QS Subject Ranking 2021માં ટોપ 100 સંસ્થાઓમાં 12 ભારતીય કોલેજનો સમાવેશ
કેન્દ્રીય શિક્ષણ પ્રધાન રમેશ પોખરીયાલ નિશંકે (Education Minister Ramesh Pokhriyal Nishank) ગુરુવારે 2021ના ક્યૂએસ વિષય રેન્કિંગ (QS Subject Ranking)માં ટોચની 100 સંસ્થાઓની યાદીમાં સ્થાન મેળવનારા 12 ભારતીય સંસ્થાઓને અભિનંદન આપ્યા.

કેન્દ્રીય શિક્ષણ પ્રધાન રમેશ પોખરીયાલ નિશંકે (Education Minister Ramesh Pokhriyal Nishank) ગુરુવારે 2021ના ક્યૂએસ વિષય રેન્કિંગ (QS Subject Ranking)માં ટોચની 100 સંસ્થાઓની યાદીમાં સ્થાન મેળવનારા 12 ભારતીય સંસ્થાઓને અભિનંદન આપ્યા. શિક્ષણ પ્રધાન નિશંકે કહ્યું કે આ સંસ્થાઓથી અમને ગર્વની લાગણી અનુભવાય છે.
વિશ્વભરની યુનિવર્સિટીઓના ક્યૂએસ વિષય રેન્કિંગ 2021 (QS Subject Ranking)ને જાહેર કરવા પ્રસંગે કેન્દ્રીય શિક્ષણ પ્રધાને કહ્યું કે સરકાર દ્વારા ભારતીય ઉચ્ચ શિક્ષણમાં સુધારણા તરફ સતત વધુ ધ્યાન કેન્દ્રિત કરવાને કારણે વૈશ્વિક સ્તરે પ્રતિષ્ઠિત ક્યુએસ રેન્કિંગ (QS Subject Ranking)માં ભારતીય સંસ્થાઓના પ્રતિનિધિત્વમાં નોંધપાત્ર સુધારો થયો છે.
Unveiled QS World University Rankings by subject #2021 today. @worlduniranking
Once again would like to congratulate the institutions that have secured good ranking. These institutions have stood on the frontiers and made us proud. pic.twitter.com/SYyTEbRo06
— Dr. Ramesh Pokhriyal Nishank (@DrRPNishank) March 4, 2021
સરકારના નિવેદન અનુસાર ક્યૂએસ રેન્કિંગમાં ટોચની 100 સંસ્થાઓમાં સ્થાન મેળવનારા 12 ભારતીય સંસ્થાનોમાં આઈઆઈટી બોમ્બે, આઈઆઈટી દિલ્હી, આઈઆઈટી મદ્રાસ, આઈઆઈટી ખડગપુર, આઈઆઈએસસી બેંગ્લોર, આઈઆઈએમ ગુવાહાટી, આઈઆઈએમ અમદાવાદ, જેએનયુ, અન્ના યુનિવર્સિટી, દિલ્હી યુનિવર્સિટી અને ઓ.પી.જિંદાલ યુનિવર્સિટીનો સમાવેશ થયો છે.
તમને જણાવી દઈએ કે આઈઆઈટી-મદ્રાસ (IIT Madras) તેના પેટ્રોલિયમ એન્જિનિયરિંગ પ્રોગ્રામ માટે 30માં ક્રમે છે. આઈઆઈટી બોમ્બે (IIT Bombay) અને આઈઆઈટી ખડગપુર (IIT Kharagpur)એ મિનરલ્સ અને માઈનીંગ એન્જિનિયરિંગની વિષય રેન્કિંગમાં અનુક્રમે 41 અને 44માં રેન્ક મેળવ્યો છે.
ક્યૂએસના સિનિયર વાઈસ પ્રેસિડેન્ટ બેન સ્વોટરે જણાવ્યું હતું કે ભારત સરકારે નવી એજ્યુકેશન પોલિસી 2020 લાગુ કરી છે, જેની અસર આગામી સમયમાં જોવા મળશે. તેમણે કહ્યું કે ભારતની શૈક્ષણિક સંસ્થાઓ શિક્ષણ અને ગુણવત્તા પર કોઈ સમાધાન કરતી નથી. ગયા વર્ષની તુલનામાં આ વર્ષની રેન્કિંગમાં વિષયોની સંખ્યા ઓછી હતી. ગયા વર્ષે 2020માં 235 વિષયો હતા, જ્યારે આ વર્ષે આ આંકડો 233 છે.
આ પણ વાંચો: GATE 2021 Result: GATEના પરિણામની તારીખ જાહેર, જાણો માહિતી