CAT 2021 : IIM અમદાવાદ દ્વારા CAT 2021 એડમિટ કાર્ડ જાહેર, જાણો પરીક્ષાની પેટર્ન વિશે
IIM અમદાવાદ દ્વારા CAT 2021 એડમિટ કાર્ડ જાહેર કરવામાં આવ્યુ છે. વિદ્યાર્થીઓ સતાવાર વેબસાઈટ iimcat.ac.in પર જઈને એડમિટ કાર્ડ ડાઉનલોડ કરી શકશે.
CAT 2021 Admit Card : IIM અમદાવાદ દ્વારા 27 ઓક્ટોબરથી CAT 2021 એડમિટ કાર્ડ જાહેર કર્યુ છે.જે વિદ્યાર્થીઓએ અરજી કરેલી છે, તેઓ IIM અમદાવાદની સતાવાર વેબસાઈટ iimcat.ac.in પર જઈને એડમિટ કાર્ડ (Admit Card) ડાઉનલોડ કરી શકશે.
IIM અમદાવાદે જાહેર કર્યુ એડમિટ કાર્ડ
ઉલ્લેખનીય છે કે, કોમન એડમિશન ટેસ્ટ 2021 ની પરીક્ષા 28 નવેમ્બર, 2021ના રોજ યોજાશે.ત્યારે વિદ્યાર્થીઓ માટે ઇન્ડિયન ઇન્સ્ટિટ્યુટ ઓફ મેનેજમેન્ટ (Indian Institute of Management) અમદાવાદ દ્વારા 27 ઓક્ટોબરથી CAT પરીક્ષા માટેનુ એડમિટ કાર્ડ જાહેર કર્યુ છે. સત્તાવાર વેબસાઇટ પર પરીક્ષાની તારીખ અને સમયની પુષ્ટિ કરવામાં આવી છે. વધુ વિગતો માટે વિદ્યાર્થીઓ iimcat.ac.in વેબસાઈટની મુલાકાત લઈ શકે છે.
એડમિટ કાર્ડમાં પરીક્ષા સંબંધિત તમામ મહત્વની વિગતો
CAT 2021 પરીક્ષા 28 નવેમ્બરના રોજ યોજાનારી છે. આ સંસ્થાએ જાહેર કરેલા એડમિટ કાર્ડમાં પરીક્ષા સંબંધિત તમામ મહત્વની વિગતો જેવી કે વ્યક્તિગત વિગતો, સ્થળ, સમય, નિયમો વગેરે આપવામાં આવ્યુ છે.ઉપરાંત ઉમેદવારોએ પરીક્ષા પુર્ણ થયા બાદ પણ આ એડમિટ કાર્ડને સુરક્ષિત રાખવાની સુચના આપવામાં આવી છે.કારણ કે વિદ્યાર્થીઓ આ એડમિટ કાર્ડના (Admit Card) આધારે જ પરિણામ તપાસી શકશે.
વિદ્યાર્થીઓ પાસે એડમિટ કાર્ડ હોવુ ફરજિયાત
વિદ્યાર્થીઓ 27 ઓક્ટબરથી 27 નવેમ્બર સુધી એડમિટ કાર્ડ ડાઉનલોડ કરી શકશે.CAT પરીક્ષા માટે પરીક્ષા કેન્દ્ર પર વિદ્યાર્થીઓ પાસે એડમિટ કાર્ડ હોવુ ફરજિયાત છે.તેથી પરીક્ષાના દિવસ માટે આ એક મહત્વપૂર્ણ દસ્તાવેજ(Important Document) છે. ઉમેદવારોએ તેના પર આપેલી તમામ વિગતો કાળજીપૂર્વક તપાસવી અને કોઈપણ વિસંગતતાના કિસ્સામાં પરીક્ષા સંચાલક અધિકારીને જાણ કરવાની સુચના આપવામાં આવી છે.
પ્રશ્નોની સંખ્યા ઘટાડવામાં આવી
IIM અમદાવાદ આ વર્ષે પણ CAT 2020 પરીક્ષા પેટર્નને (Exam Pattern) અનુસરી રહ્યું છે. જો કે આ પરીક્ષામાં એકમાત્ર ફેરફાર કરવામાં આવ્યો છે,જેમાં દરેક વિભાગમાં પ્રશ્નોની સંખ્યા ઘટાડવામાં આવી છે.ઉલ્લેખનીય છે કે, ઉમેદવારોને પરીક્ષા પૂર્ણ કરવામાં સમયની અછતને ધ્યાનમાં લીધા બાદ આ નિર્ણય લેવામાં આવ્યો છે.
આ પણ વાંચો: UGC Scholarship Scheme: આ શિષ્યવૃત્તિની મદદથી ઉચ્ચ શિક્ષણનું સ્વપ્ન કરો પૂર્ણ, જાણો સમગ્ર વિગત
આ પણ વાંચો: SSC CPO SI 2020 Result: SSC CPO સબ ઈન્સ્પેક્ટર પેપર 2નું પરિણામ થયું જાહેર, આ રીતે કરો ચેક