CS Result 2021: CS એક્ઝિક્યુટિવ કોર્સનું પરિણામ થયુ જાહેર, આ સ્ટેપથી ચકાસો પરિણામ

TV9 GUJARATI

|

Updated on: Oct 13, 2021 | 6:04 PM

ICSI દ્વારા CS એક્ઝિક્યુટિવ કોર્સનું પરિણામ જાહેર કરવામાં આવ્યુ છે. ઉમેદવારો સત્તાવાર વેબસાઈટ icsi.edu પર જઈને પરિણામ જોઈ શકે છે.

CS Result 2021: CS એક્ઝિક્યુટિવ કોર્સનું પરિણામ થયુ જાહેર, આ સ્ટેપથી ચકાસો પરિણામ
ICSI CS Result 2021

ICSI CS Result 2021:  ઈન્સ્ટિટ્યૂટ ઓફ કંપની સેક્રેટરીઝ ઓફ ઈન્ડિયાએ(ICSI) જૂન એક્ઝિક્યુટિવ કોર્સનું પરિણામ જાહેર કર્યું છે. એક્ઝિક્યુટિવ કોર્સનું પરિણામ સત્તાવાર વેબસાઈટ icsi.edu પર પણ જાહેર કરવામાં આવ્યું છે. ઉમેદવારો આ વેબસાઈટની મુલાકાત લઈને પોતાનું પરિણામ ચકાસી શકે છે. તેમજ ઉમેદવારોએ પોતાનું પરિણામ ચકાસવા માટે રોલ નંબર અને રજિસ્ટ્રેશન નંબરની (Registration Number) જરૂર પડશે.

CS એક્ઝિક્યુટિવનું પરિણામ આ સ્ટેપથી ચકાશો

Step 1: સૌ પ્રથમ સત્તાવાર વેબસાઈટ icsi.edu ની મુલાકાત લો. Step 2: વેબસાઈટ પર આપેલી રિઝલ્ટ લિંક પર ક્લિક કરો. Step 3: હવે રજીસ્ટ્રેશન નંબર અથવા રોલ નંબરની મદદથી લોગીન કરો. Step 4: તમારું પરિણામ સ્ક્રીન પર દેખાશે. Step 5: હવે તેને તપાસો. Step 6: ભવિષ્યના સંદર્ભ માટે તેની પ્રિન્ટ આઉટ કાઢી લો.

NTAએ નેશનલ એપ્ટિટ્યુડ ટેસ્ટ શરૂ કરી

નેશનલ ટેસ્ટિંગ એજન્સી (NTA) દ્વારા 13થી 25 વર્ષની વય જૂથના વિદ્યાર્થીઓ માટે નેશનલ એપ્ટિટ્યુડ ટેસ્ટ (NAT 2021) પાયલોટ પ્રોજેક્ટ શરૂ કરવામાં આવ્યો છે. તે વિદ્યાર્થીઓને વધુ સારી કારકિર્દી પસંદ કરવામાં મદદ કરશે. NTAએ આ પરીક્ષા માટે ઓનલાઈન અરજીઓ (Application) મંગાવી છે. રસ ધરાવતા ઉમેદવારો 18 ઓક્ટોબર સુધી સત્તાવાર વેબસાઈટ nat.nta.ac.in પર જઈને અરજી કરી શકે છે.

વિદ્યાર્થીઓએ કોઈપણ પ્રકારની ફી ચૂકવવાની રહેશે નહીં

નેશનલ એપ્ટિટ્યુડ ટેસ્ટ (NTA 2021) અંગે NTAએ જણાવ્યુ હતુ કે ‘યોગ્ય ઉમેદવારને શ્રેષ્ઠ સંસ્થાઓમાં પ્રવેશ આપવામાં આવશે, જેનાથી ભારતને ડેમોગ્રાફિક ડિવિડ્ન્ડનો લાભ મળશે.’ આ પરીક્ષા (NTA  2021)નો લાભ લેવા માટે ઉમેદવારોએ કોઈ પણ પ્રકારની ફી ચૂકવવાની રહેશે નહીં. જુદા જુદા વય જૂથો માટે બે દિવસ સુધી આ પરીક્ષા લેવામાં આવશે. તમને જણાવી દઈએ કે NTAએ ઉમેદવારોને તેમના પરીક્ષા કેન્દ્રની (Exam Center) પસંદગી કરવાની પણ સ્વતંત્રતા આપી છે.

આ પણ વાંચો : ONGC Recruitment 2021: ગ્રેજ્યુએટ ટ્રેનીની પોસ્ટ માટે બમ્પર ભરતી, જાણો કેવી રીતે કરવી અરજી

આ પણ વાંચો : UPSC Success Story: પહેલા પ્રયાસમાં ગરિમા અગ્રવાલ બની IPS ટોપર અને પછી IAS બનવાનું કર્યું નક્કી

Latest News Updates

Follow us on

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati