AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Google જેવી કંપનીમાં જોઈએ છે નોકરી તો CVમાં ન કરો આ 5 ભૂલો, HRએ આપી Tips

શિકાગોમાં રહેતી ગૂગલની (Google) સીનિયર રિક્રૂટર એરિકા રિવેરાએ ટિકટોક પર કેટલીક ટિપ્સ આપી છે, જે તમારા રિઝ્યૂમને શાનદાર બનાવી શકે છે.

Google જેવી કંપનીમાં જોઈએ છે નોકરી તો CVમાં ન કરો આ 5 ભૂલો, HRએ આપી Tips
Google
TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 13, 2022 | 4:59 PM
Share

ગૂગલ (Google) એક એવી કંપની છે જેમાં લોકો કામ કરવાનું સપનું જુએ છે. પરંતુ લોકો સમજી શકતા નથી કે તે કઈ વસ્તુઓ છે જેને તેઓએ તેમના રિઝ્યૂમમાં રાખવી જોઈએ, જેથી તેઓ નોકરી મેળવી શકે. આનું કારણ પણ સ્પષ્ટ છે કારણ કે તમારું રિઝ્યૂમ એ સૌથી મહત્વની વસ્તુ છે, જે તમને તમારા સપનાની નોકરી (Sarkari Naukri) અપાવી શકે છે. એક રીતે રેઝ્યૂમ એ વિન્ડો છે, જેના દ્વારા એમપ્લોયર્સ તમારા વિશે વધુ સારી રીતે જાણી શકે છે. એટલા માટે એ ખૂબ જ જરૂરી છે કે તમે તમારા રિઝ્યૂમમાં સાચી અને કામની વસ્તુઓ ફિલ કરી શકો.

ગૂગલના એક રિક્રુટરે ટિકટોક પર એક વીડિયો પોસ્ટ કર્યો છે, જેમાં તેણે કહ્યું છે કે જો તમારે ગૂગલમાં અને તેના જેવી કંપનીઓને નોકરી જોઈએ છે, તો કઈ વસ્તુઓ પોતાના રેઝ્યૂમમાં ન રાખવી જોઈએ. શિકાગોમાં રહેતી ગૂગલની સિનીયર રિક્રૂટર એરિકા રિવેરાએ ટિકટોક પર કેટલીક ટિપ્સ આપી છે, જે તમારા રિઝ્યૂમને શાનદાર બનાવી શકે છે. અત્યાર સુધીમાં ટિકટોક પર એરિકાનો વીડિયો 20 લાખ લોકોએ જોયો છે. લોકોએ રિઝ્યુમમાં સામેલ કરવા માટે આ ટિપ્સને જણાવવા બદલ એરિકાના વખાણ પણ કર્યા છે.

વીડિયોમાં એરિકા કહે છે કે તેણે હજારો વેબસાઈટને જોઈ છે અને જાણવા મળ્યું છે કે લોકો તેમના રિઝ્યુમમાં ખૂબ જ બિનજરૂરી વસ્તુઓ લખે છે. આવો જાણીએ તે ટિપ્સ…

CVમાં ભૂલથી પણ ના લખો આ પાંચ બાબતો

  1. આખું સરનામું ન લખોઃ રિવેરા કહે છે કે તે નથી ઈચ્છતી કે લોકો તેમના રિઝ્યૂમમાં આખું સરનામું લખે. માત્ર શહેર અને રાજ્યનું નામ લખવું જોઈએ.
  2. વર્ક હિસ્ટ્રી ના લખો: રિઝ્યૂમ બનાવતી વખતે આ વાતનું ખાસ ધ્યાન રાખો કે તમે અત્યાર સુધી જે સંસ્થાઓમાં કામ કર્યું છે, તેમાં તમે શું-શું કામ કર્યું છે. તેની જાણકારી વધુ ડિટેલ્સમાં ન લખો. તમારા રિઝ્યૂમમાં આ વાત સામેલ કરો, જેને ધ્યાનમાં રાખીને તમારા પોસ્ટ માટે એપ્લાય કરો.
  3. Action Verb યુઝ: રિવેરાએ જોબ માટે એપ્લાય કરવા માટે ઉમેદવારોને તેમના CV માં ‘I helped’, ‘I was responsible for’ જેવા ક્રિયાપદનો ઉપયોગ ન કરો. તેના બદલે તેઓ એક્ટિવ ક્રિયાપદો જેમ કે streamlined, managed, implemented, improved, strategized, increased, producedનો ઉપયોગ કરો.
  4. રેફરેન્સની જાણકારી: એરિકા રિવેરાએ કહ્યું કે ઉમેદવારોએ તેમના સીવીમાં Reference available upon Request નો ઓપ્શન પણ આપવો જોઈએ, એટલે કે, જો કોઈ તમારા જૂના કંપની સાથીદારો પાસેથી તમારું કાર્ય સમજવા માંગે છે, તો તેઓ તેનો ઉપયોગ કરી શકે છે. રિવેરા કહે છે કે જો કંપનીને કોઈ રેફરેન્સની જરૂર હોય તો તે તમને તેના વિશે પૂછશે.
  5. ઓબ્જેક્ટિવ: ગૂગલ રિક્રૂટરને જણાવ્યું હતું કે સીવીની ટોપ પર ઓબ્જેક્ટિવ લખવા જોઈએ નહીં. તેણે કહ્યું કે તે જૂનું થઈ ગયું છે અને આજના સમયમાં તે ટ્રેન્ડમાં નથી.

Follow Us
કોંગ્રેસની પ્રથમ યાદી જાહેર: 7 મહાનગરપાલિકા માટે 243 ઉમેદવારો મેદાને
કોંગ્રેસની પ્રથમ યાદી જાહેર: 7 મહાનગરપાલિકા માટે 243 ઉમેદવારો મેદાને
રસમલાઈ અને પોપટ છાપ ગોળના નમૂના ફેલ, ખાતા પહેલા સાવધાન!
રસમલાઈ અને પોપટ છાપ ગોળના નમૂના ફેલ, ખાતા પહેલા સાવધાન!
7 એપ્રિલે ગુજરાતમાં માવઠાની આગાહી: ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રમાં એલર્ટ
7 એપ્રિલે ગુજરાતમાં માવઠાની આગાહી: ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રમાં એલર્ટ
વડિયાના સુરવો ડેમનો દરવાજો ખોલાયો, ઉનાળે નદીઓ થઈ વહેતી
વડિયાના સુરવો ડેમનો દરવાજો ખોલાયો, ઉનાળે નદીઓ થઈ વહેતી
30 વર્ષના શાસન પછી પણ કોંગ્રેસીઓના ભરોસે કેમ ચાલે છે 'ભાજપ'?
30 વર્ષના શાસન પછી પણ કોંગ્રેસીઓના ભરોસે કેમ ચાલે છે 'ભાજપ'?
ઈન્કમટેક્સ વિભાગે ભોપાળું વાળ્યું! ફેરિયાને આપી અધધ 19.84 કરોડની નોટિસ
ઈન્કમટેક્સ વિભાગે ભોપાળું વાળ્યું! ફેરિયાને આપી અધધ 19.84 કરોડની નોટિસ
જુનાગઢમાં કડિયાવાડ વિસ્તારમાં ઈમારતનો ભાગ ધરાશાયી થતા મહિલના ગંભીર ઈજા
જુનાગઢમાં કડિયાવાડ વિસ્તારમાં ઈમારતનો ભાગ ધરાશાયી થતા મહિલના ગંભીર ઈજા
જુનાગઢમાં બિસમાર રસ્તાને કારણે દર્દીએ રસ્તા પર લેવી પડી સારવાર
જુનાગઢમાં બિસમાર રસ્તાને કારણે દર્દીએ રસ્તા પર લેવી પડી સારવાર
આજે તમારા માટે થોડો સમય કાઢો, તમારું સ્વાસ્થ્ય સંપૂર્ણ સ્વસ્થ રહેશે
આજે તમારા માટે થોડો સમય કાઢો, તમારું સ્વાસ્થ્ય સંપૂર્ણ સ્વસ્થ રહેશે
AMCનો આદેશ: હોટલોએ પનીર 'મિલ્ક' છે કે 'એનાલોગ' તે ફરજિયાત જણાવવું પડશે
AMCનો આદેશ: હોટલોએ પનીર 'મિલ્ક' છે કે 'એનાલોગ' તે ફરજિયાત જણાવવું પડશે
g clip-path="url(#clip0_868_265)">