AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

BOB Recruitment: બેંકમાં નોકરી કરવાની મળી રહી છે તક , જાણો શું છે અરજીની પ્રક્રિયા

બેંક ઓફ બરોડાએ જમશેદપુર, પૂર્ણિયા અને જલંધર પ્રદેશોમા આ જગ્યાઓ માટે અરજીઓ મંગાવી છે. હવે રસ ધરાવતા અને લાયક ઉમેદવારો સત્તાવાર વેબસાઇટ bankofbaroda.in ની મુલાકાત લઈને નોકરી માટે અરજી કરી શકે છે.

BOB Recruitment: બેંકમાં નોકરી કરવાની મળી રહી છે તક , જાણો શું છે અરજીની પ્રક્રિયા
Bank of Baroda Recruitment 2021
TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 19, 2021 | 6:04 PM
Share

Bank of Baroda Recruitment 2021: જો તમે બેંકમાં નોકરી શોધી રહ્યા છો, તો તમારી પાસે એક સારી તક છે. બેન્ક ઓફ બરોડાએ બિઝનેસ કોરસપોન્ડન્ટ સુપરવાઇઝર એટલે કે બીસી સુપરવાઇઝર પદ માટે અરજીઓ મંગાવી છે. જો તમે બેંકમાં નોકરી શોધી રહ્યા છો તો તમે બેંક ઓફ બરોડાની સત્તાવાર વેબસાઈટ પર જઈને અરજી કરી શકો છો.

બેંક ઓફ બરોડાએ જમશેદપુર, પૂર્ણિયા અને જલંધર પ્રદેશોમા આ જગ્યાઓ માટે અરજીઓ મંગાવી છે. હવે રસ ધરાવતા અને લાયક ઉમેદવારો સત્તાવાર વેબસાઇટ bankofbaroda.in ની મુલાકાત લઈને નોકરી માટે અરજી કરી શકે છે. જણાવી દઈએ કે જલંધર રીજીયન માટે અરજી કરવાની છેલ્લી તારીખ 25 સપ્ટેમ્બર, પૂર્ણિયા રીજીયન માટે 5 ઓક્ટોબર અને જમશેદપુર રીજીયન માટે 11 ઓક્ટોબર છે.

ઉમેદવારો પાસે આ લાયકાત હોવી જોઈએ સત્તાવાર સૂચના અનુસાર બેંક ઓફ બરોડામાં બીસી સુપરવાઇઝર પદ માટે અરજી કરનારા ઉમેદવારો પાસે ગ્રેજ્યુએશન ડિગ્રી હોવી જરૂરી છે. આ ઉપરાંત ઉમેદવાર પાસે એમએસ ઓફિસ, ઇમેઇલ અને ઇન્ટરનેટ જેવા મૂળભૂત કમ્પ્યુટરનું જ્ઞાન હોવું જોઈએ.

અરજી કરવા માટે ઉમેદવારની ઉંમર કેટલી હોવી જોઈએ જો તમે આ નોકરી માટે અરજી કરવા માંગો છો, તો તમારી ઉંમર 21 વર્ષથી 45 વર્ષની વચ્ચે હોવી જોઈએ. અરજીના આધારે બેંકની સંબંધિત પ્રાદેશિક કચેરી દ્વારા ઉમેદવારોને ઇન્ટરવ્યૂ માટે શોર્ટલિસ્ટ કરવામાં આવશે. ઉમેદવારોનું ઇન્ટરવ્યૂના 15 દિવસ પછી નોકરી શરૂ કરવાની રહેશે.

આ રીતે અરજી કરો જો તમે બેંક ઓફ બરોડામાં કામ કરવા માંગતા હો તો તમે જલ્દી અહીં અરજી કરી શકો છો. આ માટે, બેંકની સત્તાવાર વેબસાઇટ પર જઈને અરજી ફોર્મ ડાઉનલોડ કરો. તેને સંપૂર્ણ રીતે ભરો અને છેલ્લી તારીખ પહેલા સંબંધિત પ્રાદેશિક કચેરીમાં સબમિટ કરો.

આ પણ વાંચો : Army Recruitment : Assam Rifles આપી રહ્યું છે દેશસેવા માટેની તક , 1230 નોકરી માટે મંગવાઈ રહી છે અરજી, જાણો વિગતવાર

આ પણ વાંચો : CBSE Board Exams 2021: ધોરણ 10 અને 12 ની પ્રથમ ટર્મની પરીક્ષા નવેમ્બરમાં યોજાશે, જાણો પરીક્ષાની નવી પેર્ટન વિશે

તમે વ્યવસાયમાં સારો એવો નફો કમાઈ શકો છો, આજે તમે ધ્યાનનું કેન્દ્ર બનશો
તમે વ્યવસાયમાં સારો એવો નફો કમાઈ શકો છો, આજે તમે ધ્યાનનું કેન્દ્ર બનશો
ભ્રષ્ટાચારનો ભંડાફોડ! CID ક્રાઇમના અધિકારીઓ ACBના ફંદામાં - જુઓ Video
ભ્રષ્ટાચારનો ભંડાફોડ! CID ક્રાઇમના અધિકારીઓ ACBના ફંદામાં - જુઓ Video
સુરત કોંગ્રેસમાં ભડકો, નવા વરાયેલા હોદ્દેદારોએ ધરી દીધા રાજીનામા
સુરત કોંગ્રેસમાં ભડકો, નવા વરાયેલા હોદ્દેદારોએ ધરી દીધા રાજીનામા
ગામમાં પિધેલો ઝડપાશે તેની સામે પોલીસ કાર્યવાહી અને પંચાયતની સુવિધા બંધ
ગામમાં પિધેલો ઝડપાશે તેની સામે પોલીસ કાર્યવાહી અને પંચાયતની સુવિધા બંધ
આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video
આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video
ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો
થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો
હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ
હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ
આ રાશિના જાતકોનો દિવસ ખૂબ જ ફાયદાકારક સાબિત થશે, જુઓ Video
આ રાશિના જાતકોનો દિવસ ખૂબ જ ફાયદાકારક સાબિત થશે, જુઓ Video
AMC દ્વારા 35 શાળાઓને સીલ કરવાનો મામલો, પ્રિ-સ્કૂલ એસોસિએશન નારાજ
AMC દ્વારા 35 શાળાઓને સીલ કરવાનો મામલો, પ્રિ-સ્કૂલ એસોસિએશન નારાજ
g clip-path="url(#clip0_868_265)">