AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

CBSE Board Exam 2022: એક રૂમમાં માત્ર 18 વિદ્યાર્થીઓ, 51 દિવસ સુધી ચાલશે પરીક્ષા, આ રહી CBSE 10-12ની પરીક્ષાની તમામ માહિતી

CBSE 10th 12th Term 2 Exam 2022: CBSE 10મા અને 12મા ટર્મ 2ની બોર્ડ પરીક્ષા મંગળવારથી સમગ્ર ભારત અને વિદેશમાં કોરોનાકાળ વચ્ચે શરૂ થઈ ગઈ છે. CBSEની ટર્મ 1 પરીક્ષા નવેમ્બર-ડિસેમ્બરમાં લેવામાં આવી હતી.

CBSE Board Exam 2022: એક રૂમમાં માત્ર 18 વિદ્યાર્થીઓ, 51 દિવસ સુધી ચાલશે પરીક્ષા, આ રહી CBSE 10-12ની પરીક્ષાની તમામ માહિતી
પ્રતિકાત્મક તસવીર
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 26, 2022 | 4:52 PM

CBSE Term 2 Exam 2022: CBSE 10મા અને 12મા ટર્મ 2ની બોર્ડ પરીક્ષા મંગળવારથી સમગ્ર ભારત અને વિદેશમાં કોરોનાકાળ વચ્ચે શરૂ થઈ ગઈ છે. CBSEની ટર્મ 1 પરીક્ષા (CBSE 10th 12th Exam) નવેમ્બર-ડિસેમ્બરમાં લેવામાં આવી હતી. ધોરણ 12ની પરીક્ષા આંત્રપ્રિન્યોર વિષય સાથે શરૂ થઈ. CBSE દ્વારા આયોજિત વેબિનારમાં 26,000 થી વધુ શાળાઓએ ભાગ લીધો હતો. ધોરણ 10ની પરીક્ષા 29 દિવસ માટે લેવામાં આવશે, જે 24 મેના રોજ સમાપ્ત થશે. ધોરણ 12ની પરીક્ષા 51 દિવસ ચાલશે અને 15 જૂને સમાપ્ત થશે. બોર્ડના એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું કે, ધોરણ 10માં સીબીએસઈ 75 વિષયો માટે અને ધોરણ 12માં 114 વિષયો માટે પરીક્ષાઓ લેશે.

CBSE ટર્મ 1ની પરીક્ષા છોડી રહેલા વિદ્યાર્થીઓને પણ માર્ક્સ આપવામાં આવશે

અધિકારીએ જણાવ્યું કે, જ્યારે 7,406 કેન્દ્રો પર 21.16 લાખથી વધુ ઉમેદવારો ધોરણ 10ની બોર્ડની પરીક્ષા આપશે. તે જ સમયે, 14.54 લાખ ઉમેદવારો 6,720 પરીક્ષા કેન્દ્રો પર ધોરણ 12 બોર્ડની પરીક્ષા આપશે. દરેક વર્ગમાં માત્ર 18 વિદ્યાર્થીઓને જ બેસવાની મંજૂરી આપવામાં આવી છે. શાળાઓને કોવિડ-19થી પીડિત વિદ્યાર્થીઓને અલગ રૂમ આપવાનું કહેવામાં આવ્યું છે. CBSEએ ભારત અને 26 દેશોમાં પરીક્ષાઓ યોજવા માટે વિસ્તૃત વ્યવસ્થા કરી છે. કોવિડ બાદ પરીક્ષાઓ લેવામાં આવી રહી છે, બોર્ડે તેની સુચારૂ કામગીરી માટે તમામ વ્યવસ્થા કરી છે.

કોવિડને કારણે, આ પરીક્ષાઓ એપ્રિલ, મે અને જૂનમાં લેવામાં આવી રહી છે. બોર્ડે એ પણ નિર્ણય લીધો છે કે, જે વિદ્યાર્થીઓ તેમની પ્રથમ સત્રની પરીક્ષામાં ગેરહાજર રહ્યા હતા. તેમનું પરિણામ બીજા સત્રના આધારે જાહેર કરવામાં આવશે. પરિણામો (CBSE term Result 2022)ની ગણતરી કરવા માટે મોડલિટી પર કામ કરવામાં આવી રહ્યું છે જે બંને ટર્મ પરીક્ષાઓમાં ચૂકી ગયા હતા.

આજનું રાશિફળ તારીખ : 29-04-2025
પાકિસ્તાનમાં આતંકવાદી હુમલાઓની તપાસ કોણ કરે છે?
ખાંડથી પણ વધુ ખતરનાક ધીમું ઝેર રોજ ખાઈ રહ્યા છે લોકો, નામ જાણીને ચોંકી જશો
Hidden Gold : તમારા ઘરની કઈ ઇલેક્ટ્રોનિક વસ્તુઓમાં હોય છે સોનું ? જાણો
AC Tips : સારી ઊંઘ માટે રાત્રે AC કેટલા પર રાખવું જોઈએ?
ચાખ્યા વગર કેવી રીતે ખબર પડે કે કાકડી કડવી છે કે નહીં ?

કોવિડ સુરક્ષા માટે શાળાઓને વિશેષ ભંડોળ આપવામાં આવશે

આ વિદ્યાર્થીઓએ આગામી વર્ષમાં નિયમિત અથવા ખાનગી ઉમેદવાર તરીકે હાજર રહેવાનું રહેશે. અધિકારીએ જણાવ્યું હતું કે, પરંતુ અમે હજુ પણ તેના પર કામ કરી રહ્યા છીએ તે જોવા માટે કે આવા વિદ્યાર્થીઓને કોઈ ઉકેલ પૂરો પાડી શકાય કે કેમ. સીબીએસઈએ એમ પણ કહ્યું હતું કે, ટર્મ-2ની પરીક્ષા આપનાર વિદ્યાર્થીઓને પ્રાથમિક સુવિધાઓ પૂરી પાડવા માટે શાળાઓને વિશેષ CBSE સ્કૂલને સ્પોશિયલ ફંડ ફણ આપવામાં આવશે. બોર્ડે જાહેરાત કરી છે કે, બોર્ડની પરીક્ષા આપનારા વિદ્યાર્થીઓને પીવાનું શુદ્ધ પાણી પૂરું પાડવા માટે દરેક શાળાને પ્રતિ ઉમેદવાર દીઠ 2 રૂપિયા મળશે. શાળાઓને પરીક્ષા કેન્દ્રોને સલામત બનાવવા અને પ્રોટોકોલનું પાલન કરવાની યોજના બનાવવાની સૂચના પણ આપવામાં આવી છે.

આ પણ વાંચો: BSF Group B Recruitment 2022: BSFમાં સબ-ઇન્સ્પેક્ટર સહિતની ઘણી જગ્યાઓ માટે ભરતી, આ રીતે કરો અરજી

આ પણ વાંચો: Exim Bank Recruitment 2022: એક્ઝિમ બેંકમાં લોન મોનિટરિંગ સહિત અનેક વિભાગોમાં નોકરી મેળવવાની તક, જાણો કેવી રીતે કરવી અરજી

વધુ સમાચાર વાંચવા માટે અમારી ટ્વીટર કોમ્યુનિટીમાં જોડાવા અહીં ક્લિક કરો

g clip-path="url(#clip0_868_265)">