AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IRCTC Recruitment 2021 : 10 પાસ ઉમેદવારો માટે ભારતીય રેલવેમાં નોકરી મેળવવાની તક, જાણો ભરતીની તમામ વિગત

ઈન્ડિયન રેલવે કેટરિંગ એન્ડ ટુરિઝમ કોર્પોરેશન (Indian Railway Catering and Tourism Corporation)દ્વારા બહાર પાડવામાં આવેલ નોટિફિકેશન અનુસાર, 10 પાસ ઉમેદવારો આ જગ્યાઓ માટે અરજી કરી શકે છે.

IRCTC Recruitment 2021 : 10 પાસ ઉમેદવારો માટે ભારતીય રેલવેમાં નોકરી મેળવવાની તક, જાણો ભરતીની તમામ વિગત
IRCTC Recruitment 2021
TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 19, 2021 | 7:00 PM
Share

IRCTC Recruitment 2021 :  રેલવેમાં નોકરી ઈચ્છતા ઉમેદવારો માટે ઉતમ તક છે. ઇન્ડિયન રેલવે કેટરિંગ એન્ડ ટુરિઝમ કોર્પોરેશ દ્વારા એપ્રેન્ટિસ (Railway Apprentice Vacancy 2021) ની જગ્યા પર ભરતી માટે જાહેરનામું બહાર પાડ્યું છે. કેટરિંગ અને પર્યટન સેવા વિભાગે કોમ્પ્યુટર ઓપરેટર અને પ્રોગ્રામિંગ સહાયકની 100 જગ્યાઓ ભરવા માટે જાહેરનામું બહાર પાડ્યું છે.

ઈન્ડિયન રેલવે કેટરિંગ એન્ડ ટુરિઝમ કોર્પોરેશન (Indian Railway Catering and Tourism Corporation)દ્વારા બહાર પાડવામાં આવેલ નોટિફિકેશન અનુસાર, 10 પાસ ઉમેદવારો આ જગ્યાઓ માટે અરજી કરી શકે છે. લાયકાત ધરાવતા ઉમેદવારો ભારત સરકારની એપ્રેન્ટિસશીપ પોર્ટલમાં જઈને ઓનલાઈન અરજી (Online Application) કરવાની રહેશે. ભારત સરકારના રેલ મંત્રાલય હેઠળ ટિકિટિંગ, કેટરિંગ અને પ્રવાસન સેવાઓ પૂરી પાડતી કંપની IRCTC  માં એપ્રેન્ટીસશીપ માટે ઓનલાઇન અરજીઓ મંગાવવામાં આવી છે.

આ રીતે કરી શકશો અરજી

આ જગ્યાઓ માટે અરજી કરવા ઈચ્છતા ઉમેદવારોએ સૌથી પહેલા ભારત સરકારના એપ્રેન્ટિસશીપ પોર્ટલ apprenticeshipindia.org પર જવાનું રહેશે. અહીં અરજી કરવા માટે, ઉમેદવારે રજીસ્ટ્રેશન (Registration) કરવુ પડશે. જેમાં ઉમેદવારનું નામ, પિતાનું નામ, માતાનું નામ, જન્મ તારીખ, મોબાઇલ નંબર અને ઇમેઇલ વગેરે જેવી માહિતી ભરીને અરજી કરવાની રહેશે.

ભરતીની લાયકાત

આ ખાલી જગ્યા (IRCTC ભરતી 2021) મુજબ, કોમ્પ્યુટર ઓપરેટર અને પ્રોગ્રામિંગ સહાયક પદ માટે અરજી કરનાર ઉમેદવાર માન્ય બોર્ડ અથવા સરકારી સંસ્થામાંથી 10 પાસ અથવા સમકક્ષ હોવા જોઈએ.

સ્ટાઇપેન્ડની વિગતો

આ જગ્યામાં પસંદ થયેલા ઉમેદવારોને દર મહિને 7-9 હજાર રૂપિયાનું સ્ટાઇપેન્ડ આપવામાં આવશે. આ સિવાય, તેમને NAPS નો લાભ પણ આપવામાં આવશે. ઉમેદવારે અઠવાડિયામાં 6 દિવસ કામ કરવાનું રહેશે.

આ રીતે પસંદગી કરવામાં આવશે

અરજીના આધારે શોર્ટલિસ્ટ થયેલા ઉમેદવારોને નિયત પ્રક્રિયા દ્વારા પસંદ કરવામાં આવશે. પસંદ કરાયેલા ઉમેદવારને 15 મહિના માટે એપ્રેન્ટિસશીપની જગ્યા પર નિમણુક કરવામાં આવશે, તેમજ ઉમેદવારોને બેઝિક ટ્રેનિંગ (Training) પણ આપવામાં આવશે.

આ પણ વાંચો: BOB Recruitment: બેંકમાં નોકરી કરવાની મળી રહી છે તક , જાણો શું છે અરજીની પ્રક્રિયા

આ પણ વાંચો:  Army Recruitment : Assam Rifles આપી રહ્યું છે દેશસેવા માટેની તક , 1230 નોકરી માટે મંગવાઈ રહી છે અરજી, જાણો વિગતવાર

સુરત કોંગ્રેસમાં ભડકો, નવા વરાયેલા હોદ્દેદારોએ ધરી દીધા રાજીનામા
સુરત કોંગ્રેસમાં ભડકો, નવા વરાયેલા હોદ્દેદારોએ ધરી દીધા રાજીનામા
ગામમાં પિધેલો ઝડપાશે તેની સામે પોલીસ કાર્યવાહી અને પંચાયતની સુવિધા બંધ
ગામમાં પિધેલો ઝડપાશે તેની સામે પોલીસ કાર્યવાહી અને પંચાયતની સુવિધા બંધ
આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video
આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video
ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો
થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો
હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ
હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ
આ રાશિના જાતકોનો દિવસ ખૂબ જ ફાયદાકારક સાબિત થશે, જુઓ Video
આ રાશિના જાતકોનો દિવસ ખૂબ જ ફાયદાકારક સાબિત થશે, જુઓ Video
AMC દ્વારા 35 શાળાઓને સીલ કરવાનો મામલો, પ્રિ-સ્કૂલ એસોસિએશન નારાજ
AMC દ્વારા 35 શાળાઓને સીલ કરવાનો મામલો, પ્રિ-સ્કૂલ એસોસિએશન નારાજ
ડંકી રૂટથી વિદેશ જવા ઈચ્છતો મહેસાણાનો પરિવાર લિબિયામાં બન્યો બંધક
ડંકી રૂટથી વિદેશ જવા ઈચ્છતો મહેસાણાનો પરિવાર લિબિયામાં બન્યો બંધક
દાહોદના જંગલ બાદ હવે છોટા ઉદેપુરના જંગલમાં જોવા મળ્યો વાઘ
દાહોદના જંગલ બાદ હવે છોટા ઉદેપુરના જંગલમાં જોવા મળ્યો વાઘ
g clip-path="url(#clip0_868_265)">