો માટે ડિઝાઈનીંગ ક્ષેત્રમાં નોકરીની નવી તકો, મળશે મહિને 15,000થી વધુ પગાર
NEET 2023 રજીસ્ટ્રેશન ફોર્મમાં શું ફેરફાર?
નેશનલ ટેસ્ટિંગ એજન્સી તરફથી ગયા વર્ષે નીટ યૂજી પરીક્ષા માટે રજીસ્ટ્રેશન ફી તરીકે જનરલ કેટેગરી પાસે 1600 રૂપિયા લેવામાં આવ્યા હતા. ત્યારે EWS અને OBC ઉમેદવાર માટે ફી 1500 રૂપિયા નક્કી કરવામાં આવી હતી. જ્યારે એસસી, એસટી અને દિવ્યાંગ વર્ગના ઉમેદવારો પાસે 900 રૂપિયા લેવામાં આવ્યા હતા.
આ વર્ષે નીટ યૂજીમાં અરજી કરવા માટે જનરલ કેટેગરીને 1700 રૂપિયા, EWS અને ઓબીસીને 1600 રૂપિયા આપવા પડશે. ત્યારે SC, ST અને દિવ્યાંગ વિદ્યાર્થીઓને 1000 રૂપિયા જમા કરવા પડશે. ત્યારે NRI વિદ્યાર્થીઓને 9500 રૂપિયા ફી જમા કરવા પડશે. રજિસ્ટ્રેશન ફીની ચૂકવણી ઓનલાઈન કરવામાં આવી શકે છે.
આપવુ પડશે એડ્રેસ પ્રૂફ
NTA તરફથી જાહેર કરેલા નોટિફિકેશન અનુસાર આ વર્ષે વિદ્યાર્થીઓને એડ્રેસ પ્રુફ પણ જમા કરાવવું પડશે. તેના માટે રજિસ્ટ્રેશન દરમિયાન જ આધારકાર્ડ, ડોમિસાઈલ સર્ટિફિકેટ, પાસપોર્ટ અથવા વોટર આઈડી કાર્ડ જેવા ઓળખપત્ર અપલોડ કરવા પડશે. ડોક્યુમેન્ટ PDF ફાઈલમાં અપલોડ કરવાના છે.
NEET UG Examના માધ્યમથી ટોપ મેડિકલ કોલેજોમાં MBBS, BDS BAMS, BSMS, BUMS, BHMS અને અન્ય કોર્સમાં એડમિશન લઈ શકો છો. નીટ પ્રશ્ન પત્રમાં 200 પ્રશ્ન હશે અને 3 કલાક 20 મિનિટની પરીક્ષા હશે. એનટીએ તરફથી જાહેર નોટિફિકેશન અનુસાર નીટ 2023 પરીક્ષા મે મહિનામાં હશે. ત્યારે પરીક્ષાનો સમય બપોરે 2 વાગ્યાથી સાંજે 5.20 વાગ્યા સુધી છે. વધુ જાણકારી માટે ઓફિશિયલ નોટિફિકેશન જુઓ.