નારી તું નારાયણી…..મળો NDAની મહિલા કેડેટ્સની પ્રથમ બેચને, સેનાએ શેર કરી તસવીરો

|

Dec 04, 2022 | 9:18 AM

નેશનલ ડિફેનસ એકેડમી (NDA)માં મહિલાની આ પહેલી બેન્ચ 2025માં પાસ થવાની છે. આ બેન્ચમાં 19 મહિલાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. જેના ફોટા સામે આવ્યા છે.

નારી તું નારાયણી.....મળો NDAની મહિલા કેડેટ્સની પ્રથમ બેચને, સેનાએ શેર કરી તસવીરો
Female Cadets of NDA

Follow us on

સશસ્ત્ર દળોમાં મહિલાઓની ભાગીદારી સતત વધી રહી છે. ગયા વર્ષે જ સુપ્રીમ કોર્ટે મહિલાઓ માટે નેશનલ ડિફેન્સ એકેડમી (NDA)ની પરીક્ષામાં ભાગ લેવાનો માર્ગ સાફ કર્યો હતો. આમ 19 કેડેટ્સની પ્રથમ બેચ પુણેના ખડકવાસલા ખાતેની ટ્રાઈ-સર્વિસ એકેડમીમાં જોડાઈ હતી. આ કેડેટ્સ એનડીએ (મહિલા) ના 148મા કોર્સનો ભાગ છે. હવે એનડીએની મહિલા કેડેટ્સની પ્રથમ બેચની તસવીરો સામે આવી છે, જેમાં તેઓ યુનિફોર્મમાં જોઈ શકાય છે. આ દરમિયાન સદર્ન આર્મી કમાન્ડર લેફ્ટનન્ટ જનરલ અજય કુમાર સિંહ પણ તેમની સાથે છે.

NDAમાં જોડાનારી આ મહિલા કેડેટ્સને પણ પુરૂષ સમકક્ષોની જેમ જ તાલીમ લેવી પડશે. તેમને અહીં ત્રણ વર્ષ સુધી ટ્રેનિંગ આપવામાં આવશે. એકવાર તાલીમ પૂર્ણ થયા પછી, તેઓને તેમની સેવામાં સ્થાનાંતરિત કરવામાં આવશે. સેનામાં મહિલાઓની વધતી ભાગીદારી એ પોતાનામાં ગર્વની વાત છે. સુપ્રીમ કોર્ટે મહિલાઓને એનડીએ પરીક્ષામાં ભાગ લેવાની મંજૂરી આપ્યા બાદ એવું માનવામાં આવે છે કે દર વર્ષે મહિલા કેડેટ્સની સંખ્યામાં વધારો થશે.

શું મગફળી ખાવાથી વજન વધે છે? જાણો એક્સપર્ટ શું કહે છે
આજનું રાશિફળ તારીખ : 05-05-2024
આંખના નંબર ઓછા કરવામાં મદદ કરનાર લીલા ધાણાને ઘરે ઉગાડો, આ સરળ ટીપ્સ અપનાવો
મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો

આ બેચ 2025માં થશે પાસ આઉટ

NDAમાં મહિલાઓની પ્રથમ બેચને આ વર્ષે જૂનમાં સામેલ કરવામાં આવી હતી. આ બેચમાં 19 મહિલાઓ છે, જેમાંથી 10 આર્મી માટે, 6 એરફોર્સ અને 3 નેવી માટે છે. આ બેચ 148માં કોર્સનો ભાગ છે, જે મે 2025માં પાસ આઉટ થવા જઈ રહ્યો છે. તસવીરોમાં જોઈ શકાય છે કે મહિલા કેડેટ્સે છોકરાઓની જેમ વાળ કપાવ્યા છે. આ દરમિયાન NDAમાં સામેલ થવાની તેમની ખુશી જોઈ શકાય છે.

તસવીરોમાં જોઈ શકાય છે કે સદર્ન આર્મી કમાન્ડર લેફ્ટનન્ટ જનરલ અજય કુમાર સિંહ તેમને ટિપ્સ આપી રહ્યા છે. તેઓ તાલીમ લઈ રહેલી મહિલા કેડેટ્સને મળ્યા અને ભવિષ્યમાં પોતાનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન કરવા પ્રેર્યા. આ પ્રસંગે સર્જન વાઈસ-એડમિરલ આરતી સરીન, કમાન્ડન્ટ અને આર્મ્ડ ફોર્સિસ મેડિકલ કોલેજ (AFMC)ના નિયામક પણ હાજર હતા.

1.7 લાખ મહિલાઓએ આપી હતી NDAની પરીક્ષા

રાજ્ય મંત્રી અજત ભટ્ટે નવેમ્બર 2021માં સંસદમાં માહિતી આપી હતી કે, 1.77 લાખ મહિલાઓએ NDAની પરીક્ષા આપી હતી. આ પરીક્ષામાં પસંદ કરાયેલા ઉમેદવારોની અંતિમ યાદી 14 જૂન, 2022ના રોજ બહાર પાડવામાં આવી હતી. રિપોર્ટ અનુસાર, 19 મહિલાઓની પસંદગી કરવામાં આવશે. તેમાંથી 10 આર્મીમાં, 6 એરફોર્સમાં અને 3 નેવીમાં જોડાશે.

મીડિયા રિપોર્ટ્સમાં જણાવવામાં આવી રહ્યું છે કે 2022 NDA EXAM માટે 1,47,000 મહિલાઓએ રજીસ્ટ્રેશન કરાવ્યું હતું. આ એક્ઝામ માટે રજીસ્ટ્રેશન કરવા વાળા કુલ 6,69,000 ઉમેદવારોના લગભગ 22 ટકા હતો.

Next Article