JEE Main 2021 Result Declared: JEE મુખ્ય પરીક્ષાનું પરિણામ જાહેર, જાણો કેવી રીતે થશે ચેક
JEE Main 2021 Third Session Result Declared: JEE મેઈન 2021ના ત્રીજા સત્રનું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે.
JEE Main 2021 Third Session Result Declared: JEE મેઈન 2021 ના ત્રીજા સત્રનું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. નેશનલ ટેસ્ટ એજન્સી (NTA)એ JEE મેઈન 2021નું (JEE Main 2021 Result) પરિણામ સત્તાવાર વેબસાઇટ jeemain.nta.nic.in પર જાહેર કર્યું છે. જે વિદ્યાર્થીઓએ પરીક્ષામાં ભાગ લીધો હતો તેઓ આ વેબસાઈટ પરથી જ પોતાનું પરિણામ ચકાસી શકે છે. વિદ્યાર્થીઓએ પોતાનું પરિણામ તપાસવા માટે અરજી નંબર અને જન્મ તારીખ અથવા પાસવર્ડની મદદથી લોગિન કરવાનું રહેશે.
જણાવી દઈએ કે નેશનલ ટેસ્ટિંગ એજન્સીએ સંયુક્ત પ્રવેશ પરીક્ષા (JEE Main 2021 Result)નું ત્રીજું સત્ર 20, 22, 25 અને 27 જુલાઈના રોજ યોજ્યું હતું. આ પરીક્ષામાં લગભગ 7.09 લાખ ઉમેદવારો માટે કોમ્પ્યુટર આધારિત ટેસ્ટ (CBT) તરીકે લેવામાં આવી હતી. NTAએ દેશભરના 334 શહેરો અને 828 કેન્દ્રોમાં JEE મેઇનની પરીક્ષા લીધી હતી.
JEE Main 2021 Result આ રીતે ચેક કરી શકશો
- પરિણામ તપાસવા માટે પહેલા સત્તાવાર વેબસાઇટ jeemain.nta.nic.in પર જાઓ.
- વેબસાઈટ પર આપેલી રિઝલ્ટ લિંક પર ક્લિક કરો.
- હવે તમારો અરજી નંબર અને જન્મ તારીખ સબમિટ કરીને લગઈન કરો.
- તમારું પરિણામ સ્ક્રીન પર દેખાશે.
- હવે તેને તપાસો.
JEE મુખ્ય સત્ર 4નું આયોજન 26 ઓગસ્ટ, 27, 31, 1 અને 2 સપ્ટેમ્બરે હાથ ધરવામાં આવશે. JEE મુખ્ય પરીક્ષા માટે એડમિટ કાર્ડ ટૂંક સમયમાં આપવામાં આવશે. ઉમેદવારો સત્તાવાર વેબસાઇટ jeemain.nta.nic પર જઈને એડમિટ કાર્ડ ડાઉનલોડ કરી શકશે.