NABARD Recruitment 2021: નાબાર્ડ આસિસ્ટન્ટ મેનેજરના પદ પર થશે ભરતી, જાણો સમગ્ર વિગત

નેશનલ બેન્ક ઓફ એગ્રીકલ્ચર એન્ડ રૂરલ ડેવલપમેન્ટે આસિસ્ટન્ટ મેનેજરની ભરતી માટેની પ્રિલિમિનરી પરીક્ષાની તારીખ જાહેર કરી છે.

NABARD Recruitment 2021: નાબાર્ડ આસિસ્ટન્ટ મેનેજરના પદ પર થશે ભરતી, જાણો સમગ્ર વિગત
ISRO-LPSC Recruitment 2021:
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 04, 2021 | 3:09 PM

નેશનલ બેન્ક ઓફ એગ્રીકલ્ચર એન્ડ રૂરલ ડેવલપમેન્ટે (NABARD) આસિસ્ટન્ટ મેનેજરની ભરતી માટેની પ્રિલિમિનરી પરીક્ષાની તારીખ જાહેર કરી છે. આ ભરતી હેઠળ નાબાર્ડ આસિસ્ટન્ટ મેનેજરની 153 ખાલી જગ્યાઓ ભરશે. નાબાર્ડ અનુસાર, ગ્રેડ બી મેનેજર (RDBS) પોસ્ટ માટે પ્રારંભિક પરીક્ષા 17 સપ્ટેમ્બર 2021 અને ગ્રેડ એ આસિસ્ટન્ટ મેનેજર પોસ્ટ માટે 17 સપ્ટેમ્બરના રોજ લેવામાં આવશે. આપને જણાવી દઈએ કે નાબાર્ડ આસિસ્ટન્ટ મેનેજર ભરતી 2021 માટે અરજી પ્રક્રિયા અત્યારે ચાલી રહી છે. તેની છેલ્લી તારીખ 07 ઓગસ્ટ છે. જે યુવાનો અરજી કરી શક્યા નથી તેઓ નાબાર્ડની સત્તાવાર વેબસાઈટ nabard.org પર જઈને અરજી કરી શકે છે.

ખાલી જગ્યાની વિગતો

જનરલ – 74 પોસ્ટ્સ કૃષિ – 13 પોસ્ટ્સ કૃષિ ઇજનેરી – 03 પોસ્ટ્સ પશુપાલન – 04 પોસ્ટ્સ ફિશરીઝ – 06 પોસ્ટ્સ ફોરેસ્ટ્રી – 02 પોસ્ટ્સ વાવેતર – 06 પોસ્ટ્સ જમીન વિકાસ – 02 પોસ્ટ્સ જળ સંસાધન – 02 પોસ્ટ્સ ફાઇનાન્સ – 21 પોસ્ટ્સ કમ્પ્યુટર/આઇટી – 15 પોસ્ટ્સ ગ્રેડ એ આસિસ્ટન્ટ મેનેજર – 05 પોસ્ટ્સ

લાયકાત

ઉમેદવારો ઓછામાં ઓછા 60% ગુણ સાથે સ્નાતક હોવા જોઈએ. એસસી, એસટી અને દિવ્યાંગ ઉમેદવારો માટે 55%.

શરીરમાં કયા વિટામિનની કમી છે કેવી રીતે જાણશો ?
IPL 2024 : આંખોમાં આંસુ, ગૂંગળામણની લાગણી... રિયાન પરાગે તેની તોફાની ઈનિંગ પછી શું કહ્યું?
ગુજરાતમાં ક્યાં છે ક્રિકેટરની પત્ની MLA રિવાબા જાડેજાનું ઘર
IPL 2024માં KKR ના માલિકોની સુંદર દીકરીઓ, જુઓ તસવીરો
IPL 2024: ખરાબ રીતે ફ્લોપ ચાલી રહેલ 17 કરોડનો ખેલાડીએ ભગવાન કૃષ્ણના શરણમાં
અવનીત કૌરના દેશી લુકે જીત્યું ફેન્સનું દિલ, જુઓ ફોટો

વય મર્યાદા

ઉમેદવારોની ઉંમર 21 થી 30 વર્ષની વચ્ચે હોવી જોઈએ. ઉંમર 1 જુલાઈ, 2021થી ગણવામાં આવશે.

પસંદગી પ્રક્રિયા

નાબાર્ડ આસિસ્ટન્ટ મેનેજર ભરતી 2021 માટે પસંદગી પ્રક્રિયાના ત્રણ સ્તર છે. સૌથી પહેલા એક પ્રિલિમિનરી પરીક્ષા હશે. આ પછી મુખ્ય પરીક્ષા થશે અને પછી ઇન્ટરવ્યૂ માટે બોલાવવામાં આવશે.

આ પણ વાંચો: Tokyo Olympics 2020 Live : રવિ દહિયાએ રચ્યો ઈતિહાસ, ફાઈનલમાં સ્થાન મેળવ્યું,ભારતને અપાવશે પ્રથમ ગોલ્ડ મેડલ

આ પણ વાંચો: Vadodara : સુરતની ગજેરા સ્કૂલની મનમાનીને લઇને સીએમ રૂપાણીનું નિવેદન,કહ્યું નોટિફિકેશનનો ભંગ સરકાર નહિ ચલાવે

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">