IGNOU Admission Open: IGNOU યુનિવર્સીટીમાં અનેક કોર્સીસ માટે ચાલી રહ્યા છે એડમિશન, જાણો વિગત અને ફોર્મ ભરવાની છેલ્લી તારીખ
IGNOU એડમિશન જુલાઈ 2023 સત્ર તમામ UG, PG, ડિપ્લોમા અને પ્રમાણપત્ર સ્તરના કોર્સ માટે એડમિશન પ્રક્રિયા શરૂ થયું છે. જે વિદ્યાર્થીઓ તેમના પસંદ કરેલા અભ્યાસક્રમમાં પ્રવેશ લેવા ઇચ્છુક છે તેઓ અરજી કરી શકે છે. IGNOU પ્રવેશ માટે સત્તાવાર વેબસાઇટ પર જઈ વધુ માહિતી મેળવી શકો છો

ગુજરાતમાં અનેક યુનિવર્સીટીમાં લગભગ એડમિશન પ્રક્રિયા પૂર્ણ થઈ ગઈ છે. ત્યારે હવે જે વીદ્યાર્થીઓના એડમિશન કોઈ યુનિવર્સીટીમાં નથી થઈ શક્યા તે IGNOU યુનિવર્સીટીમાં કોઈ પણ કોર્સ માટે એડમિશન લઈ શકે છે. ઈન્દિરા ગાંધી નેશનલ ઓપન યુનિવર્સિટીમાં જુલાઈ 2023 સત્રમાં ઑનલાઇન પ્રોગ્રામ માટે એડમિશન પ્રવેશ પ્રક્રિયા શરૂ કરી છે.
30 જૂન 2023 IGNOU પ્રવેશ 2023 જુલાઈ સત્ર માટે અરજી કરવાની છેલ્લી તારીખ છે. નોંધણી માટે અંડરગ્રેજ્યુએટ અને અનુસ્નાતક સ્તરે વિવિધ પ્રમાણપત્ર, ડિપ્લોમા અને ડિગ્રી પ્રોગ્રામ કોર્સીસ ઉપલબ્ધ છે. વિદ્યાર્થીઓ ignouadmission.samarth.edu.in પર IGNOUના સત્તાવાર પોર્ટલ દ્વારા તમામ UG, PG, પ્રમાણપત્ર, ડિપ્લોમા અને PG ડિપ્લોમા પ્રોગ્રામ માટે ફોર્મ ભરી શકે છે.
IGNOU એડમિશન જુલાઈ 2023 સત્ર તમામ UG, PG, ડિપ્લોમા અને પ્રમાણપત્ર સ્તરના કોર્સ માટે એડમિશન પ્રક્રિયા શરૂ થયું છે. જે વિદ્યાર્થીઓ તેમના પસંદ કરેલા અભ્યાસક્રમમાં પ્રવેશ લેવા ઇચ્છુક છે તેઓ છેલ્લી તારીખ 30મી જૂન 2023 સુધી અરજી કરી શકે છે.
IGNOU પ્રવેશ માટે સત્તાવાર વેબસાઇટ- www.ignou.ac.in પર જઈ વધુ માહિતી મેળવી શકો છો. જો કે, IGNOU માં નોંધણી બે સત્રો (જાન્યુઆરી અને જુલાઈ) માં થાય છે. રસ ધરાવતા વિદ્યાર્થીઓ કે જેઓ આર્ટસ, કોમર્સ, મેનેજમેન્ટ, સાયન્સ, લો, કોમ્પ્યુટર એપ્લીકેશન, લાયબ્રેરી સાયન્સ વગેરે જેવા કાર્યક્રમો માટે અરજી કરવા ઈચ્છે છે તેઓને પણ તેમની અરજીઓ ઓનલાઈન અરજી કરી શકે છે.
IGNOU ઇન્દિરા ગાંધી નેશનલ ઓપન યુનિવર્સિટીમાં એડમિશન
MBA: IGNOU ના MBA માટે ઓછામાં ઓછા 50% (અનામત વર્ગના ઉમેદવારોના કિસ્સામાં 45%) સાથે ઓછામાં ઓછા 3 વર્ષની સ્નાતકની ડિગ્રી પૂર્ણ કરી હોય તેવા વિદ્યાર્થીઓની જરૂર છે.
MCA: અરજદારો પાસે માન્ય યુનિવર્સિટીમાંથી IT માં BCA/BSc ડિગ્રી હોવી આવશ્યક છે.
MA/M.Com/MSc: માન્ય સંસ્થામાંથી સંબંધિત પ્રવાહમાં સ્નાતકની ડિગ્રી આવશ્યક છે.
MSW: આ પ્રોગ્રામ માટે અરજદારો પાસે સામાજિક કાર્યમાં સ્નાતકની ડિગ્રી હોવી આવશ્યક છે.
BLIS: IGNOU ના BLIS પ્રોગ્રામ માટે લાયક બનવા માટે ગ્રેજ્યુએશન આવશ્યક છે.
B.Sc: વિદ્યાર્થીઓએ વિજ્ઞાન પૃષ્ઠભૂમિમાં 12મા ધોરણની પરીક્ષા પાસ કરેલી હોવી જોઈએ.
BBA: 10+2 વર્ગની પરીક્ષામાં ઓછામાં ઓછા 55% ગુણ જરૂરી છે.
BCA: વિદ્યાર્થીઓએ માન્ય સંસ્થા અથવા સમકક્ષમાંથી 12મું ધોરણ (મુખ્ય વિષય તરીકે ગણિત સાથે) પૂર્ણ કર્યું હોવું જોઈએ.
ત્યારે આ કોર્સીસ સીવાય અન્ય ઘણા કોર્સીસ યુનિવર્સીટીમાં ચાલી રહ્યા છે જેના માટે તમે અપ્લાય કરી શકો છો.
UG Courses
- Bachelor of Arts (Tourism Studies) (BTS)
- Bachelor of Commerce (B.Com)
- Bachelor of Computer Applications (BCA)
- Bachelor of Education (BEd)
- Bachelor of English (BA)
- Bachelor of Library and Information Science (BLIS)
- Bachelor of Science (BSc)
- Bachelor of Social Work (BSW)
- Bachelor Preparatory Programme (BPP)
- BTech Civil (Construction Management) (BTCM)
PG Courses
- Master of Arts (Economics) (MEC)
- Master of Arts (English) (MEG)
- Master of Arts (Hindi) (MHD)
- Master of Arts (History) (MAH)
- Master of Arts (Political Science) (MPS)
- Master of Arts (Public Administration) (MPA)
- Master of Arts (Rural Development) (MARD)
- Master of Arts (Sociology) (MSO)
- Master of Arts (Tourism Management) (MTM)
- Master of Arts(Education) (MA(Edu))
- Master of Commerce (MCom)
- Master of Computer Applications (MCA)
- Master of Library and Information Science (MLIS)
- Master of Science Degree in Dietetics and Food Service Management (MSc (DFSM))
- Masters Degree Programme in Social Work (MSW)