Career News: વાદળો સાથે વાત કરવાની તક, IAF અગ્નિવીર વાયુનું નોટિફિકેશન જાહેર, જાણો ક્યારે શરૂ થશે રજિસ્ટ્રેશન
ભારતીય વાયુસેનાએ અગ્નિપથ યોજના હેઠળ Agniveer Vayu Intake 02/2023 Recruitment સંબંધિત નોટિફિકેશન બહાર પાડ્યું છે. આવો જાણીએ આ વિશે.
જે યુવાનો ભારતીય વાયુસેના (IAF)માં જોડાવાનું સપનું જોઈ રહ્યા છે તેઓ પાસે તેમના સપનાને સાકાર કરવાની તક છે. ભારતીય વાયુસેનાએ અગ્નિવીર વાયુની જગ્યાઓ માટે ભરતી હાથ ધરી છે. આ સંદર્ભમાં IAF દ્વારા એક નોટિફિકેશન જાહેર કરવામાં આવ્યું છે, જે Agniveer Vayu Intake 02/2023 Recruitment સાથે સંબંધિત છે. એરફોર્સમાં અગ્નિવીર તરીકે ભરતી થવા માટે ઉમેદવારોએ ઓફિશિયલ વેબસાઇટ agnipathvayu.cdac.in પર જઈને અરજી કરવાની રહેશે.
આ પણ વાંચો : IAF Career : સપનાની ઉંચી ઉડાન, જાણો ધોરણ 12 પછી AIRFORCE માં કેવી રીતે કરિયર બનાવશો?
ઓફિશિયલ સૂચના અનુસાર વાયુસેનામાં અગ્નિવીર વાયુ તરીકે નિમણૂક માટે રજીસ્ટ્રેશન પ્રક્રિયા 17 માર્ચ, 2023થી શરૂ થશે. રજીસ્ટ્રેશનની છેલ્લી તારીખ 31 માર્ચ, 2023 છે. પરીક્ષા ફી ભરીને અરજી ફોર્મ સબમિટ કરવાની છેલ્લી તારીખ પણ 31 માર્ચ છે. નોટિફિકેશનમાં કહેવામાં આવ્યું છે કે, એરફોર્સમાં ભરતી માટે લેખિત પરીક્ષા 20 મે, 2023ના રોજ લેવામાં આવશે. લેખિત પરીક્ષા માટે પ્રવેશપત્ર પરીક્ષાના થોડા દિવસો પહેલા આપવામાં આવશે.
Airforce Agniveer Vayu Recruitment 2023 Official Notification
એજ્યુકેશન ક્વોલિફિકેશન શું જરૂરી છે?
- વિજ્ઞાન વિષય માટે ઉમેદવારો ગણિત, ભૌતિકશાસ્ત્ર અને અંગ્રેજી સાથે 12મું પાસ કર્યા પછી જ અગ્નિવીર વાયુ માટે અરજી કરી શકે છે. તેમના 12મામાં ઓછામાં ઓછા 50 ટકા માર્ક્સ હોવા જોઈએ. આ સાથે તમામ વિષયો સહિત એકંદરમાં ઓછામાં ઓછા 50 ટકા માર્ક્સ હોવા જોઈએ.
- વિજ્ઞાનના વિષયો વિના અભ્યાસ કરતાં ઉમેદવારે અંગ્રેજીમાં 50% અને ઓવર ઓલ ઓછામાં ઓછા 50% ગુણ સાથે માન્ય બોર્ડમાંથી 12મું પાસ હોવું આવશ્યક છે.
- સરકાર માન્ય પોલિટેકનિક સંસ્થામાંથી મિકેનિકલ, ઇલેક્ટ્રિકલ, ઇલેક્ટ્રોનિક્સ, ઓટોમોબાઇલ, કોમ્પ્યુટર સાયન્સ, ઇન્સ્ટ્રુમેન્ટેશન ટેક્નોલોજી અથવા ઇન્ફોર્મેશન ટેક્નોલોજીમાં ત્રણ વર્ષનો ડિપ્લોમા એન્જિનિયરિંગ કર્યું હોય તેવા યુવાનો પણ આ નોકરી માટે અરજી કરી શકે છે. બે વર્ષનો વોકેશનલ કોર્સ કરનારાઓ પણ અરજી કરી શકે છે.
એલિજિબિલિટી ક્રાઈટીરિયા શું છે?
યુવકની ઉંમર 17.5 વર્ષથી 21 વર્ષની વચ્ચે હોવી જોઈએ. જો આપણે લંબાઈ વિશે વાત કરીએ, તો તે ઓછામાં ઓછી 152.5 સેમી હોવી જોઈએ. આ સિવાય તેની છાતી પણ ઓછામાં ઓછી 5 સેમી સુધી વિસ્તરવી જોઈએ.
અરજીની ફી
જનરલ, OBC અને EWS ઉમેદવારો માટે અરજી ફી રૂપિયા 250 છે. SC અને ST ઉમેદવારો માટે સમાન ફી છે. ઉમેદવારોને કહેવામાં આવે છે કે, તેઓ વધુ વિગતો માટે ઓફિશિયલ વેબસાઇટ તપાસી શકે છે.