દેશપ્રેમીઓ માટે મહત્ત્વના ન્યૂઝ, ભારતીય સેનામાં અગ્નિપથ યોજનામાં થઈ રહી છે ભરતી, અગ્નિવીર તરીકે જોડાવા આ રીતે કરો અપ્લાય

ઉમેદવારોએ અરજી કરતા પહેલા જાહેર કરેલી સૂચના વાંચવી આવશ્યક છે. નિયમો મુજબ કરવામાં આવેલી અરજીઓ જ માન્ય ગણાશે. અરજી કરવાની લિંક ઓફિશિયલ વેબસાઇટ પર 17 માર્ચ 2023ના રોજ એક્ટિવ થશે. આ ભરતી માટે માત્ર અપરિણીત ભારતીય પુરુષ અને સ્ત્રી ઉમેદવારો જ અરજી કરી શકે છે.

દેશપ્રેમીઓ માટે મહત્ત્વના ન્યૂઝ, ભારતીય સેનામાં અગ્નિપથ યોજનામાં થઈ રહી છે ભરતી, અગ્નિવીર તરીકે જોડાવા આ રીતે કરો અપ્લાય
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 15, 2023 | 8:24 AM

ભારતીય વાયુ સેના કચેરી, મુંબઈ દ્વારા અગ્નિપથ યોજના અન્વયે અગ્નિવીર વાયુ તરીકે ભરતી જાહેર કરવામાં આવી છે. જેમાં અગ્નિવીર વાયુ માટે ધોરણ-10 અને ધોરણ-12 સાયન્સમાં ગણિત, ફિઝિક્સ અને અંગ્રેજી વિષય સાથે 50% માર્ક અથવા ડિપ્લોમામાં મિકેનિકલ, ઈલેક્ટ્રિકલ, ઇલેક્ટ્રોનિક્સ, ઓટોમોબાઇલ, કોમ્પ્યુટર સાયન્સ, આઈ. ટી જેવી લાયકાત ધરાવતા અથવા ધોરણ-10 અને 12 સાથે વોકેશનલ કોર્સમાં અંગ્રેજીમાં 50% માર્ક સાથે શૈક્ષણિક લાયકાત ધરાવતા ઉમેદવારો માટે ભરતી થનારી છે.

આ પણ વાંચો : Career News: વાદળો સાથે વાત કરવાની તક, IAF અગ્નિવીર વાયુનું નોટિફિકેશન જાહેર, જાણો ક્યારે શરૂ થશે રજિસ્ટ્રેશન

આ લોકો કરી શકશે અપ્લાય

તારીખ- 26 ડિસેમ્બર 2002 થી 26 જુન 2006 વચ્ચેના સમયગાળા દરમિયાન જન્મેલા અપરણિત પુરુષ અને મહિલા ઉમેદવારો ઓનલાઇન માધ્યમથી અરજી કરી શકશે. ઓનલાઇન અરજી www.agnipathvayu.cdac.in પર તારીખ-17 માર્ચ 2023 થી 31 માર્ચ 2023 દરમિયાન કરી શકાશે તેમજ ઓનલાઈન પરીક્ષા 20 મે 2023 ના રોજ લેવાશે. આથી તમામ જિલ્લાના ઉપરોક્ત મુજબની લાયકાત તેમજ વય ધરાવતા તમામ ઉમેદવારોને અરજી કરવા માટે જણાવવામાં આવે છે.

Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?
અમદાવાદમાં ઘર બનાવવા માટે કેટલો ખર્ચ થશે, જાણી લો A ટુ Z ગણિત
1 શેર પર ટાટા કંપની ઈતિહાસનું સૌથી મોટું ડિવિડન્ડ આપશે
આજનું રાશિફળ તારીખ : 25-04-2024
માત્ર 5000 રૂપિયાનો SIP પ્લાન તમને ઘરે બેઠા બનાવશે 5.22 કરોડ રૂપિયાના માલિક

ઓફિસના હેલ્પલાઇન નંબર ડાયલ કરીને મેળવો માહિતી

વિસ્તૃત માહિતી માટે ભારતીય વાયુસેના દ્વારા પ્રસિદ્ધ થયેલી ઓફિસિયલ નોટિફિકેશન આપેલી વેબસાઈટ પર જોઈ લેવા સલાહ આપવામાં આવે છે અન્ય માહિતી માટે વાયુ સેના ઓફિસના હેલ્પલાઇન નંબર : 020-25503105 / 25 50 31 06 નંબર પર ફોન કરી માહિતી મેળવી શકાશે.

અરજી કરવા માટે  ઓફિશિયલ વેબસાઇટની લિન્કનો ઉપયોગ કરવો

ઉમેદવારોએ અરજી કરતા પહેલા જાહેર કરેલી સૂચના વાંચવી આવશ્યક છે. નિયમો મુજબ કરવામાં આવેલી અરજીઓ જ માન્ય ગણાશે. અરજી કરવાની લિંક ઓફિશિયલ વેબસાઇટ પર 17 માર્ચ 2023ના રોજ એક્ટિવ થશે. આ ભરતી માટે માત્ર અપરિણીત ભારતીય પુરુષ અને સ્ત્રી ઉમેદવારો જ અરજી કરી શકે છે.

ગુજરાત અને દાદરા,નગર હવેલી અને દીવના એન.સી.સી.ના અધિક મહાનિયામક (એ.ડી.જી.)  કપૂરે આજે વડોદરા ખાતેના એનસીસી ગ્રુપ હેડ કવાર્ટરની વાર્ષિક નિરીક્ષણ મુલાકાત સમયે માધ્યમો સાથે સંવાદ કર્યો હતો. પ્રધાનમંત્રી પોતે તેમના વિદ્યાર્થી કાળમાં એન.સી.સી.કેડેટ રહ્યાં છે તેનો ઉલ્લેખ કરતાં તેમણે જણાવ્યું કે, તેઓ અમારા સૌથી મોટા પ્રેરણા સ્ત્રોત છે અને રાષ્ટ્રીય સ્તરે અમને તેમના તરફ થી ખૂબ પ્રોત્સાહન અને પીઠબળ મળી રહ્યું છે. અમે એન.સી.સી.દ્વારા ભવિષ્યના નેતૃત્વનું ઘડતર કરીએ છે એવી લાગણી તેમણે વ્યક્ત કરી અને વિદ્યાર્થીઓને શિક્ષણની સાથે એન.સી.સી.સાથે જોડાવા આહવાન કર્યું હતું.

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">