ICSI CS Exam 2022: CS જૂનની પરીક્ષા માટે અરજી ફોર્મ બહાર પાડવામાં આવ્યું, પરીક્ષા 1 જૂનથી થશે શરૂ

ઈન્સ્ટિટ્યૂટ ઑફ કંપની સેક્રેટરીઝ ઑફ ઈન્ડિયા (ICSI)એ ​​26 ફેબ્રુઆરી 2022થી જૂન સત્ર માટે CS પરીક્ષા ફોર્મ સબમિટ કરવા માટે ઑનલાઇન વિંડો ખોલી છે.

ICSI CS Exam 2022: CS જૂનની પરીક્ષા માટે અરજી ફોર્મ બહાર પાડવામાં આવ્યું, પરીક્ષા 1 જૂનથી થશે શરૂ
ICSI CS exam 2022
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 27, 2022 | 12:28 PM

ICSI CS exam 2022 application form: ઈન્સ્ટિટ્યૂટ ઑફ કંપની સેક્રેટરીઝ ઑફ ઈન્ડિયા (ICSI)એ ​​26 ફેબ્રુઆરી 2022થી જૂન સત્ર માટે CS પરીક્ષા ફોર્મ સબમિટ કરવા માટે ઑનલાઇન વિંડો ખોલી છે. CS પરીક્ષાનું અરજી ફોર્મ ICSI પરીક્ષાના તમામ સ્તરો માટે ખુલ્લું છે. CS ફાઉન્ડેશન, CS એક્ઝિક્યુટિવ અને CS પ્રોફેશનલ માટે અરજી ફોર્મ (CS exam 2022 application form) બહાર પાડવામાં આવ્યું છે. પરીક્ષામાં હાજર રહેલા ઉમેદવારો કોઈપણ લેટ ફી વિના 25 માર્ચ 2022 સુધી CS પરીક્ષા ફોર્મ ભરી શકે છે. ત્યારપછી લેટ ફી સાથે પરીક્ષા ફોર્મ 9 એપ્રિલ 2022 સુધી ઓનલાઈન મોડમાં ઉપલબ્ધ રહેશે.

ICSI જૂન 2022 સત્ર માટે CS પરીક્ષા માટેનું પ્રવેશપત્ર ટૂંક સમયમાં સત્તાવાર વેબસાઇટ પર બહાર પાડશે. જે ઉમેદવારો પરીક્ષા માટે અરજી ફોર્મ સફળતાપૂર્વક ભરી શકશે તેઓ માત્ર સત્તાવાર વેબસાઇટ પરથી જ તેમનું એડમિટ કાર્ડ ડાઉનલોડ કરી શકશે. CS જૂન 2022ની પરીક્ષાઓ 1 જૂનથી 10 જૂન, 2022 દરમિયાન ઑફલાઇન સેન્ટર આધારિત મોડમાં લેવામાં આવશે. પરીક્ષા સંબંધિત અપડેટ વેબસાઇટ પર અપલોડ કરવામાં આવશે. વધુ વિગતો માટે ઉમેદવારોએ વેબસાઇટ પર નજર રાખવી.

કેવી રીતે કરવી અરજી

સૌ પ્રથમ, ઉમેદવારો ICSI ની સત્તાવાર વેબસાઇટ icsi.edu પર જાય. “વિદ્યાર્થી” ટેબ પર જાઓ અથવા અહીં ક્લિક કરો. તમારા CS યુઝર આઈડી વડે લોગિન કરો. “પરીક્ષા ફોર્મ 2022 ભરો” પર ક્લિક કરો. CS પરીક્ષા અરજી ફોર્મ 2022 ભરો અને ફીની ચુકવણી કરો. ભવિષ્યના સંદર્ભ માટે રીસીપની પ્રિન્ટ લઈ લો.

અદાણી લાંચ કેસમાં માત્ર કાકા-ભત્રીજા જ નહીં, આ 7 લોકો પણ ફસાયા
'કાચા બદામ ગર્લ' અંજલિ અરોરા માટે દિવાળી હતી પીડાદાયક, ખુદ જણાવી ઘટના
IPL Mega Auction : આ ટીમ રૂપિયા ખર્ચવામાં નંબર-1
IPL 2025 Auction : જાણો ક્યાં મફતમાં ઓક્શન લાઈવ જોઈ શકાશે
કાજોલે આ કારણથી શાહરૂખ ખાનની ફિલ્મ કરી હતી રિજેક્ટ, બાદમાં એશ્વર્યાને મળ્યો રોલ
સૌથી સસ્તી Tata Car ની કાર કેટલાની આવે ? જાણો તેની કિંમત

સૂચના જોવા માટે અહીં ક્લિક કરો

તાજેતરમાં સંસ્થાએ CS ડિસેમ્બર પરીક્ષા 2021નું પરિણામ જાહેર કર્યું હતું. પ્રોફેશનલ અને એક્ઝિક્યુટિવ પ્રોગ્રામના પરિણામો જાહેર થયા પછી જૂન સત્ર માટેનું આવેદનપત્ર પણ બહાર પાડવામાં આવ્યું છે. જૂન સત્રની પરીક્ષામાં હાજર રહેલા ઉમેદવારો નોંધણી કરાવી શકે છે.

આ પણ વાંચો: Mumbai School: મુંબઈમાં 2 માર્ચથી શાળાઓ સંપૂર્ણ ક્ષમતાથી શરૂ થશે, BMCએ પરિપત્ર બહાર પાડ્યો

આ પણ વાંચો: CBSE Term 2 Practical Exam Guideline: CBSE 10મી-12મી ટર્મ 2 પ્રેક્ટિકલ પરીક્ષા માટેની માર્ગદર્શિકા થઈ જાહેર

g clip-path="url(#clip0_868_265)">