Indian Navy Recruitment : ઈન્ડિયન નેવીએ જાહેર કરી બમ્પર ભરતી, જાણો ભરતીની સમગ્ર વિગત

ઈન્ડિયન નેવી દ્વારા મેટ્રિક રિક્રુટ સેલરના 300 પદ પર ભરતી અંગે નોટિફિકેશન જાહેર કરી છે. જાણો ભરતીની લાયકાત વિશે.

Indian Navy Recruitment : ઈન્ડિયન નેવીએ જાહેર કરી બમ્પર ભરતી, જાણો ભરતીની સમગ્ર વિગત
Indian Navy Recruitment 2021
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 14, 2021 | 5:08 PM

Navy MR Recruitment 2021 : ઈન્ડિયન નેવી દ્વારા મેટ્રિક રિક્રુટ સેલરના પદ પર ભરતી માટે જાહેરનામું બહાર પાડ્યું છે. મેટ્રિક્યુલેશન એટલે કે દસ પાસ ઉમેદવારો માટે નૌકાદળમાં સરકારી નોકરી (Government Job) માટે આ સારી તક છે. નૌકાદળ દ્વારા જારી કરવામાં આવેલા જાહેરનામા અનુસાર, કુલ 300 પોસ્ટ પર ભરતી કરવામાં આવશે.

ભારતીય નૌકાદળે આ સંદર્ભે એક જાહેરનામું બહાર પાડ્યું છે. આ સૂચનામાં કહેવામાં આવ્યું છે કે નેવી એપ્રિલ 2022 થી શરૂ થનારી બેચ માટે યોગ્ય ઉમેદવારોને સેલરના પદ માટે પસંદ કરશે. આ ભરતીમાં લગભગ 1500 ઉમેદવારોને તેમની અરજીની વિગતોના આધારે પસંદ કરવામાં આવશે. પસંદ કરેલા ઉમેદવારોએ શારીરિક કાર્યક્ષમતા (Physical test) કસોટીમાં હાજર રહેવુ પડશે. ખાલી જગ્યાની વિગતો ઉમેદવારો ઈન્ડિયન નેવીની સત્તાવાર વેબસાઇટ joinindiannavy.gov.in પર જોઇ શકે છે.

અરજી પ્રક્રિયા

30 લાખની હોમ લોન પર કેટલી EMI ચૂકવવી પડશે, જાણી લો ગણિત
વિરાટ કે રોહિત નહીં, આ છે કથાકાર જયા કિશોરીનો ફેવરિટ ક્રિકેટર
ઉનાળાની ગરમીમાં ટ્રીપ પ્લાન કરતાં પહેલા જાણી લો 7 ટિપ્સ, નહીં તો વધશે મુશ્કેલી
ઉનાળામાં ઘરમાં AC, પંખા અને કુલરનો ઉપયોગ કરવામાં આવે તો વીજળીનું બિલ કેટલું આવશે?
આ સરળ રીતે ઘરના કૂંડામાં જ ઉગાડો લીલા-પીળા લીંબુ, જાણો ટિપ્સ
દરેક લોકોનું પ્રિય ફળ કેરીના પાનનું સેવન છે ફાયદાકારક

જાહેર કરેલી સૂચના અનુસાર, આ પોસ્ટ્સ માટે અરજી પ્રક્રિયા 29 ઓક્ટોબરથી શરૂ થશે. ઉમેદવારોને અરજી કરવા માટે 02 નવેમ્બર 2021 સુધીનો સમય આપવામાં આવશે. અરજી ફોર્મ ઉમેદવારોએ ઓનલાઇન મોડમાં સબમિટ કરવાનુ રહેશે. અરજી કરવા માટે, ઉમેદવારોએ નેવીની સતાવાર વેબસાઈટ joinindiannavy.gov.in પર જવાનુ રહેશે.અરજી કરતા પહેલા ઉમેદવારોએ સૂચનાઓને વાંચવી હિતાવહ છે.

લાયકાત

એપ્રિલ 2022 બેચ માટે ભારતીય નૌકાદળ દ્વારા જારી કરાયેલા MR નોટિફિકેશન 2021 મુજબ, અરજી કરવા ઇચ્છુક ઉમેદવારોએ માન્ય શાળા શિક્ષણ બોર્ડમાંથી મેટ્રિક એટલે કે ધોરણ 10 ની પરીક્ષા પાસ કરેલી હોવી જોઈએ. ઉપરાંત, ઉમેદવારોનો જન્મ 1 લી એપ્રિલ 2002 પહેલા અને 31 માર્ચ 2005 પછી થયેલો ન હોવો જોઈએ.

પસંદગી પ્રક્રિયા

ભારતીય નૌકાદળમાં MR ની કુલ 300 જગ્યાઓ માટે અરજીના આધારે લગભગ 1500 ઉમેદવારોને લેખિત પરીક્ષા (Written Exam) માટે બોલાવવામાં આવશે. પરીક્ષામાં હિન્દી અને અંગ્રેજી ભાષાઓમાં MCQs પ્રકારના પ્રશ્નો હશે અને પરીક્ષાનો સમયગાળો 30 મિનિટનો રહેશે. આ પ્રશ્નો ગણિત અને વિજ્ઞાન અને સામાન્ય નોલેજમાંથી પૂછવામાં આવશે. પ્રશ્નોનું સ્તર ધોરણ 10 સ્તરનું હશે. ઉમેદવારો નેવી ભરતી પોર્ટલ પરથી અભ્યાસક્રમ ડાઉનલોડ કરી શકે છે.

આ પણ વાંચો : મેડિકલના વિદ્યાર્થીઓ માટે ખુશખબર, ટુંક સમયમાં ભરતી કરવા નેશનલ મેડિકલ કમિશનની વિચારણા

આ પણ વાંચો : UPSC CAPF Result 2021: UPSC CAPF આસિસ્ટન્ટ કમાન્ડન્ટ ભરતી પરીક્ષાનું પરિણામ જાહેર

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">