IBPS PO 2021 : IBPS PO ભરતી પરીક્ષાનું એડમિટ કાર્ડ થયુ જાહેર, આ રીતે કરો ડાઉનલોડ
જે ઉમેદવારોએ PO ભરતી પરીક્ષા માટે અરજી કરી છે તેઓ સત્તાવાર વેબસાઇટ ibps.in પર જઈને એડમિટ કાર્ડ ડાઉનલોડ કરી શકે છે.
IBPS PO Admit Card 2021: ઈન્સ્ટિટ્યુટ ઓફ બેન્કિંગ પર્સનલ સિલેક્શન (IBPS) સંસ્થાએ પ્રોબેશનરી ઓફિસરની પોસ્ટ માટે ભરતી પરીક્ષા માટે એડમિટ કાર્ડ જાહેર કર્યુ છે. આવી સ્થિતિમાં જે ઉમેદવારોએ આ પરીક્ષા માટે અરજી કરી છે તેઓ સત્તાવાર વેબસાઈટ- ibps.in પર જઈને એડમિટ કાર્ડ (Admit Card) ડાઉનલોડ કરી શકે છે. ઉલ્લેખનીય છે કે આ પરીક્ષા દ્વારા કુલ 4,135 જગ્યાઓ પર ભરતી કરવામાં આવશે.
તમને જણાવી દઈએ કે આ અરજીની પ્રક્રિયા 20 ઓક્ટોબર 2021થી શરૂ થઈ હતી. જેમાં ઉમેદવારોને ઓનલાઈન અરજી માટે 10 નવેમ્બર 2021 સુધીનો સમય આપવામાં આવ્યો હતો. પ્રિલિમ પરીક્ષા 4થી 11 ડિસેમ્બર 2021 દરમિયાન લેવામાં આવશે. જ્યારે મુખ્ય પરીક્ષા જાન્યુઆરી 2022માં લેવામાં આવી શકે છે.
એડમિટ કાર્ડ કેવી રીતે ડાઉનલોડ કરવું?
Step:1 સૌ પ્રથમ સત્તાવાર વેબસાઈટ ibps.in પર જાઓ. Step:2 વેબસાઈટના હોમ પેજ પર CRP PO/MT પર ક્લિક કરો. Step:3 હવે Recruitment of Probationary Officersલિંક પર ક્લિક કરો. Step:4 CALL LETTER FOR THE ONLINE PRELIMINARY EXAMINATION લિંક પર ક્લિક કરો. Step:5 હવે તમારો એપ્લિકેશન નંબર અને પાસવર્ડ દાખલ કરો. Step:6 માહિતી સબમિટ કર્યા પછી પ્રવેશ કાર્ડ સ્ક્રીન પર ખુલશે. Step:7 એડમિટ કાર્ડ ડાઉનલોડ કરી લો.
ખાલી જગ્યાની વિગતો
ઈન્સ્ટિટ્યૂટ ઓફ બેન્કિંગ પર્સનલ સિલેક્શન (IBPS) દ્વારા જારી કરાયેલી નોટિસ અનુસાર કુલ 4,135 જગ્યાઓ પર ભરતી કરવામાં આવશે. જેમાં જનરલ કેટેગરીના ઉમેદવારો માટે 1,600 સીટો રાખવામાં આવી છે. આ સિવાય OBC કેટેગરીના ઉમેદવારો માટે 1,102 સીટો, SC કેટેગરીના ઉમેદવારો માટે 679 સીટો, ST કેટેગરીના ઉમેદવારો માટે 350 સીટો અને આર્થિક રીતે નબળા (EWS) કેટેગરી માટે 404 સીટો ફાળવવામાં આવી છે.
પરીક્ષાની તારીખ
IBPS દ્વારા જારી કરવામાં આવેલી નોટિસ અનુસાર પ્રિલિમ પરીક્ષા 4થી 11 ડિસેમ્બર, 2021 દરમિયાન લેવામાં આવશે. જ્યારે મુખ્ય પરીક્ષા જાન્યુઆરી 2022માં લેવામાં આવી શકે છે. વધુ અપડેટ માટે ઉમેદવારો સતાવાર વેબસાઈટની મુલાકાત લઈ શકે છે.
આ પણ વાંચો: IIM Ahmedabad Summer Internship Recruitment 2021: સમર ઈન્ટર્નશિપ રીક્રૂટમેન્ટ 2021 શરૂ, જાણો સમગ્ર વિગતો
આ પણ વાંચો: Career Tips: કોમર્સ લીધા પછી સીએ અને સીએસ સિવાય પણ કારકિર્દીના ઘણા વિકલ્પ, જાણો બીજી કઇ છે તકો