AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

National Youth Day: જાણો યુવાનો માટે પ્રેરણારૂપ સ્વામી વિવેકાનંદ સાથે જોડાયેલી કેટલીક રસપ્રદ વાતો

Swami Vivekananda birth anniversary: દર વર્ષે 12 જાન્યુઆરીએ સ્વામી વિવેકાનંદની જન્મજયંતિને રાષ્ટ્રીય યુવા દિવસ (National Youth Day) તરીકે ઉજવવામાં આવે છે. આ દિવસને ખાસ પણ કહેવામાં આવે છે કારણ કે, રાષ્ટ્રીય યુવા દિવસ યુવાનોને સમર્પિત છે.

National Youth Day: જાણો યુવાનો માટે પ્રેરણારૂપ સ્વામી વિવેકાનંદ સાથે જોડાયેલી કેટલીક રસપ્રદ વાતો
Swami Vivekananda
TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 12, 2022 | 11:57 AM
Share

Swami Vivekananda birth anniversary: દર વર્ષે 12 જાન્યુઆરીએ સ્વામી વિવેકાનંદની જન્મજયંતિને રાષ્ટ્રીય યુવા દિવસ (National Youth Day) તરીકે ઉજવવામાં આવે છે. આ દિવસને ખાસ પણ કહેવામાં આવે છે કારણ કે, રાષ્ટ્રીય યુવા દિવસ યુવાનોને સમર્પિત છે. ભારતને યુવાનોનો દેશ કહેવામાં આવે છે. સ્વામી વિવેકાનંદ હંમેશા યુવાનો માટે પ્રેરણા સ્ત્રોત રહ્યા છે. તેઓ ભારતીય ફિલોસોફર અને સુધારક હતા. તેઓ ધાર્મિક સહિષ્ણુતાનો ઉપદેશ આપવા અને ભારતીય આધ્યાત્મિકતાને પશ્ચિમી ભૌતિક પ્રગતિ સાથે જોડવા માટે પણ જાણીતા હતા.

1984માં, ભારત સરકારે 12 જાન્યુઆરીને રાષ્ટ્રીય યુવા દિવસ તરીકે ઉજવવાનું નક્કી કર્યું કારણ કે, તેઓ માને છે કે તે યુવાનોની શાશ્વત ઊર્જાને જાગૃત કરવા અને પ્રેરણા આપવાનો એક શ્રેષ્ઠ માર્ગ છે, જેના પરિણામે સમગ્ર દેશની સમૃદ્ધિ થશે. સ્વામી વિવેકાનંદ દરેક બાળકમાં દેશ માટે આશા જોતા હતા કારણ કે તેઓ માનતા હતા કે, બાળકો અને યુવાનો “લોખંડના સ્નાયુઓ” અને “સ્ટીલ નર્વ્સ” વડે સામાજિક પરિવર્તન લાવી શકે છે.

25 વર્ષની ઉંમરે બન્યા સાધુ

સ્વામી વિવેકાનંદનો જન્મ 12 જાન્યુઆરી 1863ના રોજ કોલકાતામાં થયો હતો. તેમનું સાચું નામ નરેન્દ્રનાથ દત્ત હતું. સ્વામીજીના પિતા કલકત્તા હાઈકોર્ટમાં વકીલ હતા. તેમના દાદા દુર્ગાચરણ દત્ત સંસ્કૃત અને ફારસી ભાષાઓના વિદ્વાન હતા અને 25 વર્ષની ઉંમરે સાધુ બન્યા હતા. નાનપણથી જ નરેન્દ્રનાથ દત્તને આધ્યાત્મિકતામાં રસ હતો.

તેમના જીવનમાં દરેક રીતે સંપૂર્ણ હોવા છતાં, 25 વર્ષની વયે, તેમણે સાંસારિક મોહનો ત્યાગ કર્યો અને તેમના ગુરુથી પ્રભાવિત થઈને સન્યાસી બન્યા. આ પછી તેમનું નામ બદલીને વિવેકાનંદ રાખવામાં આવ્યું. તેમણે વિદેશમાં ભારતનું નામ રોશન કર્યું, તેમના ભાષણો આજે પણ લોકો યાદ કરે છે. દેશ-વિદેશમાં ભ્રમણ કરીને તેમણે સમગ્ર વિશ્વમાં ભારતનું નામ રોશન કર્યું હતું.

ભારતમાં, ઘણા રાજ્યો આ દિવસની ઉજવણી માટે કાર્યક્રમોનું આયોજન કરે છે. રાષ્ટ્રીય યુવા દિવસ માટે ઘણી સરકારી સંસ્થાઓ ભાગ લે છે અને કાર્યક્રમોનું આયોજન કરે છે. 12મી જાન્યુઆરીની મહત્વની ઘટના એ રાષ્ટ્રીય યુવા ઉત્સવ છે જ્યાં સમગ્ર દેશમાંથી લોકો ભેગા થાય છે અને તેમની વચ્ચે એકતા અને નવીનતાને પ્રોત્સાહન આપવા સાંસ્કૃતિક અને શૈક્ષણિક પ્રવૃત્તિઓમાં ભાગ લે છે. આ વર્ષે, ઉત્સવ પુડુચેરીમાં 12 થી 16 જાન્યુઆરી સુધી 5 દિવસના સમયગાળામાં યોજાશે.

તે ચાર તબક્કામાં યોજવામાં આવશે જેમાં યુવા સમિટ, સ્વદેશી રમત જાગૃતિ, યોગ અને સાંસ્કૃતિક કાર્યક્રમોનો સમાવેશ થાય છે. પીએમ મોદી 25માં રાષ્ટ્રીય યુવા દિવસના પાંચ દિવસીય ઉત્સવનું વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા ઉદ્ઘાટન કરશે. તેઓ સ્વામી વિવેકાનંદની જન્મજયંતિ નિમિત્તે સભાને સંબોધશે.

આ પણ વાંચો: GPSSB Recruitment 2022: સ્ટાફ નર્સ અને એકાઉન્ટન્ટ સહિત ઘણી જગ્યાઓ માટે ભરતી, આ રીતે કરો અરજી

આ પણ વાંચો: RRB NTPC Result 2021: આ તારીખે RRB NTPC પરિણામ થશે જાહેર, જાણો CBT-2નું શેડ્યૂલ

તમે વ્યવસાયમાં સારો એવો નફો કમાઈ શકો છો, આજે તમે ધ્યાનનું કેન્દ્ર બનશો
તમે વ્યવસાયમાં સારો એવો નફો કમાઈ શકો છો, આજે તમે ધ્યાનનું કેન્દ્ર બનશો
ભ્રષ્ટાચારનો ભાંડાફોડ! CID ક્રાઇમના અધિકારીઓ ACBના ફંદામાં - જુઓ Video
ભ્રષ્ટાચારનો ભાંડાફોડ! CID ક્રાઇમના અધિકારીઓ ACBના ફંદામાં - જુઓ Video
સુરત કોંગ્રેસમાં ભડકો, નવા વરાયેલા હોદ્દેદારોએ ધરી દીધા રાજીનામા
સુરત કોંગ્રેસમાં ભડકો, નવા વરાયેલા હોદ્દેદારોએ ધરી દીધા રાજીનામા
ગામમાં પિધેલો ઝડપાશે તેની સામે પોલીસ કાર્યવાહી અને પંચાયતની સુવિધા બંધ
ગામમાં પિધેલો ઝડપાશે તેની સામે પોલીસ કાર્યવાહી અને પંચાયતની સુવિધા બંધ
આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video
આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video
ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો
થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો
હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ
હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ
આ રાશિના જાતકોનો દિવસ ખૂબ જ ફાયદાકારક સાબિત થશે, જુઓ Video
આ રાશિના જાતકોનો દિવસ ખૂબ જ ફાયદાકારક સાબિત થશે, જુઓ Video
AMC દ્વારા 35 શાળાઓને સીલ કરવાનો મામલો, પ્રિ-સ્કૂલ એસોસિએશન નારાજ
AMC દ્વારા 35 શાળાઓને સીલ કરવાનો મામલો, પ્રિ-સ્કૂલ એસોસિએશન નારાજ
g clip-path="url(#clip0_868_265)">