KVS Admission 2022: કેન્દ્રીય વિદ્યાલય ધોરણ 1માં પ્રવેશ માટેની વય મર્યાદા 6 વર્ષ રહેશે, સુપ્રીમ કોર્ટે ફગાવી અરજી

KVS Class 1 Admission 2022: સુપ્રીમ કોર્ટે કેન્દ્રીય વિદ્યાલય સંગઠન (KVS)ના નિર્ણયને પડકારતી અરજીઓ ફગાવી દીધી છે. કેન્દ્રીય વિદ્યાલયના ધોરણ 1 થી 6માં પ્રવેશની લઘુત્તમ વય રાખવાના નિર્ણયને યથાવત રાખવામાં આવ્યો છે.

KVS Admission 2022: કેન્દ્રીય વિદ્યાલય ધોરણ 1માં પ્રવેશ માટેની વય મર્યાદા 6 વર્ષ રહેશે, સુપ્રીમ કોર્ટે ફગાવી અરજી
પ્રતિકાત્મક તસવીર
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 27, 2022 | 2:35 PM

KVS Class 1 Admission 2022 Age Criteria: સુપ્રીમ કોર્ટે કેન્દ્રીય વિદ્યાલય સંગઠન (KVS)ના નિર્ણયને પડકારતી અરજીઓ ફગાવી દીધી છે. કેન્દ્રીય વિદ્યાલયના ધોરણ 1 થી 6માં પ્રવેશની લઘુત્તમ વય રાખવાના નિર્ણયને યથાવત રાખવામાં આવ્યો છે. જણાવી દઈએ કે, કેન્દ્રીય વિદ્યાલયના ધોરણ 1માં પ્રવેશ 2022નો મામલો દિલ્હી હાઈકોર્ટમાં પહોંચ્યો હતો, જ્યાં કોર્ટે લઘુત્તમ વય 6 વર્ષ રાખવાનો ચુકાદો આપ્યો હતો. આ નિર્ણયને પડકારતાં સુપ્રીમ કોર્ટમાં (Supreme Court) અરજી દાખલ કરવામાં આવી હતી, જેને હવે ફગાવી દેવામાં આવી છે. KVSએ અગાઉ દિલ્હી હાઈકોર્ટને જણાવ્યું હતું કે, 9 જુલાઈ 2020ના રોજ કેન્દ્ર સરકાર દ્વારા જાહેર કરાયેલ રાષ્ટ્રીય શિક્ષણ નીતિના કડક પાલનમાં વય માપદંડ અપડેટ કરવામાં આવ્યા હતા.

લાઈવ લૉના અહેવાલ મુજબ જસ્ટિસ સંજય કિશન કૌલ અને જસ્ટિસ એમએમ સુંદરેશની બેંચે દિલ્હી હાઈકોર્ટનો નિર્ણય સુરક્ષિત રાખ્યો છે. દિલ્હી હાઈકોર્ટના 11 એપ્રિલના નિર્ણયને પડકારતી કેટલાક વાલીઓએ દાખલ કરેલી સ્પેશિયલ લીવ પિટિશનને ફગાવી દેવામાં આવી છે.

બાળકોને નાની ઉંમરે શાળાએ ન મોકલવાની સુપ્રીમ કોર્ટની સલાહ

સુપ્રીમ કોર્ટે કહ્યું કે, બાળકોને તેમના માનસિક સ્વાસ્થ્યના હિતમાં ખૂબ નાની ઉંમરે શાળામાં ન મોકલવા જોઈએ. માતા-પિતા ઇચ્છે છે કે તેમના બાળકો બે વર્ષના થાય કે તરત જ શાળા શરૂ કરે, પરંતુ આનાથી તેમના સ્વાસ્થ્ય પર ખરાબ અસર પડશે.જસ્ટિસ સંજય કિશન કૌલ અને એમએમ સુંદરેશની બેન્ચે આ અંગે ટિપ્પણી કરી છે.

Insomnia Reason : કયા વિટામિનની ઉણપને કારણે ઊંઘ નથી આવતી ? જાણી લો
ગાયને આ વસ્તુ ખવડાવવા થી થાય છે ધનની પ્રાપ્તિ, જાણો
શિયાળામાં રાત્રે કેળા ખાવા જોઈએ કે નહીં ? આ લોકોએ તેનાથી દૂર રહેવું જોઈએ
મોર કેટલા દિવસમાં જન્મે છે? જાણીને ચોંકી જશો
આ એક્ટ્રેસ માટે સલમાન ખાનની સલાહ સાબિત થઈ ફાયદાકારક, જાણો કારણ
BSNLનો 3 મહિનાનો સૌથી સસ્તો પ્લાન ! રોજ મળશે 3GB ડેટા, કિંમત માત્ર આટલી

કોમન યુનિવર્સિટી એન્ટ્રન્સ ટેસ્ટ માટે નોંધણીની છેલ્લી તારીખ નજીક

નેશનલ ટેસ્ટિંગ એજન્સી (NTA) દ્વારા લેવામાં આવનાર કોમન યુનિવર્સિટી એન્ટ્રન્સ ટેસ્ટ, CUET માટેની અરજી પ્રક્રિયા ટૂંક સમયમાં સમાપ્ત થવાની છે. અરજી કરવાની છેલ્લી તારીખ 6 મે 2022 છે. અરજી ફોર્મ (CUET Application Form 2022) ભરવા માટે માત્ર થોડા દિવસો બાકી છે. રજીસ્ટ્રેશનમાં થોડા દિવસો બાકી હોવા છતાં NTAએ હજુ સુધી પરીક્ષાની તારીખો જાહેર કરી નથી. જે ઉમેદવારોએ હજુ સુધી અરજી કરી નથી, તેઓએ વહેલી તકે અરજી કરવી જોઈએ. પરીક્ષાની તારીખ (CUET 2022 exam date) અરજી પ્રક્રિયા પૂરી થયા પછી જાહેર કરી શકાય છે. જોકે, પરીક્ષા જુલાઈમાં લેવાશે તેમ જણાવાયું હતું. તારીખો વિશે વિગતવાર માહિતી NTA દ્વારા ટૂંક સમયમાં આપવામાં આવશે.

આ પણ વાંચો: CBSE Board Exam 2022: એક રૂમમાં માત્ર 18 વિદ્યાર્થીઓ, 51 દિવસ સુધી ચાલશે પરીક્ષા, આ રહી CBSE 10-12ની પરીક્ષાની તમામ માહિતી

આ પણ વાંચો: HPCL Recruitment 2022: હિન્દુસ્તાન પેટ્રોલિયમમાં નોકરી મેળવવાની તક, લેબ એનાલિસ્ટ સહિત ઘણી જગ્યાઓ માટે ભરતી, આ રીતે કરો અરજી

વધુ સમાચાર વાંચવા માટે અમારી ટ્વીટર કોમ્યુનિટીમાં જોડાવા અહીં ક્લિક કરો

g clip-path="url(#clip0_868_265)">